પાણી આપણા જીવનનો અભિન્ન ભાગ છે. જેવી રીતે આપણા શરીર માટે વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, ફેટ, કાર્બોહાઇડ્રેટ વગેરે જરૂરી હોય છે તેવી જ રીતે પાણી પણ સ્વસ્થ શરીર માટે અત્યંત જરૂરી છે. આ શરીરને હાઈડ્રેટ રાખે છે, સાથે સાથે શરીરના કાર્યોને પણ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. આ જ કારણે હેલ્થ એક્સપર્ટ દિવસના 8 થી 10 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. જ્યારે વાત પાણી પીવાની આવે છે ત્યારે માત્ર તે કેટલી માત્રામાં લેવું એટલું જાણવું જરૂરી નથી પરંતુ તેને પીવાની રીત પણ જાણવી જરૂરી હોય છે. જો તમે ઉભા રહીને પાણી પીવો છો કે જલ્દી જલ્દી પાણી પીવો છો તો ફાયદો થવાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. તો જાણો પાણી પીતા સમયે કઈ કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ.
પાણી પીતા સમયે ન કરશો આ ભુલો:-
1) એક જ વારમાં બહુ બધું પાણી પીવું:- કેટલાક લોકો એક વાર માં ઘણું બધું પાણી પીવે છે. એટલું જ નહીં તમને તરસ લાગી હોય તો જરૂરત થી વધારે પાણી એકવારમાં જ પીવાનો પ્રયાસ કરો છો. તમને જણાવી દઈએ કે આ પાણી પીવાની સાચી રીત નથી. વળી એક દિવસમાં ત્રણથી ચાર લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે પરંતુ જો તમે આનાથી ઘણું બધું પાણી પીવો છો તો તેનાથી સોડિયમ નું સ્તર ઓછું થવાની સમસ્યા થઈ શકે છે.
2) વધુ જલ્દી જલ્દી પાણી પીવું:- જો તમે વધુ જલ્દી જલ્દી પાણી પીવો છો તો તેનાથી એકાએક લોહીમાં સોડિયમ અને વધુ પ્રવાહી પદાર્થોનું સંતુલન બગડી જાય છે જેનાથી શરીરમાં સોજાની સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં એડીમાં થવાનું જોખમ પણ વધી જાય છે.
3) ઉભા ઉભા પાણી પીવું:- જ્યારે ઊભા રહીને પાણી પીએ છીએ તો તેનાથી પેટ પર વધુ દબાણ થાય છે. ઉભા રહીને પાણી પીવાથી પાણી સીધું અન્નનળી દ્વારા દબાણ સાથે, તે ઝડપથી પેટમાં પહોંચે છે. તેનાથી પેટ અને પેટની આસપાસની જગ્યા અને પાચન તંત્રને નુકસાન થઈ શકે છે.
4) જમતા સમયે પાણી પીવું:- જમતા સમયે જો પાણી પીવો છો તો તેનાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. પાણી તમારા ગેસ્ટ્રિક જ્યૂસને પાતળું કરી દે છે અને તેથી ખોરાક પચાવવામાં મુશ્કેલી થાય છે, ખાસ કરીને પ્રોટીનને. આ સિવાય રિફ્લક્સની સમસ્યા પણ થઈ શકે છે. તેથી, પાણી હંમેશા ભોજનના 30 મિનિટ પહેલાં અને ભોજન ના 30 મિનિટ પછી જ પીવું જોઈએ.
5) વધુ ઠંડું પાણી પીવું:- ગરમીમાં જો તમે પણ ફ્રીઝનું ઠંડું પાણી પીવાનું પસંદ કરો છો તો જણાવીએ કે તે તમારી યોની તંત્રિકા ને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે તમારી ઇમ્યુનીટી પણ ઓછી થઇ શકે છે. તેથી વધુ પડતું ઠંડું પાણી પણ ન પીવું જોઈએ.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)