મિત્રો આપણને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થાય તો હતાશ થયા વગર તેની સામે લડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તેવી રીતે સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયટ લેવું જરૂરી છે. ફળ-શાકભાજી અને દાળ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે પરંતુ તેના સિવાય પણ અનેક એવા ખાદ્ય પદાર્થો છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. સાથે જ અનેક સમસ્યાઓથી પણ બચાવે છે. આમાં ચણા અને ખજૂર પણ સામેલ છે. ચણા અને ખજૂર બંને સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ બંનેમાં હાજર પોષક તત્વો તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે,તથા અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવે છે.
ચણા અને ખજૂરમાં પોષક તત્વો:- ચણામાં હેલ્ધી ફેટ, સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ઉપલબ્ધ હોય છે. તેના સિવાય ચણામાં ફાઇબર, પ્રોટીન, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી6 અને મેગ્નેશિયમ પણ હોય છે. ખજૂર પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખજૂર માં પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર અને પ્રોટીન હોય છે. તેના સિવાય ખજૂર મેગ્નેશિયમ, આયર્ન અને વિટામિન બી 6 નો પણ સારો સોર્સ છે.
ચણા અને ખજૂર ખાવાના ફાયદા:- ચણા અને ખજૂર બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે આ બંનેને એક સાથે લો છો તો તેનાથી સ્વાસ્થ્ય ને વધુ લાભ મળે છે. ચણા અને ખજૂર ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે સાથે જ એનિમિયાથી પણ બચાવ થાય છે. આવો જાણીએ તેના ફાયદા.
1) એનિમિયા:- નો સામનો કરવો પડે છે. એવામાં તમે ચણા અને ખજૂર ને એક સાથે લઈ શકો છો. ખજૂરમાં આયર્ન વધુ હોય છે તેથી આનાથી શરીરમાં હિમોગ્લોબીન વધે છે અને એનિમિયા થી બચી શકાય છે.
2) ઇમ્યુનિટી:- ચણા અને ખજૂર પ્રોટીન સાથે અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો દરરોજ આ બંનેનું એક સાથે સેવન કરવામાં આવે તો તેનાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. જ્યારે આનાથી શરીરની ઇમ્યુનિટી તેજ થાય છે તો તમે જલ્દી બીમાર નથી પડતા અને હંમેશા સ્વસ્થ રહેશો.
3) શારીરિક શક્તિ:- ચણા અને ખજૂર એક સાથે ખાવાથી શરીરમાં શક્તિ વધારી શકાય છે આ બંનેમાં કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ ઉપલબ્ધ હોય છે. તેનાથી શરીરને પૂરતી માત્રામાં ઊર્જા મળે છે, જેનાથી શરીરને પૂરી શક્તિ મળે છે.
4) વજન:- જો તમે દુબળા-પાતળા કે કમજોર હોવ તો ચણા અને ખજૂરનું સેવન ફાયદાકારક બની શકે છે. ચણામાં કાર્બોહાઇડ્રેટ હોય છે, જે તમને ઉર્જાવાન બનાવી રાખે છે. નિયમિત રૂપે ચણા અને ખજૂર ખાવાથી બીએમઆઈ વધારી શકાય છે.
ચણા અને ખજૂર ખાવાની સાચી રીત:- ચણા અને ખજૂર ને એક સાથે ખાઈ શકાય છે તેના માટે તમે એક મુઠ્ઠી શેકેલા ચણા લો. હવે તેને ખજૂરની સાથે ખાઓ આનાથી તમને ઉપર જણાવવામાં આવેલા બધા જ લાભ મળશે.
તમે પણ વજન વધારવા, શારીરિક તાકાત વધારવા, એનિમિયા થી બચવા અને ઇમ્યુનિટી વધારવા માટે ચણા અને ખજૂરનું સેવન કરી શકો છો, પરંતુ જો તમને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કે હૃદય થી જોડાયેલી કોઈ બીમારી હોય તો એક્સપર્ટની સલાહ લીધા બાદ જ આનું સેવન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)