આયુર્વેદમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક હોય છે. તેમાંથી એક ઘી છે. આયુર્વેદ પ્રમાણે ઘી સર્વશ્રેષ્ઠ સુપર ફૂડ છે. ઘી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. સાથે જ કાયાકલ્પ માટે પણ ઉત્તમ છે. ઘી આપણા ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે આપણા સ્વાસ્થ્યને અનેક લાભ પ્રદાન કરે છે. ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન એ, અને સી જેવા જરૂરી પોષક તત્વ ઉપલબ્ધ હોય છે જે શરીરને જરૂરી પોષણ પ્રદાન કરે છે. સાથે જ શરીરના અન્ય અંગો ના કામકાજ ને જાળવી રાખવામા પણ મદદ કરે છે.
શું તમે જાણો છો ઘી નું સેવન ઉનાળા માં કરવાથી સ્વાસ્થ્યને થાય છે ચમત્કારિક લાભ ? હા,તમે બિલકુલ સાચું વાંચ્યું. આમ તો ઘી નું સેવન દરેક મોસમમાં કરી શકાય છે પરંતુ ઘીમાં કેટલાક એવા ગુણ હોય છે જે ગરમી માટે ખૂબ જ સારું ફૂડ બનાવે છે. ઘી શરીરમાં પિત નું સંતુલન કરવામાં મદદ કરે છે અને શરીરની ગરમીને દૂર કરવામાં પણ સારું એવું સુપરફૂડ છે. આ લેખ દ્વારા આપણે જાણીશું ગરમી માં ઘી ખાવાથી થતા ફાયદા વિશે.
ઉનાળા માં ઘી ખાવાના ફાયદા:-
1. શરીરને ઉર્જા પ્રદાન કરે:- ડાયટિંશીયન પ્રમાણે ઘીમાં હેલ્ધી ફેટ હોય છે. આપણા શરીરમાં કોશિકાઓના વિકાસ માટે હેલ્ધી ફેટની જરૂરીયાત હોય છે. તેના સિવાય આ શરીરને ઉર્જા પ્રદાન કરે છે. આ શરીરમાં જરૂરી હોર્મોન્સ ના ઉત્પાદન માટે પણ ફાયદાકારક છે. સાથે જ ઘીનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોનું અવશોષણ સારી રીતે થાય છે.
2. શરીરને અંદરથી પોષણ:- આયુર્વેદ પ્રમાણે ઘી તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. કારણ કે આમાં મોઈશ્ચરાઈઝિંગ ગુણ હોય છે. ઉનાળાની ઋતુમાં તમારું શરીર જલ્દી ડિહાઈડ્રેટ થઈ જાય છે, કારણ કે આ દિવસોમાં શરીરમાંથી પરસેવો વધુ નીકળે છે. તેવામાં ઘી ખાવાથી શરીર માટે લાભદાયક બની શકે છે. ઘી તમારા શરીરને હાઈડ્રેટ પણ રાખે છે.ત્વચા પર ઘી લગાવવાથી ડ્રાય સ્કિન થી છુટકારો મળે છે અને ત્વચામાં ચમક આવી જાય છે.
3.રોગપ્રતિકારક ક્ષમતા:- ઉનાળાની ઋતુમાં કેટલાય વાયરલ સંક્રમણ નું જોખમ વધી જાય છે. ઘી ખાવાથી શરીરની ઇમ્યુનિટી ને મજબૂત બનાવવામાં મદદ મળે છે જેનાથી શરદી, કફ, ઉધરસ તાવ સાથે જ બીજા અન્ય વાયરલ સંક્રમણો ના જોખમને દૂર કરવામાં મદદ મળે છે. ત્યાં જ બીજી તરફ, ઘી એક બ્યુટીરિક એસિડ નામના શોર્ટ ચેઈન ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. તેના સિવાય ઘી માં વિટામિન એ અને સી જેવા પોષક તત્વો પણ હાજર હોય છે, જેનાથી ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ મળે છે.
4. પેટ માટે:- આયુર્વેદ પ્રમાણે ઘીનું સેવન કરવાથી પાચન માં સુધારો થાય છે. ઉનાળાની ઋતુ માં વધુ પડતી ગરમી પેટમાં કબજિયાત જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. ઘીનું સેવન કરવાથી શરીરની ગરમી અને પિત્ત દોષને સંતુલિત રાખવામાં મદદ મળે છે. પારંપારિક ઇલાજમાં ઘી નો મોટાપાયા પર ઉપયોગ કરવામાં આવે છે. આ તમારા પેટને હેલ્ધી રાખે છે.
5. શરીરને ઠંડક:- ઘી સ્વાદમાં મીઠું અને તેની પ્રકૃતિ ઠંડી હોય છે. ગરમીમાં ઘીનું સેવન કરવાથી શરીરને અંદર થી ઠંડુ કરવામાં મદદ કરે છે. સાથે જ આ શરીરમાં સોજો દૂર કરે છે. શરીરમાં પિત્ત ને સંતુલિત કરે છે અને શરીરની ગરમીને શાંત કરે છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)