મિત્રો આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે અનેક બીમારીઓમાં રોગનિવારણ દવા તરીકે કામ કરે છે. આવી વસ્તુઓમાં જાયફળ અને સાકર છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક છે. જાયફળ અનેક ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન શરીરની અનેક બીમારીઓને દૂર કરે છે. સાકર પણ અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. જાયફળ અને સાકરનું મિશ્રણ શરીરને અનેક પ્રકારે ફાયદો કરે છે. આયુર્વેદ એક્સપોર્ટ પ્રમાણે જાયફળ અને સાકરનું મિશ્રણ ત્વચાથી લઈને શરદી કફ ની તકલીફને દૂર કરી શકે છે. અનેક પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ માં આનુ મિશ્રણ હોય છે. આજે આપણે આ લેખ દ્વારા જાયફળ અને સાકર ના ફાયદા વિશે જાણીશું.
1. યુરીન ઇન્ફેકશન:- જાયફળ અને દૂધનું એક સાથે સેવન કરવાથી યુરીન ઇન્ફેકશન ની સમસ્યા દૂર થઈ શકે છે. આનુ સેવન કરવા માટે જાયફળને ઘસો હવે તેમાં એક ચમચી સાકર લો હવે આ બંને સામગ્રીને દૂધમાં મેળવીને પીવો. આનાથી યુરીન ઇન્ફેકશન ની સમસ્યાથી છુટકારો મળે છે.
2. ત્વચાના ડાઘ ધબ્બા:- ત્વચાને ડાઘ રહિત બનાવવા માટે જાયફળનો ઉપયોગ કરી શકાય છો. તેના માટે જાયફળને દૂધની સાથે ઘસી લો હવે તેમાં થોડીક સાકર મિક્સ કરી લો. આ મિશ્રણને તમારા ચહેરા પર થોડા સમય માટે લગાવો. આ મિશ્રણને તમારા ચહેરા પર નિયમિત રૂપે લગાવવાથી ખીલની સમસ્યા દૂર થશે. સાથે જ આ સ્કિન પર નિખાર લાવવામાં પણ મદદ કરશે.
3. સંધિવા:- જાયફળમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો ઉપલબ્ધ હોય છે જે સંધિવા ના દુખાવાને દૂર કરવામાં અસરકારક છે. નિયમિત રૂપે દૂધની સાથે સાકર અને જાયફળ નું મિશ્રણ લેવાથી સંધિવા ના થતા દુખાવાથી છુટકારો મળે છે.
4. અનિંદ્રા:- જાયફળ અને સાકરનું સેવન કરવાથી અનિંદ્રાની સમસ્યા દૂર કરી શકાય છે આ તમારા મગજને શાંત કરીને ઊંઘ લાવવામાં અસરકારક બને છે. તેના સિવાય આ જાતીય સમસ્યાઓને દૂર કરવામાં પણ પ્રભાવી છે. અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે દરરોજ રાત્રે સુતા પહેલા નવશેકા દૂધમાં જાયફળનો પાવડર અને સાકર ને મેળવી લો. તેનાથી ખૂબ જ સરસ અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.
5. મોઢા ની દુર્ગંધ:- જાયફળ અને સાકર નું મિશ્રણ મોઢાની દુર્ગંધ થી છુટકારો અપાવવામાં અસરકારક છે. આમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ મોઢામાંથી આવતી દુર્ગંધ ઓછી કરે છે. સાથે જ દાંતમાં થતાં પોલાણ થી પણ છુટકારો મળે છે. મોઢામાં આવતી દુર્ગંધની સમસ્યા થી છુટકારો મેળવવા માટે દરરોજ રાત્રે સાકર અને અને જાયફળને નવશેકા દૂધ સાથે લો. તેનાથી તમને ઘણો ફાયદો થશે.
6. શરદી-કફ:- જાયફળ અને મિશ્રણનું સેવન ઈમ્યૂનિટી બૂસ્ટ કરવામાં અસરકારક છે. આ મિશ્રણ શરદી અને કફ જેવી પર સમસ્યાને દૂર કરે છે આમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ઉધરસથી રાહત અપાવે છે સાથે જ શરીરમાં બીમારીઓથી લડવાની ક્ષમતા ને બૂસ્ટ કરે છે.
સાકર અને જાયફળનું સેવન શરીરની અનેક સમસ્યાઓ દૂર કરે છે. ઇમ્યુનિટી બુસ્ટ કરવાની સાથે-સાથે મોઢાની દુર્ગંધ, ત્વચાની સમસ્યાને દૂર કરે છે. જોકે એ વાતનું ધ્યાન રાખવું કે જો તમને પહેલેથી જ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ આનું સેવન કરવું.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)