મિત્રો ઉનાળાની ઋતુ આવતા જ આપણે ઠંડા પીણા ની તરફ વળીએ છીએ. અને આવા ઠંડા પીણામાં શેરડીના રસનો સમાવેશ થાય છે. ઉનાળાની શરૂઆત થતાં જ ઠેર ઠેર શેરડીના રસના સ્ટોલ લાગી જાય છે. શેરડીનો રસ નાના શહેરો થી માંડીને મોટી સીટી માં ખુબ જ હોશ થી પીવાય છે. ગામડામાં જોઈએ તો લોકોનો આ પસંદગીનું ઉનાળુ પીણું હોય છે. જો આને પીવામાં આવે તો અનેક રોગોથી બચવામાં મદદ મળે છે. શેરડીનો રસ સ્વાદિષ્ટ હોવાની સાથે જ શરીરને અંદરથી શીતળતા પ્રદાન કરે છે. જ્યારે શેરડીનો રસ કાઢવામાં આવે છે તો તેમાં માત્ર 15% કાચી ખાંડ હોય છે જે કેટલાક ફળો ના રસ કે સ્મુથી કરતા ખૂબ જ ઓછી હોય છે. શેરડીના રસનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોય છે.
શેરડીના રસમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, જસત, આયર્ન અને પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ તત્વો પણ હોય છે. આ વિટામીન એ, બી1, બી2, બી 3, અને સી નો સમૃદ્ધ સ્ત્રોત છે. જેના કારણે કમળો, એનિમિયા, કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે. જ્યાં એક તરફ આના આટલા બધા સ્વાસ્થ્ય લાભ છે, તેવી જ રીતે કેટલાક લોકો માટે આ નુકસાનદાયક પણ સાબિત થઈ શકે છે. તો જાણો કયા લોકોને શેરડીના રસનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
આટલા લોકોએ શેરડીના રસથી દૂર રહેવું જોઈએ:-
1) લોહીને કરે છે પાતળું:- શેરડીના રસમાં પોલીફેનોલ્સ નામનું તત્વ ઉપલબ્ધ હોય છે. જેના કારણે તમારું લોહી પાતળું થઈ શકે છે. એવામાં કંઈ પણ વાગવાથી બ્લડ ક્લોટ બનવામાં સમય લાગે છે અને જેથી લોહી વધારે વહેવાની સંભાવના વધી જાય છે. જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય તેમને શેરડીના રસ થી દૂર રહેવું જોઈએ.
2) ડાયાબિટીસ:- શેરડીમાં ખાંડનું પ્રમાણ વધારે હોવાના કારણે પણ આ સુગરના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. 240ml શેરડીના રસમાં 50 ગ્રામ ખાંડ હોય છે કે જે 12 ચમચી જેટલી હોય છે. જોકે શેરડીના રસમાં ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) હોય છે અને વધુ પ્રમાણમાં ગ્લાયસેમિક લોડ(GL)હોય છે. જેના કારણે તમારા બ્લડ સુગર લેવલને અસર કરે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ આનુ વધુ પડતું સેવન કરવાથી બચવું જોઈએ.
3) કોલેસ્ટ્રોલ:- જો તમને પહેલેથી જ કોલેસ્ટ્રોલ વધેલું હોય તો તેનું સેવન ન કરવું. તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલ વધારે પ્રમાણમાં વધવા લાગે છે.
4) પાચનતંત્ર:- શેરડીના રસમાં ઉપલબ્ધ થતું પોલીફેનોલ્સ પાચન તંત્ર પર ખરાબ અસર કરી શકે છે. જેના કારણે તમને પેટનો દુખાવો, ડાયરિયા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી જો તમારું પાચનતંત્ર સહેજ પણ કમજોર હોય તો એકવાર કોઈ ડોક્ટર કે ડાયટિશિયન ની સલાહ અવશ્ય લેવી.
5) વજન ઘટાડે:- વજન ઘટાડવા માટે શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. શેરડીના રસમાં એવા ગુણ ઉપલબ્ધ હોય છે જે તમારા શરીરની ફેટને ઘટાડવામાં મદદ કરે છે. તેમજ જો તમારું વજન ખૂબ જ ઓછું હોય તો આનું સેવન ન કરવું જોઈએ. જેથી તમે અન્ડરવેટની સમસ્યાનો શિકાર બની શકો છો.એટલે કે તમારું વજન વધારે જ પડતું ઓછું થઈ શકે છે.
6) અનિંદ્રા ની સમસ્યા:-જો તમને પહેલેથી જ તણાવ કે અન્ય કોઈ કારણે અનિંદ્રાની સમસ્યા થઈ રહી હોય તો શેરડીના રસનું વધારે સેવન ન કરવું. કારણકે તેમાં ઉપલબ્ધ પોલિફેનોલ તમારી ઊંઘ ઉડાવી શકે છે. જેથી તમને અનિંદ્રા ની સમસ્યા થઈ શકે છે.
7) માથાનો દુખાવો:- શેરડીના રસની તાસીર ઠંડી હોય છે.તેની સાથે જ તેમાં પોલીફેનોલ ઉપલબ્ધ હોય છે જેથી તમને માથાની સમસ્યા થઇ શકે છે.
8) શરદી અને કફ:- શેરડીના રસની તસવીર ઠંડી હોય છે તેથી જેમને અવારનવાર શરદી કફની સમસ્યા રહેતી હોય તેઓએ શેરડીના રસથી દૂર રહેવું જોઈએ. જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તમને કફ ની સમસ્યા થી જકડી શકે છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)