મિત્રો આપણા સુવાની રીત આપણા શરીર પર ઘણી અસર કરે છે. ક્યારેક તમે એવું પણ સાંભળ્યું હશે કે તમારા મમ્મી પપ્પા કે દાદા-દાદી માંથી કોઈ એકને કમરના દુખાવાની ફરિયાદ હોય અને તેઓ સીધા પોતાની પથારી લઈને જમીન પર પહોંચી ગયા હોય. તમે એ વાત તો સાંભળી જ હશે કે જમીન પર સૂવું કમર માટે ખૂબ સારું હોય છે. કહેવાય છે કે તમે પીઠ, કમર કે ખભાના દુખાવા થી પરેશાન હોવ તો જમીન પર સૂવાથી સારો એવો ફરક મહેસૂસ કરી શકો છો.
મોટાભાગે એવું થાય છે કે આપણે બજારમાંથી ગાદલા ખરીદતા સમયે નરમ અને મુલાયમ ગાદલા લઈ લઈએ છીએ પરંતુ લાંબા સમયે આ તમને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી કમર, પીઠ અને ખભાના સિવાય શરીરના અન્ય ભાગોમાં પણ દુખાવાની ફરિયાદ થઇ શકે છે. તો જ્યારે તમે થોડી ઘણી આવી સમસ્યાઓથી સંઘર્ષ કરી રહ્યા હોવ તો અને એવા અડચણમાં હોવ કે નીચે એટલે કે જમીન પર સુવાથી તમને કોઈ લાભ થશે પણ કે નહીં, તો આજે અમે તમને જણાવીશું કે જમીન પર સુવાના ક્યાં લાભ છે અને ક્યાં નુકશાન છે. પોસ્ચર
જમીન પર સૂવાના ફાયદા:-
1) જમીન પર સૂવાથી બોડી પોશ્ચર સારું થાય છે. જો તમે જમીન પર સૂઓ છો તો તે ખૂબ સારું સાબિત થઈ શકે છે, વિશેષરૂપે નરમ ગાદલા પર સૂવા થી મોટાભાગે શરીરની અંદર ખાસ અંગો પર વજન પડે છે તેનાથી જ્યારે અંગ દબાય છે તો દુખાવો વધી જાય છે. લાંબા સમય સુધી આવું થવાથી બોડી પોશ્ચર બદલાવ જોવા મળી શકે છે. જમીન પર સૂવાથી આવી સમસ્યા ઓછી થાય છે.
2) એક વાત જે આપણે અનેક વાર સાંભળી છે કે જમીન પર સૂવાથી પીઠ અને કમરના દુખાવાથી છુટકારો મળે છે. હકીકતમાં નરમ ગાદલા પર સૂવા થી તમે ખોટા આસનમાં સૂઈ શકો છો. જો તમે જમીન પર સુવો છો તો તે શરીરને આરામ આપે છે અને નરમ ગાદલા પર લાંબા સમય સુધી સુઈ રહેવાથી નસો અને માંસપેશીઓમાં ઉત્પન્ન થતા તણાવને દૂર કરવામાં મદદ મળે છે.
3) જમીન પર સૂવાથી બ્લડ સર્ક્યુલેશન સારુ થાય છે, જેવી રીતે અમે તમને ઉપર જણાવ્યું કે નરમ ગાદલા પર સૂવા થી મોટા ભાગે નસો અને માસપેશીઓ દબાઈ જાય છે તેનાથી બ્લડ સર્ક્યુલેશન પર અસર થાય છે. તો જો તમે જમીન પર સુવો છો તો આ સંભાવનાને દૂર કરી શકો છો.
4) જમીન પર સૂવાથી તમે સાયટીકા ના દુખાવામાં રાહત મેળવી શકો છો. સાઇટીકા નો દુખાવો એક ખરાબ સપના જેવો હોય છે. તેનું કારણ તમારા શરીર પર કે નસો પર ખોટી જગ્યાએ દબાવ પડવાથી થઈ શકે છે. સાઈટીકા એક નસ છે જે કમર અને હિપ થી થઈને તમારા પગની તરફ આવે છે. એવું માનવામાં આવે છે કે જમીન પર સૂવાથી સાયટીકા ના દુખાવામાં આરામ મળે છે.
5) જમીન પર સૂવાથી હિપ અને ખભાને પણ ફાયદો થાય છે. જમીન પર સૂવાથી ખભા, ગરદન અને કુલ્હા ના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે.
6) જમીન પર સૂવાથી પીઠના દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે. વાસ્તવમાં જમીન પર સૂવાથી કરોડરજ્જુ સીધું રહે છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને તનું પરિણામ એ આવે છે કે પીઠના દુખાવામાં આરામ મળે છે.
7) હાડકા અને સાંધા માં વાગ્યું હોય તો જમીન પર સૂવાની સલાહ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે જમીન પર સૂવાથી હાડકા ની સંરચના શ્રેષ્ઠ થાય છે.
જમીન પર સૂવાના નુકસાન:-
1) એ વાતનું ધ્યાન રાખવું કે જો તમને કોઇ ગંભીર રીતે વાગ્યું હોય તો ડોક્ટરની સલાહ લઈને જ જમીન પર સૂવું.
2) જો હાડકાં સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લીધા વગર જમીન પર સૂવું ન જોઈએ.
3) જમીન પર સૂવું ફાયદાકારક છે પરંતુ, ચોમાસુ અને શિયાળાની ઋતુમાં તમને બીમારીનું સંક્રમણ પણ થઈ શકે છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)