આજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલ, ખોરાકમાં પોષક તત્વોની ઉણપ અને વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં ઘૂંટણના દુખાવા નો પણ સમાવેશ થાય છે. મોટા ભાગે પહેલા 40ની ઉંમર પછી લોકોને ઘૂંટણ નો દુખાવો હેરાન કરે છે. પરંતુ હવે બાળકો અને યુવાનોમાં પણ આ સમસ્યા જોવા મળે છે એવામાં તેઓ આ દુખાવાથી રાહત મેળવવા માટે દર્દનિવારક ગોળીઓનો સહારો લે છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
જો તમે ઈચ્છો તો કુદરતી રીતે પણ ઘુટણ ના દુખાવા ને ઠીક કરી શકો છો. કુદરતી ઉપચારમાં તમે અખરોટનું સેવન કરી શકો છો. અખરોટ ઘૂંટણોના દુખાવાને દૂર કરવા માટે અસરકારક ઉપાય છે. અખરોટનું નિયમિત સેવનથી તેમાં હાજર તત્વો ઘૂંટણના દુખાવા ને દૂર કરવામાં મદદરૂપ થાય છે. અખરોટ ઘૂંટણના દુખાવો દૂર કરવા માટે કેવી રીતે અસરકારક છે તે જાણવા આગળ વાંચતા રહો .
ઘૂંટણના દુખાવામાં અખરોટ કેવી રીતે ખાવું?:- આયુર્વેદિક ડાયટિશ્યન પ્રમાણે અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે.તેથી ઘૂંટણ ના દુખાવામાં અખરોટ ખાવું ફાયદાકારક છે. ડોક્ટર જણાવે છે કે ઘુટણ નો દુખાવો થાય ત્યારે તમે સવારમાં ખાલી પેટે અખરોટ ખાઈ શકો છો. તેના માટે તમે રાત્રે અખરોટ પલાળીને સવારમાં ખાલી પેટે ખાઈ લો. ઘૂંટણનો દુખાવો થતાં તમે દરરોજ સવારમાં ખાલી પેટે એક કે બે અખરોટ ખાઈ શકો છો દરરોજ અખરોટ ખાવાથી તમારા ઘૂંટણના દુખાવામાં આરામ મળશે.
ઘૂંટણના દુખાવામાં અખરોટ ના ફાયદા:- અખરોટ પોષક તત્વોથી ભરપુર હોય છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, વિટામિન બી 6, ઓમેગા 3, કેલ્શિયમ અને મિનરલ્સ વધુ પ્રમાણમાં હોય છે. જે ઘૂંટણો ને મજબૂત બનાવે છે. અખરોટમાં એન્ટીઓક્સીડેન્ટ પણ અધિક હોય છે જે સોજાને દૂર કરવામાં મદદ કરે છે.
અખરોટના નિયમિત સેવનથી સંધિવા થવાનું જોખમ ઘટાડી શકાય છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે હાડકાં નો વા અને સંધિવાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. અખરોટમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટિઓક્સિડન્ટ ઘુટણ ના દુખાવા અને ઠીક કરવામાં મદદ કરે છે.
ઘૂંટણ માં દુખાવા ના લક્ષણો:- ઘુટણ જકડાઈ જવા, સોજો, દુખાવો અને ચાલવામાં તકલીફ થવી એ ઘૂંટણના દુખાવાના લક્ષણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં આ પીડિત વ્યક્તિઓ એ એક્સરસાઇઝ કરવી કે સીડીઓ ચઢવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ઘૂંટણ ના દુખાવા નું કારણ:- મોટાભાગે વધતી ઉંમરના કારણે ઘૂંટણના દુખાવામાં મુશ્કેલી રહે છે. આ શરીરમાં પોષક તત્વોની ઉણપ કે પછી ઘૂંટણમાં હાડકાના વા ના કારણે થઈ શકે છે. જ્યારે ઘૂંટણના હાડકાંને ગાદી આપતી કોમલાસ્થિ ખરવા લાગે છે, ત્યારે હાડકાં એકબીજા થી ઘસાવા લાગે છે. કોમલાસ્થિ એક પેશી છે જે હાડકાંને નુકસાનથી બચાવે છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ કોમલાસ્થિ તૂટવાનું જોખમ વધે છે અને તેથી અસ્થિવા થઈ શકે છે.
જો શરીરમાં પોષક તત્વોની ઉણપના કારણે ઘૂંટણ માં દુખાવો રહેતો હોય તો અખરોટ ખૂબ જ ફાયદાકારક છે અને જો અસ્થિવા ના કારણે પણ ઘૂંટણ માં દુખાવો રહેતો હોય તોપણ અખરોટનું સેવન કરી શકાય છે. પરંતુ સંધિવાની સ્થિતિ માં ડોક્ટરની સલાહ પર દવાઓનું સેવન પણ કરી શકાય છે.
અખરોટમાં હાજર તત્વો ઘૂંટણના હાડકાને મજબૂત બનાવે છે, ઘુટણ ના દુખાવા માં આરામ આપે છે અખરોટનું તેલ પણ લુબ્રિકેશન માં મદદ કરે છે. ઘુટણ ના દુખાવા થી જલ્દી છુટકારો મેળવવા માટે રેગ્યુલર એક્સરસાઇઝ પણ જરૂરી છે. જો તમે લાંબા સમયથી ઘૂંટણનો દુખાવો રહે છે તો ડૉક્ટરનો સંપર્ક અવશ્ય કરવો.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)