ઉનાળાની ઋતુમાં આપણા સ્વાસ્થ્યનું વિશેષરૂપે ધ્યાન રાખવું પડે છે. તેમાં વિશેષ કરીને ખાણીપીણી પર ધ્યાન રાખવું પડે છે. ઉનાળામાં લીલા શાકભાજીનું સેવન અત્યંત જરૂરી હોય છે. ઉનાળાની ઋતુમાં મળતા સૌથી જરૂરી શાકભાજીમાં એક શાક ભીંડા છે. જેને લોકો અલગ-અલગ રીતે ખાવાનું પસંદ કરે છે. ભીંડા નું શાક માત્ર તમારા સ્વાદ ને જ નથી વધારતું પરંતુ તેના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. ભીંડામાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે. આ વિટામિન્સ, મિનરલ્સ સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ભીંડામાં હાઈ ફાઈબર હોવાથી પાચનક્રિયા માટે શ્રેષ્ઠ છે. સાથે બ્લડશુગરને પણ બેલેન્સ કરે છે. આવો વિસ્તારપૂર્વક જાણીએ ભીંડાના સેવનથી થતા ફાયદા.
હૃદય:- ભીંડા હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે. ભીંડામાં પેક્ટિન નામનું ઘટક હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે ખરાબ કોલેસ્ટ્રોલ હૃદયરોગનું કારણ બને છે અને ભીંડાના સેવનથી આને નિયંત્રિત કરી શકાય છે.
બ્લડ સુગર:- ડાયાબિટીસના દર્દીઓ માટે ભીંડા એક સારો વિકલ્પ છે. કારણ કે આમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. પાચનતંત્ર ની સાથે સાથે શરીરમાં બ્લડ સુગરના સ્તરને પણ નિયંત્રિત રાખે છે.
કેન્સર:- શોધ દ્વારા જાણવા મળ્યું છે કે ભીંડામાં અન્ય શાકભાજીઓની તુલનામાં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે એન્ટીઑકિસડન્ટ કોષોને ઓક્સિડેટીવ નુકસાન અટકાવે છે અને તેથી કેન્સરનું જોખમ ઘટાડે છે. ફાઇબર હેલ્થી ડાઈજેશન ને જાળવી રાખે છે. અને કોલન કેન્સરના જોખમને રોકે છે.
ઇમ્યુનિટી:- ભીંડામાં વિટામિન સી હોય છે જે ઇમ્યુનિટી માટે ખૂબ જ જરૂરી છે.અને આ સામાન્ય ઇન્ફેક્શનને રોકવા માટે ઓળખાય છે. સો ગ્રામ ભીંડાનું દરરોજ સેવન કરવાથી જરૂરી પ્રમાણમાં વિટામીન સી આપણી બોડીને સરળતાથી મળી રહે છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)