મિત્રો તમે બીન્સનું નામ તો સાંભળ્યું જ હશે. બીન્સ એક પ્રકારની શાકભાજી છે જેનો ઉપયોગ સ્વાદિષ્ટ શાક બનાવવા, સલાડ બનાવવા અને અનેક પ્રકારના શાકની સાથે મેળવીને કરી શકાય છે. બીન્સમાં ઘણા બધા એવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો મિત્રો આજે આપણે બીન્સ ખાવાના ફાયદા વિશે જાણીશું.
બીન્સ માં ઉપલબ્ધ પોષક તત્વો:- બીન્સમાં કેલ્શિયમ, પ્રોટીન, એન્ટિઓક્સિડન્ટ, વિટામીન એ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટીન, થાયમીન, રાયબોફ્લેવીન, નિયાસીન, વિટામીન સી જેવા ઘણા બધા વિટામીન અને મિનરલ ઉપલબ્ધ હોય છે.
બીન્સ ખાવાના ફાયદા:-
1) બીન્સનું સેવન કરવું હૃદય સંબંધી રોગો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ બીન્સનું સેવન કરવાથી આ શરીરને ભરપૂર પ્રમાણમાં ફાઇબર પ્રદાન કરે છે અને કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. તેના સિવાય બીન્સ ખાવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત રહે છે અને શરીરના કોઈપણ ભાગમાં આવેલા સોજાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
2) બીન્સ ખાવાથી કેન્સર જેવી અનેક ઘાતક બીમારીઓથી બચી શકાય છે કારણ કે બીન્સમાં ફ્લેવોનોઈડ, કૈમ્પફ્રોલ અને કયુરેટિન જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે શરીરમાં થતા અનેક પ્રકારના કેન્સર ને રોકે છે. બીન્સનું સેવન એવી મહિલાઓને અઠવાડિયામાં લગભગ ત્રણ વાર અવશ્ય કરવું જોઈએ જે સ્તનપાન કરાવતી હોય, તેનાથી તેમને સ્તન કેન્સર થવાનું જોખમ ઓછું રહે છે.
3) બીન્સનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. અઠવાડિયામાં બે થી ત્રણ વાર સવાર, સાંજ કે દિવસના ભોજન માં બીન્સનો ઉપયોગ કરવામાં આવે તો આંખોમાં થતી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે કારણ કે બીન્સ માં વિટામીન એ ઉપલબ્ધ હોય છે, જે આંખો માટે એક જરૂરી વિટામિનના રૂપમાં ઓળખાય છે. બીન્સના સેવનથી આંખોની રોશની વધે છે અને આંખ સંબંધી અનેક રોગોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે.
4) ગર્ભાવસ્થામાં બીન્સ ખાવા ખૂબ જ સારા માનવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓએ પોતાના ભોજન માં બીન્સનું સેવન કરવું જોઈએ. કારણ કે બીન્સમાં ફોલેડ યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે ગર્ભમાં રહેલા શિશુ અને તેની માતાના વિકાસ માટે આવશ્યક હોય છે.
5) બીન્સ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે. બીન્સ માં ફાઇબરનું વધુ પ્રમાણ ઉપલબ્ધ હોય છે જે પાચન ક્રિયાને મજબૂત બનાવવા અને અનેક ઘાતક રોગો જેવા કે બવાસીર, કબજિયાત, અને એસિડિટી વગેરે નથી થવા દેતું. તેના સિવાય તેમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જેને ખાવાથી વજનને ઓછું કરવામાં મદદ મળે છે. જે લોકોને સ્થુળતાની સમસ્યા હોય તેઓએ પોતાના ભોજનમાં અન્ય કેલેરી યુક્ત શાકભાજીનું સેવન ન કરતા બીન્સનું સેવન કરવું જોઈએ.
6) બીન્સનું સેવન કરવાથી આ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક હોય છે કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ ઉપલબ્ધ હોય છે. જે લોહીમાં સુગરના પ્રમાણને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેના સિવાય આનું સેવન કરવાથી માસિક ધર્મમાં થતી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. કારણ બીન્સ ફેટ અને કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે અને તેનું સેવન કરવાથી મહિલાઓ નિયમિત રૂપે માસિક ધર્મમાં થાય છે.
7) બીન્સ હાડકા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામીન સી ઉપલબ્ધ હોય છે જે આયર્નનું અવશોષણ કરીને કોલેજોલ બનાવે છે. કોલેજોલ હાડકા માટે ખૂબ જ આવશ્યક હોય છે તેનાથી હાડકા મજબૂત રહે છે અને હાડકા સંબંધીત રોગો નથી થતા.
8) બીન્સ ખાવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં વિટામીન સી પ્રાપ્ત થાય છે અને વિટામીન સી શરીરની કોશિકાઓમાં સુધાર કરવામાં મદદરૂપ થાય છે. તેના સિવાય બીન્સ ખાવાથી આ શરીરમાં વાગેલા અને બળેલા ઘાવ ને ભરવામાં મદદ કરે છે. બીન્સ શરીરને સુરક્ષા પ્રદાન કરે છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)