દરેક મહિલાઓ એવું ઈચ્છે છે કે, તેના વાળ, મોટા, લાંબા, મુલાયમ, ચમકદાર અને જાડા બને. તેના માટે તેઓ અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે. વાળ થી સંબંધિત સમસ્યા એ સર્વસામાન્ય છે આજકાલ દરેક વ્યક્તિ આ સમસ્યાથી પરેશાન છે. વાળની સમસ્યાને ઠીક કરવા માટે નેચરલ વસ્તુઓ નો ઉપયોગ કરવો તે શ્રેષ્ઠ મનાય છે, જે કોઈ સાઇડ ઇફેક્ટ વગર વાળને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે, આવા જ એક ઉપાયમાં તમે કોળાના બીજનો ઉપયોગ કરી શકો છો. જેને સામાન્ય રીતે લોકો કચરો સમજીને ફેંકી દે છે. ચાલો તો આપણે જાણીએ કોળાના બીજ કંઈ રીતે તમારા વાળને લાંબા અને જાડા બનાવી શકે છે.
કોળા ના બીજમાં સુંદરતાનું રહસ્ય છુપાયેલું છે, આ તમારી ત્વચા અને વાળ બન્નેને પોષણ આપવાનું કામ કરે છે. કેટલીક મહિલાઓ આનો ઉપયોગ ચહેરાનો રંગ નિખારવા ની સાથે સાથે ઓઇલી સ્કિન થી છુટકારો મેળવવા માટે પણ કરે છે. જો કે તમને જણાવી દઇએ કે આ વાળ માટે અત્યંત લાભદાયક છે.
એમીનો એસિડ ની સાથે આમાં વિટામીન સી પણ હોય છે જે વાળને ઝડપથી વધવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. વાળ માટે આનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. મોટાભાગની છોકરીઓ લાંબા વાળની ઈચ્છા રાખે છે, એવામાં તમે આ બીજ નો લાભ ઉઠાવી શકો છો. જણાવીએ કે મહિલાઓ કોળાના બીજ ને ફેંકી દે છે પરંતુ વાળ માટે આ એક સુપર ફૂડ છે.
તમે કોળામાંથી આ બીજને કાઢી લો અને તેને સરસ રીતે સુકવી લો, હવે તેને સ્ટોર કરી લો. આ બીજ નો ઉપયોગ ઘરે બનાવેલા તેલમાં કે પછી હેરપેક માટે કરી શકો છો. જો તમને પણ હેર ફોલ કે હેર ગ્રોથ થી જોડાયેલી સમસ્યા હોય તો તમે આ બીજ ને વાળની માવજત માટે દરરોજના રૂટીન માં સામેલ કરી શકો છો.
ડાયટમાં સામેલ કરો કોળાના બીજ:- કોળાના બીજ માઈક્રો નુટ્રીશન થી ભરપૂર હોય છે, જેના સેવનથી વાળના ટેક્સચર ને ઠીક કરી શકાય છે. આના સેવનથી વાળ જડથી મજબુત બને છે. વાળ લીસા હોય કે વાંકડિયા હોય દરેક માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે આને નાસ્તા માં કે પછી સૂપમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. તેના સિવાય આને શેકીને પણ ખાઈ શકાય છે. કોળાના બીજ ખાવા માટે દરરોજ એકથી બે ચમચી ની માત્રા લેવી. એ કોશિશ કરવી કે આનુ સેવન સીમિત માત્રામાં જ કરવું.
કોળાના બીજ થી બનાવો તેલ:- વાળને જાડા અને મોટા બનાવવા માટે નિયમિત ઓયલિંગ કરવું પણ જરૂરી હોય છે. એવામાં તમે કોળાના બીજ નું તેલ બનાવી શકો છો. તેના માટે એક બાઉલમાં નારિયેળ તેલ અને કોળાના બીજ ને મિક્સ કરીને પીસી લો. ત્યારબાદ તેની પેસ્ટ ને એક બાઉલમાં કાઢી લો. હવે એક વાસણમાં પાણી ગરમ કરવા માટે રાખી દો. ત્યારબાદ તેલ ની બોટલ ને તેમાં ડુબાડીને મૂકી દો, આ દરમિયાન ગેસની ફ્લેમ લો રાખવી. ૫ થી ૬ મિનીટ પછી ગેસ બંધ કરી દેવો ત્યારબાદ તેલને ગરણી વડે ગાળી લેવું. હવે આ તેલનો તમે ઉપયોગ કરી શકો છો.
લાંબા વાળ માટે બનાવો હેરપેક:- હેર ફોલ થી બચવા માટે તમે કોળાના બીજ થી હેરપેક તૈયાર કરી શકો છો. તેના માટે એક બાઉલમાં બે ચમચી કોળાના બીજ ની પેસ્ટ લો અને તેમાં દહીં અને મધને મિક્સ કરી દો. આ બન્ને વસ્તુઓ ને સરસ રીતે મેળવો અને પછી તમારા વાળમાં લગાવી લો. આને લગભગ 30 મિનિટ સુધી આમ જ છોડી દો ત્યારબાદ હેર વોશ કરી લો. અઠવાડિયામાં એકવાર આ હેર પેકનો ઉપયોગ કરી શકાય છે.
ઓઇલી સ્કેલ્પ થી મળશે છુટકારો:- ગરમીમાં સ્કેલ્પ તૈલીય બની જાય છે, એવામાં માત્ર હેર વોશ અને શેમ્પૂથી આ સમસ્યા ઠીક થતી નથી. તમે ઈચ્છો તો કોળાના બીજ નો ઉપયોગ કરી શકો છો. તેના માટે કોળાના બીજને પીસીને પેસ્ટ તૈયાર કરી લો,તેમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને વાળમાં લગાવો અને 15 મિનિટ સુધી તેને છોડી દો. 15 મિનિટ પછી વાળને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર તમે આ રીત નો ઉપયોગ કરી શકો છો.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)