મિત્રો શિયાળામાં મળતા આમળા ઔષધિ થી સહેજ પણ ઓછા નથી હોતા. આમળાની જેમ જ તેનું જ્યુસ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. અને વળી આ જ્યુસમાં જો મધ મેળવવામાં આવે તો તેના ડબલ ફાયદા થાય છે. આમળા વિટામીન સી થી ભરપૂર એક ફળ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળામાં બધા જ જરૂરી મિનરલ્સ અને વિટામિન ઉપલબ્ધ હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવાની સાથે અનેક પ્રકારની બીમારીઓથી પણ બચાવે છે.
આમળાને તમે ડાયટમાં અનેક પ્રકારે સામેલ કરી શકો છો. જેમ કે તમે આમળાને કાચા ખાઈ શકો છો. તેના સિવાય આમળાનું જ્યુસ, અથાણું કે જામ બનાવીને પણ સેવન કરી શકો છો અને આમળા માં હાજર વિટામીન અને મિનરલ ને પ્રાપ્ત કરી શકો છો. મધ એ મધમાખીઓ દ્વારા ફૂલોના રસથી બનાવવામાં આવેલ એક પ્રવાહી પદાર્થ છે, જે પોતાના સ્વાદ અને મીઠાશ માટે ઓળખાય છે. આયુર્વેદ પ્રમાણે મધ એક ગુણકારી અને લાભકારી ઔષધી છે. જે શરીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અને શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. તેથી મધનું સેવન મીઠાશ માટે જ નહીં પરંતુ અનેક બિમારીઓના ઉપચાર માટે પણ કરવામાં આવે છે.
હવે વાત કરીએ આમળા નું જ્યુસ અને મધ ના ફાયદાની તો આમળાનું જ્યુસ અને મધનું એક સાથે સેવન કરવાથી આ એક શક્તિશાળી મિશ્રણ બની જાય છે, જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. અને શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે તથા બીમારીની અવસ્થામાં બીમારીઓના લક્ષણને ઘટાડે છે. તો આવો વિસ્તારપૂર્વક જાણીએ આમળાનું જ્યુસ અને મધને એક સાથે મેળવીને તેનું સેવન કરવાથી થતા લાભ વિશે.
આમળાના જ્યુસમાં ઉપલબ્ધ પોષક તત્વો:- આમળાના જ્યુસ માં ફાઇબર, ઝીંક, આયર્ન અને કેલ્શિયમની સાથે વિટામીન એ, વિટામિન સી, વિટામીન ઈ અને વિટામીન b કોમ્પલેક્ષ જેવા અનેક જરૂરી પોષક તત્વો પ્રાપ્ત થાય છે.
મધમા ઉપલબ્ધ પોષક તત્વો:- મધમાં મુખ્ય રૂપે ફ્રુક્ટોજ ઉપલબ્ધ હોય છે. તેના સિવાય મધમા કાર્બોહાઇડ્રેટ, રાઈબોફ્લેવિન, નાયસિન, વિટામીન b6 વિટામીન સી અને એમિનો એસિડ પણ ઉપલબ્ધ હોય છે.
આમળાનું જ્યુસ અને મધ ના ફાયદા:-
1) પાચન તંત્ર:- આમળાનું જ્યુસ અને મધનું સેવન પાચનતંત્રને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. વળી મધમા હાજર અનેક એવા ગુણ હોય છે જે પાચન તંત્રને સારુ રાખવામાં મદદ કરે છે. તેના સિવાય આમળામાં હાજર ફાઇબર પાચન ક્રિયામાં સુધાર કરીને ભોજનને સારી રીતે પચાવવાનું કાર્ય કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. તેના સિવાય આમળાનું જ્યુસ અને મધનું એકસાથે સેવન કરવાથી ભૂખ પણ લાગે છે.
2) ત્વચા:- આમળાનું જ્યુસ અને મધનું નિયમિત રૂપે સેવન કરવાથી ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે કારણ કે આમળામાં હાજર એન્ટિઓક્સિડન્ટ ગુણ ત્વચાને મુક્ત કણોથી થતા નુકસાનથી બચાવે છે. જેથી ચહેરા પરની કરચલીઓ અને ફાઈનલાઈન મટવા લાગે છે અને ચહેરા પર વધતી ઉંમરનો પ્રભાવ ઘટવા લાગે છે. મધમા હાજર એન્ટિબેક્ટેરિયલ ગુણ ત્વચા ને બેક્ટેરિયલ સંક્રમણ થી સુરક્ષા પ્રદાન કરે છે અને સાથે જ ત્વચા ને કુદરતી રૂપે મોસ્ચ્યુરાઇઝ કરે છે.
3) શ્વાસ ની સમસ્યા:- એક સંશોધન પ્રમાણે આમળાના જ્યુસ ની સાથે મધને લેવાથી અસ્થમા ના લક્ષણો જેમ કે શ્વાસ લેવામાં તકલીફ ને દૂર કરવામાં મદદ કરે છે. કારણકે આમળા અને મધમાં હાજર એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ, શ્વાસ નળીમાં સોજાને ઘટાડીને અને અસ્થમાની ગંભીરતા ને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેના સિવાય આયુર્વેદ પ્રમાણે મધનું સેવન કરવાની સાથે મધને સૂંઘવાથી પણ અસ્થમા થી કેટલાક અંશે આરામ મળે છે.
4) કેન્સર:- આમળા અને મધમા એન્ટી કેન્સર ગુણ ઉપલબ્ધ હોય છે જે શરીરમાં કેન્સર કોશિકાઓને વિકસતા અટકાવવામાં મદદ કરે છે. અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી બચાવીને તેને રોકવામાં મદદ કરે છે. તેથી કહી શકાય કે આમળાનું જ્યુસ અને મધનું સેવન લાભદાયક છે.
5) શરદી ઉધરસ:- બે ચમચી આમળા જ્યુસમાં બે ચમચી મધ મેળવીને દરરોજ પીવાથી શરદી, ઉધરસ અને ગળામાં ખરાશ થી જલ્દી રાહત મળે છે અને સાથે જ આ મિશ્રણ શરીરને અનેક બીમારીઓથી પણ બચાવે છે. તેના સિવાય આમળાના જ્યુસ નું સેવન મોઢાના છાલાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. મોઢામાં છાલા પડવા પર બે ચમચી આમળાના જ્યુસ ને પાણીમાં મેળવીને તેના કોગળા કરો.
6) વાળ ને સ્વસ્થ રાખવામાં:- આમળાનું જ્યુસ અને મધ ના ફાયદા ત્વચા માટે જ નહીં પરંતુ વાળ માટે પણ લાભદાયક છે. વળી આમળાનું જ્યુસ અને મધનું મિશ્રણ વાળમાં લગાવવાથી વાળ સુંદર, મુલાયમ અને મજબૂત થવા લાગે છે. તમે આમળાનો જ્યુસ અને મધના મિશ્રણને કન્ડિશનરની રીતે પણ વાળમાં લગાવી શકો છો.
7) રોગ પ્રતિકારક ક્ષમતા:- રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવી રાખવા માટે આમળાનું જ્યુસ અને મધનું સેવન એકસાથે ફાયદાકારક છે. વળી આમળામાં હાજર પોષક તત્વો વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમના એક મુખ્ય ભાગ ને વધારે છે. વળી મધનું સેવન શરીરમાં એન્ટીબોડી એટલે કે એક પ્રકારનું પ્રોટીન જેને ઇમ્યુનિટી સિસ્ટમ રિલીઝ કરે છે તેના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. તેથી કમજોર ઇમ્યુનિટી સિસ્ટમ વાળા લોકોએ આમળાનું જ્યુસ અને મધનું સેવન કરવું જોઈએ.
8) વજન ઘટાડવામાં:- આયુર્વેદ પ્રમાણે સવારમાં ખાલી પેટે હુંફાળા ગરમ પાણીમાં બે ચમચી આમળાનું જ્યુસ અને મધને મેળવીને પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કારણકે આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી,એન્ટિઓક્સિડેન્ટ, પોલિફેનોલ્સ અને અન્ય ખનીજ હાજર હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો હોય છે જ સાથે આ તમારા વજનને ઘટાડવામાં પણ મદદ કરે છે. તેના સિવાય મધ ખાવાથી શરીરમાં કેલેરી ઝડપથી બર્ન થાય છે, જેનાથી શરીરમાં ફેટ બનવાનું જોખમ ખૂબ જ ઓછું રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)