કઠોળ આપણા શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે, તેમાંય અંકુરિત કઠોળ શરીરને બે ઘણો ફાયદો કરે છે. આવા જ ફણગાવેલા કઠોળમાં એક ચણા છે,જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. ચણા માં એટલા પોષક તત્વો હોય છે કે નિયમિત રૂપે જો તમારા ડાયટમાં સામેલ કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યથી જોડાયેલી દરેક સમસ્યાઓ દૂર કરી શકાય છે.
સ્વાસ્થ્યના હિસાબથી કાળા ચણા ફાયદાકારક છે. આમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેના સિવાય કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન વગેરે પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. ચણાને ફણગાવીને ખાવાથી તેના ગુણો અનેક ઘણા વધી જાય છે. લોહીની કમી દૂર કરવા સિવાય ચણા તમારો થાક દૂર કરે છે અને મગજને તેજ પણ બનાવે છે, એટલું જ નહીં નિયમિત રૂપે ચણા ખાવાથી તમારું પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ ફણગાવેલા ચણા ના સ્વાસ્થ્યને થતાં ફાયદા.
1)કમજોરી દૂર કરે:- જો તમારું શરીર કમજોર હોય કે તમને શરીરમાં દર વખતે થાકનો અહેસાસ થતો હોય તો તમારે નિયમિત રૂપે ફણગાવેલા ચણા જરૂરથી ખાવા જોઈએ. આ એનર્જીનો શ્રેષ્ઠ સોર્સ છે. ચણા ખાવાથી તમારી કમજોરી ઝડપથી દૂર થાય છે.
2) લોહીની કમી દૂર કરે:- નિયમિત રૂપે ચણા ખાઈને તમે શરીરમાં લોહીની કમી ઝડપથી દૂર કરી શકો છો.એનીમિયાના દર્દીઓ માટે પલાળેલા ચણા રામબાણ ઈલાજ છે. શરીરમાં લોહીની કમી દૂર થવાથી સ્વાસ્થ્યથી જોડાયેલી દરેક સમસ્યાઓ પણ નિયંત્રિત કરી શકાય છે.
3) પાચનતંત્ર માટે સારા:- જે લોકોને પાચન થી જોડાયેલી તમામ સમસ્યાઓ છે તેમના માટે પણ આ કાળા ફણગાવેલા ચણા અત્યંત ફાયદાકારક છે. તેના સિવાય આ ચણા કબજીયાતની સમસ્યાને દૂર કરે છે.
4) હાડકાંની મજબૂતી માટે:- જે લોકોનાં હાડકા કમજોર છે કે હાડકા સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા છે તેઓ આ કાળા ચણાનું સેવન કરી શકે છે. કેલ્શિયમ આયર્ન કાર્બોહાઈડ્રેટ અને વિટામીનથી યુક્ત હોવાના કારણે ચણા હાડકા માટે ખૂબ જ સારા ગણાય છે.
5) વજન નિયંત્રિત કરે:- પ્રોટીન અને ફાઇબરનો શ્રેષ્ઠ સોર્સ હોવાના કારણે કાળા ચણા વજન ઘટાડવા વાળા લોકો માટે પણ ફાયદાકારક છે. વેઈટ લોસ કરવા વાળા લોકો આને પોતાના ડાયટમાં સામેલ કરે તો તેમને ઘણી મદદ મળી શકે છે.
કેવી રીતે કરવું ચણાનું સેવન:- ચણાને સવારથી રાત સુધી પાણીમાં પલાળીને રાખો. રાત્રે તેમાંથી પાણી કાઢી ને ચણાને એક કાપડમાં બાંધી દો. જો તમે ઈચ્છો તો ચણાને સ્પ્રાઉટ મેકર ની મદદ લઈને અંકુરિત કરી શકો છો. દરરોજ લગભગ એક મુઠ્ઠી ફણગાવેલા ચણા ને સવારે ખાલી પેટે ખાઓ. ચણા ખાધા બાદ લગભગ એક કલાક સુધી કોઈ જ વસ્તુ ખાવી નહીં.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…