ભારતમાં ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. દરેક ઘરમાં AC સતત ચાલુ રહે છે. કેટલીક જગ્યા પર ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પણ થઇ ગયો છે. ગરમીના કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. આ તીવ્ર ગરમીમાં પંખા અને કુલરની સહેજ પણ અસર વર્તાતી નથી. આગળના થોડા અઠવાડિયામાં જ ગરમીનો કહેર એવો વર્તાશે કે એવો સમય આવશે જ્યારે AC પણ કામ નહીં કરે. ગરમીની શરીર પર જ સૌથી વધારે ખરાબ અસર પડે છે. ઉનાળામાં આકરો તાપ, પરસેવો, ગરમ હવાઓની કારણે શરીરમાં પાણીની ઉણપ એટલે કે શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે.
આ ઋતુમાં શરીરના બધા જ ઇલેક્ટ્રોલાઇટ્સ નીકળી જવાનું જોખમ રહે છે. લાંબા સમય સુધી ડીહાઇડ્રેશનને કારણે ચક્કર આવવા, માથાનો દુખાવો, ઉર્જાની કમી અને ત્યાં સુધી કે બેહોશી જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ન્યુટ્રિશનિસ્ટ પ્રમાણે ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે માત્ર પાણી પૂરતું નથી, તમારા ખોરાકમાં કાર્બ્સ વિટામીન અને મિનરલ જેવી વસ્તુઓ પણ એટલી જ જરૂરી છે. કેટલીક એવી વસ્તુઓ છે જેના સેવનથી શરીરને ઠંડુ રાખી શકાય છે અને કોઇપણ પ્રકારની સમસ્યાથી બચી શકાય છે. તો આવો જાણીએ એ કઈ વસ્તુઓ છે.
કેળું અને એવોકાળો:- આ બંને ફળમાં કાર્બ્સ ની માત્રા વધુ હોય છે તેના સિવાય ફાઈબર નો પણ સારો સ્ત્રોત છે. આ બંને ઇલેક્ટ્રોલાઇટ નું લેવલ જાળવી રાખે છે. આ બંનેનો શરીર પર ઠંડો પ્રભાવ પડે છે.
દુધી અને તેના જેવા શાક:- ગરમીના દિવસોમાં શરીરને ઠંડુ રાખવા માટે તમારે દુધી ના પરિવાર ના શાક એટલે કે દુધી, કોળું કારેલા તુરીયા વગેરેનું ખૂબ જ સેવન કરવું જોઇએ. આમાં પાણીની માત્રા હોવાની સાથે બધાં જ પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. આના સેવન થી શરીર એકદમ ઠંડુ રહેશે.
તકમરીયા:- આ નાનકડા બીજો માં ફાઇબર અને પ્રોટીનની માત્રા વધુ હોય છે. તેના સિવાય આ ઓમેગા 3 ફેટી એસિડ, પોટેશિયમ, વિટામિન વગેરે નો ભંડાર છે. આ તત્વો ગરમીને દૂર કરીને પેટ ને ઠંડું રાખે છે.
ખાટા ફળ:- રસવાળા ખાટા ફળો જેવા કે સંતરા, લીંબુ, ટેન્ગેરિન, મોસંબી વગેરે માં જરૂરી પોષક તત્વો જેવા કે વિટામિન – એ, બી અને સી ઉપલબ્ધ હોય છે. આ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું લેવલ જાળવી રાખે છે.
દહી:- ઘરનું બનાવેલું દહીં પોષક તત્વો નો ખજાનો છે અને આ પેટ માટે એકદમ નેચરલ પ્રોબાયોટિક છે. જે શરીરને ઠંડુ રાખી શકે છે. તમે ખાવામાં દહીં કે તેનુ રાયતુ બનાવીને ઉપયોગ કરી શકો છો.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)