મિત્રો આજ ની ખરાબ ખાણીપીણી, ગતિવિહીન જીવનશૈલી અને એક્સરસાઇઝની કમીના કારણે કબજિયાતની સમસ્યા થવી સામાન્ય બાબત છે. કબજિયાત એટલે કે પેટ સંપૂર્ણ રીતે સાફ ન થવું. આવું સતત થવાથી તમને બવાસીર સાથે પેટથી જોડાયેલી અનેક સમસ્યાઓ થઈ શકે છે.
એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે પાચનતંત્રમાં ખરાબી થવાના કારણે આમ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ત્રણ દિવસથી વધારે સમય સુધી ફ્રેશ ન થઈ શકે તો સમજો કે તેને કબજિયાત ની બીમારી થઈ ગઈ છે. કબજિયાત થવાના કારણોમાં આખો દિવસ આળસુ બનીને રહેવું છે. તેનો તાત્કાલિક ઈલાજ જરૂરી છે.
1) કબજિયાતના કારણ:- મુખ્ય રૂપે કબજિયાતના કારણોમાં અનિયમિત ખાનપાન, રાત્રે જમ્યા બાદ તુરંત સુઈ જવું, ઓછું પાણી પીવું, તળેલા અને મસાલેદાર ભોજનનું વધુ સેવન કરવું, એક જ પ્રકારના ભોજનને સતત ખાવું, ભોજન કર્યા બાદ એક જ સ્થાન પર બેસી રહેવું અને પેન કિલર જેવી કોઈ દવાઓનું વધારે સેવન કરવું સામેલ છે.
કબજિયાતથી રાહત મેળવવાના આયુર્વેદિક ઉપાય:-
1) લીંબુ:- સવારમાં ઉઠ્યા બાદ પાણીમાં લીંબુનો રસ અને સંચળ નાખીને પીવો. તેનાથી પેટ સારી રીતે સાફ થશે અને કબજિયાતની સમસ્યા નહીં થાય.
2) હરડે ચૂર્ણ:- દરરોજ રાત્રે હરડેનું ચૂર્ણ કે ત્રિફળાને હુંફાળા પાણી સાથે પીવો. તેનાથી કબજિયાત દૂર થશે સાથે જ પેટમાં ગેસ થવાની સમસ્યાથી પણ છુટકારો મળશે.
3) મધ:- કબજિયાત માટે મધ ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે સુતા પહેલા એક ચમચી મધને એક ગ્લાસ પાણી સાથે મેળવીને પીવો આનુ નિયમિત રૂપે સેવન કરવાથી કબજિયાત ની સમસ્યા દૂર થશે.
4) કાળી કિસમિસ:- લગભગ 8 થી 10 ગ્રામ કાળી કિસમિસને પાણી માં રાત્રે પલાળી દો. સવારમાં તેના બીજ કાઢીને દૂધમાં ઉકાળીને ખાઓ અને દૂધ પી લો. કાળી કિસમિસ ને રાત્રે પલાળી દો અને સવારમાં તેના બીજ કાઢીને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લો.
5) અંજીર:- અંજીર પણ કબજિયાતથી છુટકારો અપાવે છે. અંજીરને રાત્રે પલાળી દો અને સવારમાં ખાલી પેટે ખાઈ લો. માત્ર અઠવાડિયું જ આમ કરવાથી કબજિયાતથી રાહત મળે છે. કબજિયાતની સમસ્યા હોય તો મોસમી ફળ અને શાકભાજી ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ.
6) બીલીનું ફળ:- બીલી નું ફળ કબજિયાતની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. અડધો કપ બીલીનો પલ્પ અને એક ચમચી ગોળનું સેવન સાંજે ભોજન કરતા પહેલા કરો. બીલીના ફળનું શરબત પણ કબજિયાતમાં ફાયદાકારક છે.
7) સાકરની ચા:- સવારમાં ચા ની જગ્યાએ તેમાં સાકર મેળવીને પીવો. જેને કબજિયાત સાથે બળતરા ન થતી હોય કે ડાયાબિટીસના દર્દી હોય તેઓએ સાકર મેળવ્યા વગર જ પીવો. કબજિયાતમાં ગાયના હૂંફાળા ગરમ દૂધને રાત્રે સુતા પહેલા પીવું ફાયદાકારક છે.
8) પપૈયુ:- કબજિયાતના ઈલાજ માટે પપૈયું ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન ડી હોય છે. દિવસમાં એક વાર પપૈયાનું સેવન કબજિયાત દૂર કરે છે. પાકેલું જામફળ પણ તેટલું જ ફાયદાકારક છે.
9) આખા ધાણા:- જો કોઈને કબજિયાતની સાથે બળતરા થતી હોય તો એક ચમચી આખા ધાણા અને વરિયાળીને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દો તેને સવારમાં વાસી મોઢે પીવો. આ ઉપચાર નિયમિત રૂપે સતત કરવાથી તમને કબજિયાતથી રાહત મળે છે.
10) ખૂબ પાણી પીવો:- કબજિયાતથી રાહત મેળવવા માટે તમારે દિવસ દરમિયાન ખૂબ જ પાણી પીવું જોઈએ. આમ તો દરેક વ્યક્તિએ 8 ગ્લાસ પાણી પીવું જોઈએ, પરંતુ કબજિયાતના દર્દીઓએ વધારે પાણી પીવું જોઈએ. તળેલું-શેકેલું અને મસાલેદાર ખાવાથી પરેજી કરવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)