દરેક ફળ પોતાના અનેક ગુણોથી સમૃદ્ધ હોય છે. નાની મોટી સમસ્યા માં આપણે ફળનું સેવન કરીને તેનાથી છુટકારો મેળવી શકીએ છીએ. આવા જ પ્રકારનું એક ફળ નાશપતિ છે જે ચોમાસાની ઋતુમાં થાય છે. આ મોસમી ફળ છે જે અત્યંત સ્વાદિષ્ટ હોય છે. નાશપતિ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, ફાઇબર અને ફોલેટ વગેરે હોય છે. આ તમને સ્વાસ્થ્યવર્ધક રાખવામાં મદદ કરે છે અને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચાવે છે.
તમે આનું સેવન અનેક પ્રકારે કરી શકો છો જેમ કે જ્યુસ, સલાડના રૂપમાં પણ આનું સેવન કરી શકો છો. આ ખરાબ કોલેસ્ટરોલને દૂર કરે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓથી બચાવે છે. આમાં કેલેરી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. તેથી નાશપતિ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.તો આવો વિસ્તારપૂર્વક જાણીએ નાશપતિ ના લાભ વિશે.
1) હાડકા:- નાસ્પતિ મા કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે આ હાડકાને મજબૂત બનાવે છે અને હાડકાને કમજોર થતા બચાવવાનું કામ કરે છે. ચોમાસાની ઋતુમાં તમે આ ફળ નો આનંદ માણી શકો છો
2) એનિમિયા:- નાશપતિ મા ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે આનુ સેવન એનિમિયાની કમીને પૂરું કરવાનું કામ કરે છે. તેથી જે લોકોમાં હિમોગ્લોબીન ની કમી હોય છે તેઓ નાશપતિ નું સેવન કરી શકે છે.
3) ઉર્જાવાન:- નાશપતિમાં એવા પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ છે જે ઉર્જાનું સ્તર વધારવામાં મદદ કરે છે. આનું સેવન કરવાથી તમે દિવસભર ઊર્જાવાન રહો છો. આ તમારી ત્વચાને પણ હેલ્ધી બનાવી રાખવાનું કામ કરે છે.
4) વજન ઘટાડે : તમે વજન ઘટાડવા વાળા આહારમાં નાશપતિને સામેલ કરી શકો છો. આમાં કેલરી અત્યંત ઓછા પ્રમાણમાં હોય છે, આ પ્રકારે આ વજન ઘટાડવામાં મદદ કરે છે.
5) પાચન તંત્ર:- નાશપતિમાં ફાયબર અધિક પ્રમાણમાં હોય છે. પાચન સંબંધી સમસ્યાઓને દૂર રાખે છે અને પાચન તંત્રને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. તેથી આનુ સેવન પાચન તંત્ર માટે અત્યંત ઉપયોગી છે.
6) ડાયાબિટીસ:- ડાયાબિટીસથી પીડિત લોકો માટે આનુ સેવન અત્યંત ફાયદાકારક છે. આમાં ફાઇબર અને એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે જે ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે.
7) સ્વાસ્થ્યવર્ધક ત્વચા માટે : નાશપતિ માં ઘણા બધા પોષક તત્વો હોય છે. આમાં ફ્લેવોનોઈડ્સ, વિટામિન એ અને સી હોય છે. આમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ ત્વચાને નુકસાન પહોંચાડવા વાળા ફ્રી રેડિકલ્સથી બચાવે છે. આનું નિયમિત સેવન ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)