ઉનાળાની કાળઝાળ ગરમી પડવા લાગી છે, એવામાં શરીરનું તાપમાન વધવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. મોટાભાગના લોકો શરીરનું તાપમાન વધતું હોવાનું અધિક ગરમીનો અનુભવ કરે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં લોકોને આ સમસ્યા વધુ પરેશાન કરે છે. પરંતુ શું તમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે શરીરનું તાપમાન વધવા નું કારણ શું છે?પરંતુ શરીરનું વધતું તાપમાન ઓછું કરવા માટે આયુર્વેદ તમારી મદદ કરી શકે છે. હેલ્થ એક્સપર્ટ ની માનો તો તેના માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે એવામાં તમારા શરીરને ઠંડુ રાખવા માટે તમે શું કરી શકો છો? ચિંતા ના કરશો, અમારી પાસે એક એવો આયુર્વેદિક ઉપચાર છે જે તમારા શરીરને અંદરથી ઠંડક પહોંચાડશે, અને શરીરના વધતા તાપમાનને ઓછું કરવામાં મદદ કરશે
શરીરમાં વધુ ગરમી કે શરીરનું તાપમાન વધવા નું કયું કારણ છે:- હેલ્થ એક્સપર્ટ પ્રમાણે શરીરનું વધુ તાપમાન હોવાની પાછળ અનેક કારણો હોઈ શકે છે જેમ કે, જો તમને કોઈ સંક્રમણ થયું હોય જેમ કે તાવ કે પછી અન્ય કોઈ સોજા સંબંધિત બીમારી હોય તો તમારા શરીરનું તાપમાન વધી શકે છે.
થાઈરોઈડની સમસ્યા હોવાથી પણ તમારા શરીરનું તાપમાન વધી શકે છે કારણ કે આ સ્થિતિમાં તમારું શરીર થાઇરૉઇડ હૉર્મોનનું વધુ ઉત્પાદન કરે છે. જો તમે બહાર તડકો કે વધુ ગરમી વાળી જગ્યા પર અધિક સમય પસાર કરો છો તો તેનાથી તમારુ શરીર ડિહાઇડ્રેટ થાય છે અને તમારા શરીર નું તાપમાન વધે છે .
ચુસ્ત કપડાં પહેરવા પણ તેનું એક મહત્વપૂર્ણ કારણ બની શકે છે ખાસ કરીને જો તમે સિન્થેટિક કપડાં પહેરો છો. કારણ કે આ પ્રકારના કપડાં પહેરવાથી પરસેવો બહાર નીકળી નથી શકતો અને તમારી ત્વચા શ્વાસ નથી લઈ શકતી.
તમે શું ખાવ છો તે પણ તમારા શરીરનું તાપમાન વધવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો તમે વધુ મસાલેદાર કે તળેલા ખાદ્ય પદાર્થો લો છો તો આ તમારા શરીરની ગરમીને વધારે છે. સાથે ડ્રાયફ્રુટ્સ, બદામ અને વધુ પ્રોટીનવાળા ખોરાકનું વધુ પડતું સેવન પણ શરીરના તાપમાનને વધારવાનું કારણ બની શકે છે. ચા અને કોફી નું વધુ પડતું સેવન પણ શરીરનું તાપમાન વધારી શકે છે કારણ કે તેમાં કેફીન હાજર હોય છે. તેના સિવાય આલ્કોહોલનું સેવન પણ તેનું એક મુખ્ય કારણ છે.
વર્કઆઉટ ના કારણે પણ શરીર ગરમ થઈ જાય છે કારણ કે આ દરમિયાન તમારી માસપેશીઓ માં બ્લડ સર્ક્યુલેશન ઝડપથી થાય છે. જો તમે કોઇ પ્રકારની દવા લઈ રહ્યા હોય તો પણ તમારું શરીર ગરમ થઇ શકે છે શરીરને ઠંડુ રાખવા માટે હાયડ્રેટ રાખવું જરૂરી છે કારણ કે જ્યારે તમે આવું નથી કરતા તો તેનાથી શરીરમાં પાણીની કમી થઈ જાય છે, જેનાથી તમારું શરીર ગરમ થઈ જાય છે
શરીરમાં વધુ ગરમી નું નુકસાન:- જ્યારે તમે બહાર તાપમા કે ગરમ જગ્યા પર વધુ સમય પસાર કરો છો અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તો આ તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન પહોંચાડે છે. આ તમારા શરીરમાં પિત્ત ને ઉત્તેજિત કરે છે જેનાથી શરીરમાં વધુ અધિક ગરમી થઈ જાય છે આ સ્થિતિમાં તમારુ મેટાબોલિઝ્મ વ્યવસ્થિત રીતે કામ નથી કરી શકતું.જે શરીરમાં અનેક પ્રકારના રોગોને જન્મ આપે છે. સાથે જ શરીરમાં વધુ ગરમીના લીધે ચહેરા પર ખીલ, છાતીમાં બળતરા, ત્વચા પર ચકામાં અને ઝાડા ઊલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
શરીરની ગરમીને દૂર કરવાના આયુર્વેદિક ઉપચાર:- આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે શરીરને અંદરથી ઠંડક પહોંચાડવા માટે ધાણા અને સાકરનું મિશ્રણ અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે. જેનો ઉલ્લેખ આયુર્વેદમાં કરવામાં આવ્યો છે. તમે આને ઘરે જ સરળતાથી બનાવી શકો છો.
સામગ્રી:- 8 ગ્રામ ધાણાના બીજ, 50 મિલી પાણી, સ્વાદ માટે સાકર.
રીત:- એક વાસણ લો તેમાં બંને સામગ્રી નાખીને સરસ રીતે મેળવો. આ મિશ્રણને આખી રાત માટે ઢાંકી ને છોડી દો. બીજા દિવસે સવારમાં તેને ગાળી લો અને તેમાં સ્વાદ પ્રમાણે સાકર નાખીને તેનુ સેવન કરો.
આ પીણું તમારા માટે કેવી રીતે ફાયદાકારક?:- ડોક્ટરના મત પ્રમાણે આ પીણું તમારા શરીરની ગરમીને દૂર કરવામાં મદદ કરે છે, પેટ અને છાતીમાં બળતરા થી રાહત પહોંચાડે છે. જ્યારે તમે આ પીણું પીવો છો તો તેનાથી તમને વધારે તરસ પણ નહીં લાગે. આ પિત્ત પ્રકૃતિવાળા લોકો માટે અત્યંત શ્રેષ્ઠ પીણું છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)