મિત્રો શિયાળાની ઋતુ પૂર જોશમાં ચાલી રહી છે. આ ઋતુમાં બીમારીઓનું જોખમ વધી જાય છે. તેથી જેટલું કાળજીપૂર્વક રહીએ તેટલું આપણા માટે સારું છે. નાની સરખી ભૂલ થવા પર તમને ઠંડી ભરાઈ શકે છે. જો તમને એવું લાગી રહ્યું હોય કે ખૂબ જ માથામાં દુખાવો થઈ રહ્યો છે, નાક વહી રહ્યું છે, ઉધરસ કે શરીરમાં દુખાવો થઈ રહ્યો છે તો આ ઠંડી ભરાવાના લક્ષણો છે. જો આમાંથી કોઈપણ પ્રકારના લક્ષણ હોય તો તુરંત સાવધાન થઈ જાઓ. કેટલાક ઘરેલુ ઉપચાર અપનાવીને તમે આનાથી છુટકારો મેળવી શકો છો
1) મધ:- મધ આયુર્વેદિક ગુણોથી ભરપૂર ઔષધિ છે. તેમાં બેક્ટેરિયા અને વાયરસને મારવાની ક્ષમતા હોય છે. હુંફાળા પાણીમાં એક અથવા બે ચમચી મધ નાખીને તેને સરસ રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેનું સેવન કરો. તેનાથી ઘણો જ આરામ મળશે. ત્રણ ચાર વાર આ રીતે પીવાથી ગળાની ખરાશ માં પણ ઘણી જ રાહત મળશે. તેમાં એક ચમચી લીંબુનો રસ પણ મેળવી શકો છો.
2) ધાણા, જીરું, વરિયાળી અને મેથી:- ધાણા, જીરું, મેથી અને વરિયાળીને પીસી લો. થોડી સાકરને પાણીમાં નાખીને ઉકાળી લો. ઉકળેલા પાણીમાં આ મિશ્રણને મેળવી લો અને આરામથી પીવો. તેનાથી શરદી માં ઘણો જ લાભ થશે. જરૂરત પ્રમાણે દૂધ પણ મેળવી શકો છો, તેનાથી શરદીમાં તુરંત જ રાહત મળશે.3) આદુ, ગોળ, અને દેશી ઘી:- ઠંડીની ઋતુમાં આદુ ખૂબ જ ફાયદાકારક છે. ઠંડી લાગવા પર આદુ, ગોળ અને દેશી ઘી નો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. આદુને પીસીને દેશી ઘી અને ગોળની સાથે મેળવી લો. ધ્યાન રાખો કે ત્રણેયનું પ્રમાણ લગભગ સરખું જ હોય. મિશ્રણ બનાવીને દરરોજ સવારમાં ખાલી પેટે તેનું સેવન કરો. તેનાથી તમારી ઠંડી દૂર થઈ જશે અને તમને આરામ મળશે.
4) હળદર વાળું દૂધ:- ઠંડી કે શરદી થવા પર હળદરના દૂધનું સેવન કરો. હળદરમાં બેક્ટેરિયા અને વાયરસને મારવાની જબરજસ્ત ક્ષમતા હોય છે. દૂધ ગરમ કરો અને તેમાં એક ચમચી હળદર મેળવો. તેનું સેવન કરવાથી તમને ખૂબ જ આરામ મળશે.
5) નાસ લો:- પાણી ગરમ કરો અને તેને કોઈ મોટા વાસણમાં નાખો. ત્યારબાદ માથા ઉપર ટુવાલ કે કોઈ કપડું નાખીને એવી રીતે ઢાંકી લો કે વરાળ નાક ની અંદર જાય. પાંચ થી દસ મિનિટ સુધી આમ કરી શકો છો. આમ કરવાથી તમને શરદી થી ખૂબ જ લાભ મળશે.
(નોંધ. જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)