મિત્રો લીલા મરચા નો ઉપયોગ તો દરેક ઘરમાં કરવામાં આવે છે. મરચા વાનગીઓનો સ્વાદ વધારવા અને તીખાશ ને વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો લીલા મરચાં ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જી હા લીલા મરચા નું સેવન સ્વાસ્થ્યને ખૂબ જ લાભ પહોંચાડે છે. આનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. ઇમ્યુનિટી બુસ્ટ થાય છે.સાથે જ ઘણી બીમારીઓથી બચાવ પણ થાય છે. લીલા મરચામાં વિટામિન સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ, બીટા કેરોટીન જેવા તત્વો ઉપલબ્ધ હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. તો લીલા મરચા ના ઉપયોગ અને ફાયદા જાણવા માટે લેખને અંત સુધી વાંચો.
લીલા મરચા ના ઉપયોગ:-
1) લીલા મરચા નો ઉપયોગ સ્વાદિષ્ટ અથાણું બનાવવા માટે કરી શકાય છે.
2) લીલા મરચા નો ઉપયોગ શાકભાજીમાં તીખાશ લાવવા માટે કરી શકાય છે
3) લીલા મરચા નો ઉપયોગ ચટણી બનાવવા માટે કરી શકાય છે.
4) લીલા મરચા ને તળીને ખાઈ શકાય છે.
લીલા મરચા ના ફાયદા:-
1) લીલા મરચા નું સેવન કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ મળે છે જેનાથી તમે વાયરસ અને બેક્ટેરિયા થી સુરક્ષિત રહી શકો છો.
2) લીલા મરચામાં વિટામિન એ અને બીટા કેરોટીન જેવા તત્વો ઉપલબ્ધ હોય છે. જે આંખોને સ્વસ્થ રાખવામાં અને આંખોની રોશની માં સુધારો કરવામાં મદદ કરે છે.
3) લીલા મરચામાં એન્ટીહાઈપરટેન્સિવ ગુણ ઉપલબ્ધ હોય છે જે હાઈ બ્લડ પ્રેશર વાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.
4) લીલા મરચા માં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, તેથી જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો તમારે લીલા મરચા નું સેવન કરવું જોઈએ.
5) લીલા મરચામાં એન્ટી ડાયાબિટીક ગુણ ઉપલબ્ધ હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે.
6) લીલા મરચા માં કેપ્સાઇસીન નામનું કંમ્પાઉન્ડ ઉપલબ્ધ હોય છે જે તણાવને દૂર કરવામાં અને મૂડ ને સારો બનાવવામાં મદદ કરે છે.
7) સાંધામાં દુખાવો કે સોજો થવા પર લીલા મરચા નું સેવન કાયદા કારક છે. કારણ કે તેમાં એન્ટી ઇન્ફ્લેમેંટરી ગુણ ઉપલબ્ધ હોય છે જે સાંધામાં થતા દુખાવા અને સોજાને દૂર કરવામાં મદદ કરે છે.
8) લીલા મરચામાં વિટામિન સી અને વિટામીન એ નું સારું પ્રમાણ ઉપલબ્ધ હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. તેના સેવનથી ત્વચા સ્વસ્થ રહે છે.
9) લીલા મરચા એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેથી હૃદયથી જોડાયેલી બીમારીઓનું જોખમ ઓછું રહે છે.
10) લીલા મરચામાં એન્ટી કેન્સર ગુણ ઉપલબ્ધ હોય છે જે કેન્સર જેવી ઘાતક બીમારીઓના જોખમને દૂર કરવામાં મદદ કરે છે. તેનું સેવન કેન્સરના સેલ્સને વિકસતા અટકાવવામાં મદદ કરે છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)