મિત્રો શિયાળામાં આપણા સ્વાસ્થ્યની વધુ કાળજી રાખવી પડે છે. તેથી લોકો શિયાળામાં ફીટ રહેવા માટે એવી વસ્તુઓનું સેવન કરવાનું પસંદ કરે છે જેથી આખા વર્ષ દરમિયાન પોતાની તંદુરસ્તી જળવાઈ રહે. આવી સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓમાં મેથીના લાડુ નો સમાવેશ થાય છે. મેથીના લાડુ એક ભારતીય પારંપરિક મીઠાઈ છે જે આયુર્વેદિક ઔષધીના રૂપમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. મેથીની તાસીર ગરમ હોય છે તેથી મેથીના લાડુ શિયાળાની ઋતુમાં ખાવામાં આવે છે. આનુ સેવન પાણી કે મુખ્ય રૂપે દૂધની સાથે સવારમાં કરવામાં આવે છે.
મેથીના લાડુ ખાવાના ફાયદા:-
મેથીના લાડુ શિયાળામાં સેવન કરવા ખૂબ જ ફાયદાકારક છે અને આ શરીરમાં ગરમાવો આપવાનું કામ કરે છે. તેની સાથે જ તેમાં ઉપલબ્ધ ઔષધીય ગુણ તમને સ્વાસ્થ્યવર્ધક રાખવામાં સહાયક થાય છે.
મેથીના લાડુમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, સોડિયમ, વિટામિન એ, કેલ્શિયમ અને આયર્ન જેવા જરૂરી તત્વો ઉપલબ્ધ હોય છે જે શરીર માટે ખૂબ જ લાભદાયક છે.
મોટાભાગે મહિલાઓને બાળકને જન્મ આપ્યા બાદ મેથીના લાડુ ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તેમાં હાજર પોષક તત્વ શરીરમાં વિવિધ પ્રકારની કમીઓને પૂરી કરવામાં સક્ષમ છે.મેથીના લાડુ ખાવાથી તમારું બ્લડ પ્રેશર અને સુગર બંને નિયંત્રિત રહે છે. તેને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે કારણ કે તેમાં ઉચ્ચ ઘૂલનશીલ ફાયબર હોય છે જે તમારા રક્ત સંચારમાં સુગર ની વિઘટન ની પ્રક્રિયા ઝડપી બનાવે છે.
મેથીના લાડુ તમારા શરીરમાં પાચન ક્રિયાને તંદુરસ્ત રાખે છે કારણકે તેમાં ફાઇબર, મિનરલ, વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે પેટને સાફ રાખવામાં મદદરૂપ થાય છે.
મેથીના લાડુ તમારા શરીરનું વજન ઓછું કરવામાં સક્ષમ છે. આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેને સીમિત પ્રમાણમાં જ ખાવું જોઈએ નહીં તો તમારું વજન પણ વધારી શકે છે.
મેથીના લાડુમાં કેન્સર જેવી બીમારીને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે. મેથીમાં હાજર ફાઇબરની સામગ્રી અને એસ્ટ્રોજેનિક પ્રભાવ હોય છે જે હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરાપી નો એક સારો વિકલ્પ માનવામાં આવે છે. નિષ્ણાંતોનું માનીએ તો મેથીમાં હાજર ખનીજથી કેન્સરની વિરુદ્ધ લડવામાં ખૂબ જ મદદ મળે છે.
મેથીના લાડુ નું નિયમિત રૂપે સેવન કરવાથી વાળ ખરતા પણ ઓછા થાય છે. વળી મેથી માં નિકોટીનિક એસિડ અને પ્રોટીન હોય છે, જે વાળને ખરતા અટકાવે છે. ટાલની સમસ્યા દૂર કરવા અને વાળને પાતળા થવા જેવી અનેક સમસ્યાઓનું સમાધાન કરે છે. તેના સિવાય મેથીમાં વધુ પ્રમાણમાં લેસીથીન હોય છે જે વાળને હાઇડ્રેટ કરીને તેને જળ મજબૂત બનાવે છે.
જે લોકોને મોટાભાગે સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તેમને મેથીના લાડુનું સેવન નિયમિત રૂપે કરવું જોઈએ. વિશેષ રૂપે શિયાળાની ઋતુમાં મેથીના લાડુ દુખાવાથી રાહત પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેના સિવાય શિયાળાની ઋતુમાં મેથીના લાડુ ખાવાના અનેક ફાયદા થાય છે.
આ શરીરને ગરમાવો આપીને એક યોગ્ય તાપમાન પ્રદાન કરે છે, જેથી વૃદ્ધ વ્યક્તિઓને શિયાળામાં મેથીના લાડુ ખાવાની સલાહ આપવામાં આવે છે. મેથીના લાડુ ન કેવળ અનેક રોગો ઠીક કરે છે પરંતુ તેનું નિયમિત સેવન કરવાથી આ કોઈપણ બીમારીમાં જલ્દી રિકવર કરવામાં વધુ સહાયક છે.
મેથીના લાડુ બનાવવા માટે મેથીના બીજ નો ઉપયોગ કરવામાં આવે છે જે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેની સાથે જ તેને સ્વાદિષ્ટ બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં એક મુખ્ય ભૂમિકા ભજવે છે. મેથીના લાડુમાં તમે કાજુ, બદામ, પિસ્તા વગેરે ડ્રાયફ્રૂટ અને ઘી નાખી શકો છો
મેથીના લાડુ ના અસંખ્ય લાભ છે તેથી તેને ભારતમાં એક મીઠાઈ થી વધારે આયુર્વેદિક ઔષધીઓમાં ગણવામાં આવે છે. મેથીના લાડુ તમારા શરીરને અનેક રીતે લાભ પ્રદાન કરે છે. મેથી ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે. આ તમારા શરીરને અંદરથી ગરમ રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)