આજનું દુષિત પર્યાવરણ, અનિયમિત ભોજન અને તણાવગ્રસ્ત જિંદગી આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. અને શરીરમાં કેટલાય પ્રકારની બીમારીઓ થાય છે. પરંતુ આ બીમારીઓ સામે લડવા માટે આપણું રસોઈ ઘર જ પૂરતું છે. શાક નો રંગ અને સ્વાદ વધારવા માટે લીલા ધાણા ખૂબ જ ઉપયોગી છે. લીલા ધાણા કેટલાય પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. સામાન્ય રીતે ધાણાનો ઉપયોગ દાળ કે શાકમાં કરવામાં આવે છે.
જે ધાણા ને તમે શાકભાજી સાથે ફ્રીમાં મેળવો છો, શું તમે તેના ફાયદા અને લાભ વિશે ક્યારેય જાણ્યું છે.? તમે જમવાનું બનાવ્યા બાદ તેને ધાણા થી સજાવટ કરો છો. રસોઈમાં બનતા ભોજનમાં લીલા ધાણા નાખવામાં આવે છે, આ ખાવાનો સ્વાદ વધારવાની સાથે જ તેની સુગંધથી જમવાનું વધારે ટેસ્ટી લાગે છે.
ધાણા જમવાનું સ્વાદિષ્ટ બનાવવાની સાથે જ આ એક ઔષધીય છોડ પણ છે. જે અનેક ગુણોથી ભરપૂર છે. તેના સેવનથી અનેક રોગોથી છુટકારો મળે છે. ધાણા પાચન શક્તિ વધારવામાં, કોલેસ્ટ્રોલ લેવલ સંતુલિત કરવામાં અને ડાયાબિટીસ અને કિડની ની સાથે અનેક રોગોમાં અસરકારક ઔષધીનું કામ કરે છે. આમાં પ્રોટીન, ચરબી, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, મિનરલ વગેરે હોય છે જે તેને શક્તિશાળી બનાવે છે. તેના સિવાય ધાણામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટીન, થીયામીન, પોટેશિયમ અને વિટામીન સી પણ ઉપલબ્ધ હોય છે. તેના ગજબ ના ફાયદા જાણવા સંપૂર્ણ લેખ વાંચો.
1) ડાયાબિટીસ:- લીલા ધાણા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે એક રામબાણ ઈલાજ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા ધાણા જડીબુટ્ટી થી સહેજ પણ ઓછા નથી. આનું નિયમિત સેવન કરવાથી બ્લડમાં ઇન્સ્યુલિનની માત્રા નિયંત્રિત કરી શકાય છે.
2) કિડની:- કેટલાક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે ધાણા તમારી કિડની માટે ફાયદાકારક છે. ધાણામાં ઘણાય એવા તત્વો હોય છે જે કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
3) પાચન શક્તિ:- પાચન શક્તિ વધારવામાં લીલા ધાણા ન માત્ર પેટની સમસ્યાઓને દૂર કરે છે પરંતુ આ તમારી પાચનશક્તિને પણ વધારે છે. પેટની સમસ્યા એટલે કે પેટમાં દુખાવો થાય ત્યારે અડધા ગ્લાસ પાણીમાં બે ચમચી ધાણા નાંખીને પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.
4) કોલેસ્ટ્રોલ:- લીલા ધાણા ખાવાની સુગંધ જ નથી વધારતા પરંતુ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં પણ ફાયદાકારક છે. લીલા ધાણામાં એવા તત્વો ઉપલબ્ધ હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે તેના માટે કોલેસ્ટ્રોલ થી પીડિત દર્દીએ ધાણાના બીજને ઉકાળીને તેનું પાણી પીવાથી ફાયદો થાય છે.
5) એનિમિયા:- ધાણા તમારા શરીરમાં લોહીને વધારે છે. આ આયર્ન થી ભરપૂર હોય છે તેથી આ એનિમિયા ને દૂર કરવામાં ફાયદાકારક છે. સાથે જ એન્ટિઓક્સિડન્ટ, મિનરલ, વિટામિન એ અને સી થી ભરપૂર હોવાના કારણે ધાણા કેન્સરથી પણ બચાવે છે.
6) આંખોની રોશની:- લીલા ધાણામાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આંખો માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ લીલા ધાણાનું સેવન કરવાથી આંખોની રોશની માં વધારો કરવામાં મદદ મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)