મિત્રો આપણી મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિવારણ આપણા રસોઈ ઘરમાંથી જ મળી જાય છે. દરેક ભારતીય ઘરોમાં ગોળ નો ઉપયોગ થાય છે. ગોળના સ્વાસ્થ્ય લાભ વિશે તો લગભગ સૌ કોઈ જાણે છે, પરંતુ શું તમે ગોળ ના પાણીના ફાયદા જાણો છો? જી હા, મિત્રો ગોળના પાણી વિશે એવું કહેવાય છે કે પ્રાચીન કાળથી જ લોકો ગોળના પાણીનો ઉપયોગ અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કરતા આવ્યા છે. તો મિત્રો આજે અમે તમને ગોળના પાણીના ફાયદા વિશે જણાવીશું
ગોળનું પાણી પીવાના ફાયદા:- ગોળ ના ફાયદા ની જેમ ગોળનું પાણી પીવાથી પણ લાભ થાય છે. પરંતુ તેને લઈને વૈજ્ઞાનિક શોધ નો અભાવ છે. પ્રસ્તુત લેખમાં અમે તમને ગોળના આધારે ગોળના પાણીના લાભ વિશે જણાવી રહ્યા છીએ.
1) એનીમીયા થી બચાવે:- એનિમિયા ની સમસ્યા દૂર કરવા માટે ગોળનું પાણી પીવું ફાયદાકારક છે. ગોળમાં આયર્નનું સારુ પ્રમાણ ઉપલબ્ધ હોય છે. ગોળમાં હાજર આયર્ન થી પોષક તત્વોની કમીના કારણે થતી એનીમિયા ની સમસ્યા થી બચાવ કરવામાં મદદ મળે છે. વળી ગોળમાં ઉપલબ્ધ આયર્ન ગોળના પાણીમાં પણ હાજર હોય છે. આ આધારે આપણે કહી શકીએ કે ગોળનું પાણી પીવાથી એનીમિયાની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે.2) વજન ઘટાડવામાં ફાયદાકારક:- વધુ વજનને ઘટાડવા માટે અને શરીરની ચરબીને ઘટાડવા માં ગોળનું પાણી પીવું લાભદાયક છે. સંશોધન પ્રમાણે વજનને ઘટાડવામાં ગોળ અને ગરમ પાણીના ફાયદા જોઈ શકાય છે. આ પિત્તની ગતિને વધારે છે, એસીડીટી ને નિયંત્રિત કરે છે અને ગેસ્ટ્રીક એસિડને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ ક્રિયાથી શરીરના વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
3) રોગપ્રતિકારક ક્ષમતા વધારે:- શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ગોળનું પાણી પીવું ફાયદાકારક છે વળી ઔષધીય ગોળને બનાવતી વખતે હળદર, મરી, વરિયાળી, જીરુ, તુલસી, ગળો, ફુદીનો, ત્રિફળા અને આમળાનો ઉપયોગ થાય છે. આ બધી જ સ્વાસ્થ્યવર્ધક સામગ્રીઓના મિશ્રણથી બનાવેલો ગોળ પોતાનામાં જ એક સારું ઇમ્યુનિટી બુસ્ટર બની જાય છે. તેના સિવાય ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝીંક જેવા પોષક તત્વો પણ હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતાને વધારી શકે છે.
4) ચયાપચય વધારે:- શરીરમાં મેટાબોલિઝ્મ એટલે કે ચયાપચયને વધારવા માટે ગોળના પાણીનું સેવન ફાયદા કારક છે. સંશોધન પ્રમાણે સવારમાં ખાલી પેટે સૌથી પહેલા ગોળની સાથે ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ મળે છે. સાથે જ આ ચયાપચયને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ ગોળમાં હાજર પોટેશિયમનું પ્રમાણ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ અને મિનરલ ના સ્તરને સંતુલિત કરીને ચયાપચય ને વધારે છે.
5) બ્લડ પ્રેશર નિયંત્રિત કરે:- ગોળનું પાણી પીવાના ફાયદામાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું પણ સામેલ છે. સંશોધન પ્રમાણે ગોળમાં પોટેશિયમનું સારું પ્રમાણ હોય છે પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.આ આધારે કહી શકાય કે ગોળમાં ઉપલબ્ધ પોટેશિયમ નું પ્રમાણ તેના પાણીમાં પણ હાજર હોઈ શકે છે, જેના કારણે બ્લડ પ્રેશર ને ઘટાડવા વાળા આહારમાં ગોળના પાણીને પણ સામેલ કરી શકાય છે.
6) સાંધાનો દુખાવો દૂર કરે:- સાંધાનો દુખાવો અને ગઠિયાવા ની સમસ્યાને દૂર કરવા માટે ગોળનું પાણી ફાયદાકારક છે. આયુર્વેદ પ્રમાણે ગોળમાં વાતને સંતુલિત કરવાની ક્ષમતા હોય છે, જેનાથી સાંધાના દુખાવા જેવા લક્ષણોમાં રાહત મળે છે. શોધમાં એ વાતનો પણ ઉલ્લેખ મળે છે કે ગોળ સાંધાના દુખાવા અને જકડનને દૂર કરવામાં પણ મદદ કરે છે. અહીંયા એવું કહી શકાય કે ગોળમાં ઉપલબ્ધ આ પ્રભાવ ગોળના પાણીમાં પણ હાજર હોઈ શકે છે. જેનું સેવન સાંધાના દુખાવામાં રાહત પ્રદાન કરવાનું કામ કરે છે.
7) શરીર ને ડિટોક્ષ કરે:- શરીરમાંથી હાનીકારક પદાર્થોને કાઢીને શરીરને ડિટોક્ષ કરવા માટે પણ ગોળના પાણીનું સેવન લાભદાયક છે. સવારમાં ખાલી પેટે ગોળની સાથે ગરમ પાણીનું સેવન કરવાથી શરીરમાં ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ મળે છે. તેનાથી શરીર માં સારી રીતે ડીટોક્સિફાય થઈ શકે છે.
ગોળનું પાણી બનાવવાની રીત અને સામગ્રી:- એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી,એક ચમચી ગોળ નો ભૂકો કે નાનો ગોળનો ટુકડો .
1) સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી ગોળ નો ભૂકો કે તેના ટુકડા નાખો. 2) તેને ત્યાં સુધી મેળવો જ્યાં સુધી ગોળ સંપૂર્ણ રીતે પાણીમાં ઓગળી ન જાય. 3) ત્યારબાદ ગોળના પાણીને ગાળી લો. 4) હવે સેવન કરવા માટે તૈયાર છે તમારું ગોળનું પાણી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)