નાભિ આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ હોય છે નાભિમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આપણા શરીરને અસરગ્રસ્ત કરે છે. નાભિ દ્વારા તમે તમારા શરીરને અંદરના ભાગને સ્વસ્થ રાખી શકો છો. આ શરીરનું એક માત્ર એવું અંગ છે જે બહારથી શરીરની અંદરની અને બહારની સમસ્યાઓને ઠીક કરવા માટે તમારી મદદ કરે છે. તેથી આને ચમત્કારિક અંગ કહેવું સહેજ પણ ખોટું નથી, પરંતુ શું તમે ક્યારેય નાભિ પર દૂધ લગાવ્યું છે?
જો ના લગાવતા હોય તો લગાવવાનું શરૂ કરી દેજો તેનાથી અનેક પ્રકારના ફાયદા થાય છે, જેવી રીતે નાભિ પર ઘી કે તેલ લગવવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેવી જ રીતે નાભિ પર દૂધ લગાવવાથી પણ તમે અનેક સમસ્યાઓને દૂર કરી શકો છો. આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું કે નાભિ પર દૂધ લગાવવાથી કયા કયા ફાયદા થાય છે.
એક્સપોર્ટની રાય પ્રમાણે નાભિ પર દૂધ લગાવવાથી પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાને શાંત કરી શકાય છે. તેની સાથે જ નાભિ પર દૂધ લગાવવાથી તમારી સ્કિન પર ચમક આવી જાય છે. આ ત્વચાના કુદરતી રંગને સુધારવામાં તમારી મદદ કરે છે. એટલું જ નહીં જો તમે સતત કેટલાક દિવસો સુધી નાભિ પર દૂધ લગાવો છો તો આ ત્વચાના ટેકસ્ચરમાં સુધારો કરે છે અને હાઇડ્રેડ રાખવામાં મદદ કરે છે. 1) પીરિયડ્સની સમસ્યા:- આયુર્વેદાચાર્ય જણાવે છે કે જો તમને પીરિયડ્સમાં વધારે પડતો દુખાવો, કળતર કે પછી ખેચાણ અનુભવાય તો આવી સ્થિતિમાં તમારી નાભિમાં ઠંડું દૂધ લગાવો. આમ કરવાથી તમને દુઃખાવા અને કળતરમાં ઘણો આરામ થશે.
2) ત્વચા:- નાભિ પર દૂધ લગાવવાથી સ્કિનના ટેક્સ્ચરમાં સુધારો કરી શકાય છે. આ તમારી ત્વચામાં પડતા ખાડાને દૂર કરે છે. સાથે જ ત્વચામાં પડતી કરચલીઓ પણ દૂર કરવામાં અસરકારક છે. જોકે આનો પ્રભાવ તમને તુરંત જ નહીં મળે. નાભિ પર લાંબા સમય સુધી દૂધ લગાવવાથી તમને તેનું પરિણામ જોવા મળશે.
3) હાઇડ્રેડ:- ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે પણ તમે નાભી પર દૂધ લગાવી શકો છો. નિયમિત રૂપે સ્કિન પર ગાયનું દૂધ લગાવવાથી તમારી સ્કિન પર ગ્લો આવી શકે છે. સાથે જ આનાથી સ્કિનની શુષ્કતા પણ દૂર કરી શકાય છે.
4) પાચન:- પાચન ને તંદુરસ્ત બનાવવા માટે તમે નાભિ પર દૂધ લગાવી શકો છો. આ ઘણું જ અસરકારક હોય છે. જો કે તમે તમારા પાચનને તંદુરસ્ત કરવા ઇચ્છતાં હોવ તો દૂધમાં થોડી હિંગ મેળવીને નાભિ પર લગાવો આનાથી ઘણો લાભ થશે.
નાભિ પર દૂધ લગાવવાની રીત:- ઉનાળામાં ઠંડુ ગાયનું દૂધ નાભી પર લગાવવાથી શરીરને ઠંડક મળે છે. જો તમે પાચન સંબંધિત સમસ્યાથી લડી રહ્યા હોવ તો આ સ્થિતિમાં હિંગ સાથે દૂધને મિક્સ કરીને નાભિ પર લગાવો. સ્કિનને હાઈડ્રેટ રાખવા માટે મધ અને દૂધને મિક્સ કરીને નાભિ પર લગાવો. દૂધ અને તજના પાવડરને મિક્સ કરીને નાભિ પર લગાવવાથી શરીરના સોજાને દૂર કરી શકાય છે.
નાભિ પર દૂધ લગાવવાથી શરીરમાં અનેક ફાયદા થઈ શકે છે. જોકે એ વાતનું ધ્યાન રાખવું કે આનો ઉપયોગ કરવાથી તમે કોઈપણ બીમારીને જડમૂળમાંથી ખતમ ન કરી શકો. આ માત્ર તમારી સમસ્યાઓને ઓછી કરવા કે આરામ આપવા માટે લાભદાયક થઈ શકે છે. તેથી તમે કોઈ પણ ગંભીર સમસ્યાથી લડી રહ્યા હોવ તો આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…