મિત્રો આજની ખાણીપીણી અને રહેણીકરણીને જોતા આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારની બીમારીઓ ઘેરી વળે છે. આવી બીમારીઓમાં એક કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા છે જે શિયાળાની ઋતુમાં વધવાની શક્યતાઓ વધુ જોવા મળે છે. કોલેસ્ટ્રોલ વધવાના કારણે હૃદયથી જોડાયેલી અનેક બીમારીઓનું જોખમ વધી જાય છે, કારણ કે કોલેસ્ટ્રોલ વધવા પર નસોમાં લોહી જામવા લાગે છે, અને જ્યારે આ વધારે વધી જાય છે તો તેને બ્લોક કરી દે છે. જેના કારણે લોહીનો પ્રવાહ શરીરમાં યોગ્ય રીતે નથી થઈ શકતો અને હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
તેથી તેને નિયંત્રિત કરવું અત્યંત જરૂરી છે. કોલેસ્ટ્રોલ વધવાથી શરીર પર અનેક પ્રકારના લક્ષણો દેખાવાના શરૂ થઈ જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ ના લક્ષણો દેખાય તો નજર અંદાજ ન કરવું જોઈએ. તેને નિયંત્રિત કરી લેવું જોઈએ. તો આવો જાણીએ કોલેસ્ટ્રોલ વધવાના કયા કયા લક્ષણો હોય છે અને તેને નિયંત્રિત કરવા માટે કયા કયા ઉપાય હોય છે.
કોલેસ્ટ્રોલ વધવાના 10 લક્ષણ:-
1) કમજોરી અને થાકનો અહેસાસ થવો. 2) સીડીઓ ચઢતી વખતે શ્વાસ ચઢવો. 3) વજન અચાનક થી વધવું.
4) હાથ અને પગ સુન્ન અને ઠંડા થવા. 5) પગ અને એડીઓમાં દુખાવો થવો. 6) ત્વચા અને નખનો રંગ બદલાવો.
7) આંખોમાં પીળા રંગ. 8) વધુ પરસેવો આવવો. 9) છાતીમાં દુખાવો થવો. 10) હાઈ બ્લડ પ્રેશર.
કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવાના ઉપાય:-
1) અળસી ના બીજ:- શરીરમાં વધતા કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માટે અળસીના બીજનું સેવન ફાયદાકારક છે. કારણ કે તેમાં ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ ઉપલબ્ધ હોય છે જે કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
2) ઓટ્સ:- ઓટ્સમાં ફાઇબરનું સારું પ્રમાણ ઉપલબ્ધ હોય છે. તેથી કોલેસ્ટ્રોલ વધવા પર તમારે તમારા ડાયટમાં ઓટ્સને સામેલ કરવું જોઈએ તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ મળે છે.
3) સફરજન:- સફરજન માં પણ ફાઇબર ઉપલબ્ધ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ ને વધારવામાં મદદ કરે છે.
4) સંતરા:- સંતરા ફાઇબર અને વિટામિન સી થી ભરપૂર હોય છે. તેથી કોલેસ્ટ્રોલ વધવા પર તમારે સંતરા નું સેવન કરવું જોઈએ. તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ મળે છે.
5) મેથીના બીજ:- મેથીના બીજ ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે જે શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરે છે. તેથી તમે મેથીના પાણીનું સેવન પણ કરી શકો છો.
6) અર્જુન ની છાલ:- કોલેસ્ટ્રોલ વધવા પર તમે અર્જુન ની છાલનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં હાજર ગુણ કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
7) વૉકિંગ:- કોલેસ્ટ્રોલ ના સ્તરને ઘટાડવામાં સૌથી રામબાણ ઈલાજ છે, દરરોજ 30 મિનિટ ચાલવું. નિયમિત રૂપે ચાલવાથી કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે
8) લસણ:- જો તમે દરરોજ ખાલી પેટે બે લસણની કળીઓને હૂંફાળા પાણી સાથે સેવન કરો છો તો તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટે છે.
9) સફરજનનો સરકો:- કોલેસ્ટ્રોલ વધવા પર જો તમે દરરોજ એક ગ્લાસ હૂંફાળા પાણીમાં સફરજનના સરકાને મેળવીને પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ નું લેવલ ઘટે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)