મિત્રો ડ્રાયફ્રુટ ના સ્વાદ અને તેના ગુણોથી કોઈ અજાણ્યા નથી. જો ડ્રાયફ્રુટને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક બને છે. આવું જ એક ડ્રાયફ્રુટ ખારેક છે જેના અનેક સ્વાસ્થ્ય લાભ હોય છે. ખારેક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે. સાથે જ ખારેકનું સેવન સ્વાસ્થ્ય ને પણ અનેક લાભ પહોચાડે છે. કારણ કે ખારેક પોષક તત્વોનો ખજાનો છે.
ખારેકનું સેવન કરવાથી સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર રહે છે કારણ કે ખારેકમાં વિટામીન એ, વિટામીન સી, વિટામિન ઈ, વિટામિન કે, વિટામીન બી 2, વિટામીન બી 6, નિયાસીન, થિયામિન, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા તત્વો ઉપલબ્ધ હોય છે, જે તમને અનેક રોગોથી બચવામાં મદદ કરે છે. પરંતુ કોઈ પણ ખાદ્ય પદાર્થને ખાવાની એક યોગ્ય રીત હોય છે, એવું જ ખારેક સાથે પણ છે. તો આવો જાણીએ ખારેક ખાવાની યોગ્ય રીત કઈ છે અને તેને ખાવાથી કયા કયા ફાયદા થાય છે.
ખારેક ખાવાની સાચી રીત:- ખારેકનું સેવન કરવા માટે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધમાં બે થી ત્રણ ખારેકને સરસ રીતે ઉકાળી લો. જ્યારે દૂધ સરસ રીતે ઉકળી જાય તો દૂધનું સેવન કરી લો અને સાથે જ ખારેકને સારી રીતે ચાવીને ખાઈ લો.
ખારેક ખાવાના ના ફાયદા:-
1) ખારેકમાં એન્ટી કેન્સર ગુણ ઉપલબ્ધ હોય છે તેથી જો તમે ખારેકનું સેવન કરો છો તો તેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારીનું જોખમ દૂર થાય છે.
2) ખારેક એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે તેથી જો તમે ખારેકનું સેવન કરો છો તો તેનાથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદય સંબંધીત બીમારીઓનું જોખમ પણ ઓછું રહે છે.3) ખારેક આયર્નનો સારો સોર્સ માનવામાં આવે છે. તેથી જો તમે ખારેકનું સેવન કરો છો તો તેનાથી લાલ રક્ત કોષિકાઓનું નિર્માણ થાય છે જેથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને લોહીની કમી દૂર થાય છે.
4) કમજોરી અને થાક નો અહેસાસ થવા પર ખારેકનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં હાજર તત્વ શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે.
5) ખારેકમાં પ્રોટીનનું પ્રમાણ પુષ્કળ હોય છે તેથી જો તમે ખારેકનું સેવન કરો છો તો તેનાથી માસપેશીઓ મજબૂત બને છે.
6) ખારેકનું સેવન ત્વચા માટે પણ લાભદાયક છે કારણ કે ખારેકમાં એન્ટી એજિંગ અને એન્ટી રિન્કલ પ્રભાવ હોય છે. જે વધતી ઉંમરના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે સાથે જ તેના સેવનથી ત્વચા સ્વસ્થ પણ રહે છે.
7) ખારેકનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત બને છે. કારણકે ખારેક એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે જે તમને વાયરસ અને બેક્ટેરિયા થી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
8) લીવરમાં થતો સોજો અને આર્થરાઇટના કારણે શરીરમાં થતા સોજા ને દૂર કરવા માટે ખારેકનું સેવન લાભદાયક છે. કારણ કે ખારેક એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે જે સોજાને ઘટાડવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)