આપણી આસપાસ અનેક પ્રકારની વનસ્પતિનો ખજાનો છે. આ વનસ્પતિઓ આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. આ વનસ્પતિઓ માં એક સરગવો છે જેને આયુર્વેદમાં પણ ઔષધીના રૂપે ઉપયોગમાં લેવાય છે. સરગવાનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીઓના ઈલાજમાં કરવામાં આવે છે. શરદી, ઉધરસ, ગળામાં ખરાશ અને છાતીમાં કફ જામી જવા પર સરગવાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે.
તમે ઇચ્છો તો સરગવાનો ઉપયોગ શાક બનાવીને કે બાફીને પણ કરી શકો છો. તેના સિવાય તેને પાણીમાં સારી રીતે ઉકાળીને તેનું પાણી પણ પીવું ફાયદાકારક છે. જો તમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોય તો સરગવાનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક છે. સરગવાનું સૂપ પીવું સૌથી વધારે ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી ઉપલબ્ધ હોય છે. વિટામીન સી સિવાય તેમાં બીટા કેરોટીન, પ્રોટીન અને અનેક પ્રકારના ક્ષાર થી ભરપૂર હોય છે. આ મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે. આ દરેક તત્વો શરીરના પૂર્ણ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
કેવી રીતે બનાવવું સરગવાનું સૂપ:- સરગવાની સિંગ ને નાના નાના ટુકડામાં કાપી લો. બે કપ પાણી લઈને તેને ધીમી આંચ પર ઉકળવા માટે મૂકી દો. જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં કાપેલા સરગવાને નાખી દો. તમે ઈચ્છો તો તેમાં સરગવાના પાન પણ મેળવી શકો છો. જ્યારે પાણી અડધું રહી જાય ત્યારે સરગવાના સિંગ ની વચ્ચેના પલ્પને કાઢી લો. અને ઉપરનો ભાગ અલગ કરી લો. તેમાં થોડું મીઠું અને કાળા મરીનો પાવડર મેળવીને પીવો.
સરગવાનું સૂપ પીવાના ફાયદા:-
1) સરગવાનું સૂપ નીયમિત પીવાથી જાતીય સ્વાસ્થ્ય માટે સારુ હોય છે. સરગવો મહિલા અને પુરુષ બંને માટે સમાન રૂપે ફાયદાકારક છે.
2) સરગવામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે જે અનેક પ્રકારના સંક્રમણ થી સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે. તેના સિવાય આમાં હાજર વિટામીન સી ઇમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે.
3) સરગવાનું સૂપ પાચનતંત્રને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે. તેમાં હાજર ફાઇબર કબજિયાતની સમસ્યા માં છુટકારો અપાવે છે.
4) અસ્થમા ની ફરિયાદ થવા પર સરગવાનું સૂપ પીવું ફાયદાકારક છે. શરદી-ઉધરસ અને કફથી છુટકારો મેળવવા માટે તેનો ઉપયોગ ઘરેલુ ઔષધી રૂપે કરી શકાય છે.
5) સરગવાનું સૂપ લોહીના શુદ્ધિકરણમાં મદદરૂપ થાય છે. લોહી શુદ્ધ થવાના કારણે ચહેરા પર નિખાર આવે છે.
6) ડાયાબિટીસ નિયંત્રિત કરવા માટે પણ સરગવાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)