આ ઉનાળાની ઋતુમાં દહી ખાવું અત્યંત ગુણકારી છે અને દહી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે. દહીંની તાસીર ઠંડી હોવાથી શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. સાથે જ શરીરને પણ અનેક પ્રકારના ફાયદા પહોંચાડે છે. દહીંનું સેવન કરવું પેટ માટે પણ અત્યંત લાભદાયક છે, કારણ કે તે સારા બેક્ટેરિયાને વધારીને ડાઇજેશન સુધારવામાં મદદ કરે છે. દહી તો સ્વાસ્થ્ય માટે લાભદાયક છે જ પરંતુ તેની સાથે મધ મેળવવાથી અનેક પ્રકારના શારીરિક ફાયદા થાય છે. તેથી એક્સપર્ટ દહીં ની સાથે મધ ખાવાની સલાહ આપે છે. દહીં અને મધ મા પ્રોબાયોટિક્સ હોય છે. જો તમે દહીં અને મધનું કોમ્બિનેશન ના ફાયદા નથી જાણતા તો આ લેખ અવશ્ય વાંચો.
કેટલાક લોકો દહીમાં ખાંડ મેળવીને ખાય છે તો કેટલાક લોકો મીઠું – મરચું. પરંતુ જો કોઈ દહીંમાં મધ મેળવીને ખાય છે તો તેનાથી તેને વધારે ફાયદો મળી શકે છે. તેનું કારણ છે કે મધ પોષક તત્વોથી ભરપુર હોય છે અને તેને દહીંમાં મેળવીને ખાવાથી પોષક તત્વોની માત્રા વધી જાય છે
એક રિસર્ચ પ્રમાણે મધમા 17 ટકા પાણી હોય છે, 31 ટકા ગ્લુકોઝ અને 38 ટકા ફ્રકટોઝ હોય છે. તેની સાથે આ જસત, મેંગેનીઝ, કેલ્શિયમ, આયર્ન પોટેશિયમ, વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ પણ હાઈ હોય છે. જણાવવામાં આવ્યું છે કે એક ચમચી મધ માં 64 કેલેરી અને 17.30 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે.
બીજા રિસર્ચ પ્રમાણે દહીં ના પણ અનેક પ્રકારના ફાયદા બતાવાયા છે. દહીં પ્રોટીન, કેલ્શિયમ, પ્રોબાયોટીક્સ, મિનરલ, વિટામિન અને એન્ટી ઓક્સિડેન્ટ નો ખૂબ સારો સોર્સ છે. જો કોઈ દહીં ની સાથે મધનું સેવન કરે છે તો તેને અનેક પ્રકારના ફાયદા થાય છે.
1) પ્રટીનની કમી દૂર કરે:- દરેક જણ જાણે છે કે દહી પ્રોટીનના વેજિટેરિયન સોર્સમાંનું એક છે. જે લોકો એક્સરસાઇઝ કરે છે તે લોકોને વર્કઆઉટ થી પહેલા કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન વાળું ખાવા ખાવાની સલાહ આપવામાં આવે છે. દહી પ્રોટીનથી ભરપૂર હોય છે અને મધમાં ઉચ્ચ માત્રામાં ગ્લુકોઝ હોય છે. હવે એવા મા જે લોકો દહીમાં મધ મેળવીને ખાય છે તો તેનો ખૂબ સારો ફાયદો મળી શકે છે. આનુ સેવન વર્કઆઉટ બાદ પણ કરી શકાય છે. જેનાથી મસલ્સ રિકવરી માં પણ મદદ મળી શકે છે.
2) પ્રોબાયોટીક્સ નો સારો સોર્સ:- દહીં અને મધ બંને પ્રોબાયોટિક્સ થી ભરપૂર હોય છે. જે મૂળ રૂપે જીવિત બેક્ટેરિયા અને યીસ્ટ હોય છે. આ ડાઈજેશનમાં પણ મદદ કરે છે અને પેટના સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવી રાખે છે. તેથી એક્સપર્ટ દરેક ને ગરમીમાં દહી ખાવાની સલાહ આપે છે. જમવાની સાથે કે બ્રેકફાસ્ટમાં દહીંનું સેવન કરી શકાય છે.
3) હાડકા મજબુત બનાવે:- દહીમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે તેથી આ બંને નુટ્રીએન્ટ મળીને હાડકાંને મજબૂતી પ્રદાન કરે છે. જે લોકોને હાડકામાં દુખાવો હોય છે તે લોકોએ દહીં અને મધ ખાવાથી ઘણી રાહત મળે છે.
4) ઇમ્યુનિટી મજબૂત કરે:- દહીં અને મધ માં વિટામિન સી ઉપલબ્ધ હોય છે જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. એ વાત તો તમે જાણતા જ હશો કે કોરોના મહામારી ના સમયે ઇમ્યુનિટી વધારવા માટે વિટામીન સી વાળા ફૂડનું સેવન કરવાની સલાહ આપવામાં આવી હતી.
5) ડાયજેશન સારું રાખે છે:- ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકોને ડાયજેશન સારું થતું નથી તેથી લોકો હલકો ખોરાક ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો કોઈ ગરમીમાં દરરોજ કોઈને કોઈ રૂપે તેનું સેવન કરે છે તો તેને પેટ સંબંધી સમસ્યાઓ નહીં થાય અને ડાયજેશન પણ બિલકુલ સરસ રીતે થશે. અમે સલાહ આપે છે કે તમે ભોજનમાં દરરોજ એક વાડકી દહીં નું સેવન કરો કે એક ગ્લાસ લસ્સીનું સેવન કરો. લસ્સી માં પણ મધ નાખી શકાય છે
6) બીમારીઓથી બચાવે:- એક્સપર્ટ જણાવે છે કે દહીં અને મધને મેળવીને ખાવાથી કેટલીક બીમારીઓ પણ દૂર કરવામાં મદદ મળે છે. આ બીમારીઓમાં ઓસ્ટીયોપોરોસીસ, લોહી ગંઠાઈ જવું, ઝાડા, સ્થૂળતા, સંધિવા, હૃદય અને લોહી સંબંધિત રોગોનો સમાવેશ થાય છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)