મિત્રો શાકભાજી નો રાજા ગણાતું રીંગણ ઘણા લોકોનું ફેવરેટ શાક હોય છે. આનું ભડથું સ્વાદમાં લાજવાબ હોય છે, જે ઘણા લોકો પસંદ કરે છે. આના ટેસ્ટી અને ચટપટા શાક પણ લોકો ખૂબ જ રસ પૂર્વક થાય છે. શિયાળામાં આની પેદાશ ખૂબ જ વધારે હોય છે. ઠંડીમાં તેના સેવનથી સ્વાસ્થ્ય ને પણ ઘણા લાભ થાય છે.
તેમાં એવા ઘણા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે શિયાળામાં થતી સમસ્યાઓથી આપણને દૂર રાખે છે. પરંતુ શું તમે જાણો છો કેટલાક લોકોએ રીંગણના સેવન થી દૂર રહેવું જોઈએ? જી હા જો તમને ખબર ન હોય તો આજે આ લેખ દ્વારા જાણી લો. કેટલીક સમસ્યાઓથી ગ્રસિત લોકોએ રીંગણનું સેવન ન કરવું જોઈએ, તેઓ રીંગણનું સેવન કરે છે તો તેમની સમસ્યા વધી શકે છે. તો આવો જાણીએ કયા લોકોએ રીંગણનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.
1) બાવાસીર:- જો તમને બવાસીરની ફરિયાદ હોય તો રીંગણ થી દુર રહો.લોહીવાળા પાઈલ્સથી પીડિત લોકો માટે રીંગણ ઘાતક સાબિત થઈ શકે છે. એવા લોકો રીંગણનું સેવન કરે છે તો તેમની સમસ્યા વધારે વધી શકે છે.
2) કિડનીમાં પથરી:- રીંગણ માં ઓકલેજેટ નામનું તત્વ ઉપલબ્ધ હોય છે જે કિડનીમાં પથરીની સમસ્યાને વધારી શકે છે. એવામાં આજે લોકો કિડનીની પથરીથી પરેશાન હોય તેમને રીંગણ થી દૂર રહેવું જોઈએ. તેના સિવાય ઓકલેજેટ ના કારણે શરીરમાં કેલ્શિયમ નું યોગ્ય રીતે અવશોષણ નથી થઈ શકતું. તેના કારણે હાડકા અને દાંતમાં સમસ્યા વધી શકે છે.3) ગર્ભવતી મહિલા:- રીંગણનું વધારે સેવન ગર્ભવતી મહિલાઓ માટે ઘાતક બની શકે છે. વિશેષરૂપે ગર્ભવતી મહિલાઓ માટે આ નુકસાનદાયક બની શકે છે. ગર્ભવતી મહિલાઓએ રીંગણનું સેવન વધુ ન કરવું જોઈએ. રીંગણ ની તાસીર વધારે જ ગરમ હોય છે. એવામાં જો વધારે રીંગણનું સેવન કરો છો તો ગર્ભપાત થવાની સંભાવના વધી જાય છે.
4) એનીમિયા:- મહિલાઓમાં લોહીની કમી સામાન્ય વાત છે. એવામાં વધારે મહિલાઓ એનીમિયાથી ગ્રસિત હોય છે. એનીમિયા થી ગ્રસિત મહિલાઓએ પણ રીંગણ વધારે ન ખાવા જોઈએ. વિશેષ રૂપે પિરિયડ્સ ના સમયમાં. તેના અનેક કારણ હોઈ શકે છે રીંગણ ની તસીમ ગરમ હોવાને કારણે બ્લીડિંગ થવાની સંભાવના વધારે વધી જાય છે તેના સિવાય આ ગર્ભાશયને પણ નુકસાન પહોંચાડે છે.
5) ડિપ્રેશન:- એન્ટી ડિપ્રેશન ની દવા લેવાવાળા દર્દીઓએ પણ રીંગણનું સેવન ન કરવું જોઈએ. જો તેઓ વધારે રીંગણનું સેવન કરે છે તો તેનાથી તેમાં હાજર તત્વ દવાનું રિએક્શન કરે છે. એવામાં દર્દી પર દવાની અસર ખૂબ જ ઓછી થાય છે.
6) પેટની સમસ્યા:- રીંગણ માં ફેટ નું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે તેથી ક્યારેય પણ તેને તળીને ન ખાઓ . તળીને ખાવાથી તેમાં ફેટની અધિકતા વધારે વધી જાય છે.ફેટ તમારા હૃદય અને મગજને નુકસાન પહોંચાડી શકે છે. જો તમારા શરીરની ચરબી ખૂબ જ વધારે વધી રહી હોય તો રીંગણને તમારા ડાયટમાંથી દૂર કરી દો.
7) આંખોમાં બળતરા:- આંખોમાં બળતરા કે પછી કોઈ સમસ્યા હોય તો રીંગણ ના ખાવું જોઈએ. રીંગણના સેવન થી આંખોના વિકાર ખૂબ જ વધારે વધી જાય છે. તેથી વધારે ડોક્ટર નેત્ર વિકારથી પીડિત દર્દીઓને રીંગણ ન ખાવાની સલાહ આપે છે.
આ રીતે ન કરવું રીંગણનું સેવન:- રીંગણ ને હંમેશા બાફી ને ખાઓ, ક્યારે પણ વધારે તળેલું કે શેકેલું રીંગણ ના ખાવ. રીંગણ ને હંમેશા સરસ રીતે ધોઈને ખાવું.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)