મિત્રો આજનું અસંતુલિત ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે મોટી સંખ્યામાં લોકો ડાયાબિટીસની સમસ્યાનો શિકાર થઈ રહ્યા છે. આંકડા પ્રમાણે આવનાર કેટલાક વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓ ભારતમાં વિશ્વમાં સૌથી વધારે હશે. ડાયાબિટીસ ખાન પાન અને જીવનશૈલીથી જોડાયેલી સમસ્યા છે અને યોગ્ય સમય પર તેનો ઈલાજ ન કરવાથી દર્દીને અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
શરીરમાં બ્લડ સુગરનું લેવલ વધવા કે ઘટવાની સ્થિતિને મધુમેહ કે ડાયાબિટીસ કહેવાય છે. લો બ્લડ સુગરની સમસ્યામાં તમારા શરીરમાં હાજર લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે આવી સ્થિતિને હાઈપોગ્લાયસીમિયા કહેવાય છે. નોર્મલ બ્લડ સુગરથી ઓછી રેન્જ થવાની સ્થિતિ લો બ્લડ સુગર હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સેવન ખૂબ જ ફાયદાકારક રહે છે તો આવો જાણીએ તેના વિશે
અસંતુલિત ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીના કારણે તમે લો બ્લડ સુગરની સમસ્યાનો શિકાર થઈ શકો છો. આ સમસ્યા જે લોકોને ડાયાબિટીસ નથી તેમને પણ થઈ શકે છે. હાઇપોગ્લાયસીમિયા બ્લડ શુગરમાં તમારાં શરીરમાં બ્લડ સુગર ની રેન્જ ઘટીને 70 mg/dL (3.9 mmol/L) થી ઓછી થઈ જાય છે. લો બ્લડ સુગરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે આ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સેવન કરી શકો છો.
1) મધ:- લાંબા સમયથી કંઈ ન ખાવાથી કે શરીરમાં ગ્લુકોઝ ન બનવાના કારણે તમે લો બ્લડ સુગરની સમસ્યાનો શિકાર બની શકો છો. બ્લડ સુગર લો થાય ત્યારે મધનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. મધમા કાર્બોહાઈડ્રેટનું પૂરતું પ્રમાણ હોય છે અને તેનું સેવન કરવાથી શરીરમાં ગ્લુકોઝ વધવા લાગે છે. તેથી લો બ્લડ સુગર ના લક્ષણ જોવામાં આવે તો મધ ખાવાની સલાહ આપવામાં આવે છે.
2) તજ:- લો બ્લડ સુગરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તજનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે. તજમાં હાજર ગુણ શરીરમાં ઇન્સ્યુલિન રજીસ્ટેન્સ ઠીક કરવા અને બ્લડ સુગર લેવલને સારું બનાવવામાં ખૂબ જ મદદ કરે છે. દરરોજ અડધી ચમચી તજનું સેવન કરવાથી તમને બ્લડ સુગરની સમસ્યા દૂર કરવામાં ખૂબ જ ફાયદો થશે. દરરોજ અડધી દળદ
3) લવિંગ:- લવિંગમાં ઔષધીય ગુણો અને પોષક તત્વોના કારણે તેને ઔષધીના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. લવિંગમાં એન્ટીઇમ્ફલેમેટ્રી અને ઇન્સ્યુલિન પ્રોડક્શન ને ઠીક રાખવાના ગુણ હોય છે. લો બ્લડ સુગરની સમસ્યામાં લવિંગનું સેવન કરવાથી તમને ઘણો ફાયદો થશે.
4) એલોવેરા:- એલોવેરા ને આયુર્વેદમાં ખૂબ જ શક્તિશાળી ઔષધી માનવામાં આવે છે. તેમાં હાજર ગુણ અને પોષક તત્વો લો બ્લડ સુગરની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ બે ચમચી એલોવેરાનું જ્યુસ પીવાથી તમને લો બ્લડ સુગરની સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે.
લો બ્લડ સુગરની સમસ્યા લાંબા સમયથી કંઈ ન ખાવાના કારણે પણ થઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે ખાનપાન અને જીવનશૈલીનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. લો બ્લડ સુગર ના લક્ષણો જોવાતા જ દર્દીએ ઉપર જણાવેલી ઔષધીઓનું સેવન કરવાથી રાહત મળી શકે છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)