કેરી ને ફળોનો રાજા કહેવાય છે. ઉનાળાની ઋતુ શરૂ થતાં જ કેરીનું આગમન થઈ જાય છે. કાચી કેરી થી લઇ ને પાકી કેરી સુધી લોકો કરીને અત્યંત પસંદ કરે છે, કારણ કે આ બે ત્રણ મહિના જ આપણે કેરી નો આનંદ ઉઠાવી શકીએ છીએ. એવામાં લોકો ગળી કેરી ખાવાનું અત્યંત પસંદ કરે છે,અને કાચી કેરીને બાજુમાં મૂકી દે છે. સામાન્ય રીતે આની માત્ર ચટણી જ બનાવવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ કાચી કેરી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે અને આને ખાવાથી માત્ર લૂ જ દૂર નથી પરંતુ વજન પણ ઝડપથી ઓછું થાય છે. આવો તમને જણાવીએ કે કેરી ખાવાથી કયા ફાયદા થાય છે.
એસીડીટી:- ઉનાળાની ઋતુમાં ભરે ખાવાનું ખાઈને એસીડીટી, પેટ નો દુખાવો, કબજિયાત ની સમસ્યા થાય છે. એવામાં જો તમે કાચી કેરીનું સેવન કરો છો તો એસિડિટીની ફરિયાદ દૂર થશે. કારણ કે આને તમારા ડાયટમાં સામેલ કરવાથી ખાવાનું સરળતાથી પચી જાય છે.
ઈમ્યુનિટી બૂસ્ટર:- કેરી માં વિટામિન સી ની ભરપુર માત્રા ઉપલબ્ધ હોય છે.તેથી આનુ સેવન કરવાથી ઈમ્યુનિટી મજબૂત બને છે. આજકાલ બાળકોથી લઇને મોટા સુધી વાઇરલ ઇન્ફેક્શનના ભરડા માં આવી ગયા છે, તેથી તમારે દરરોજ કોઈને કોઈ રૂપે કેરીનું સેવન કરવું જોઈએ.
લૂને દૂર કરે:- ઉનાળા ની ઋતુમાં હીટ સ્ટ્રોક કે લૂ લાગવી સામાન્ય વાત છે. જેમાં ઉલટી અને ઝાડાથી વ્યક્તિ પરેશાન થઈ જાય છે. એવામાં જો દરરોજ કેરીનું સેવન કરશો તો તમે બીમાર પડવા થી બચી જશો. કાચી કેરી લૂ લાગવાથી બચાવે છે. તેથી તમે આને સલાડ ના રૂપમાં, આમ જ, કેરી પન્ના, ચટણી કે તેનું જ્યૂસ બનાવીને પી શકો છો.
ત્વચા માટે:- તમને જાણીને હેરાની થશે કે કેરી તમારી ત્વચા માટે વરદાન રૂપ છે કારણ કે તેમાં વિટામિન સી ઉપલબ્ધ હોય છે, જે ખીલ, ડાઘ -ધબ્બા અને ફોલ્લીઓ ને દૂર કરે છે. અને તમારા ચહેરા ને એક હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન આપે છે.
બ્લડ શુગર લેવલ:- પાકી કેરીમાં શુગરની માત્રા વધારે હોય છે જ્યારે કાચી કેરી ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આમાં એન્ટી ડાયાબીટીક ગુણ ઉપલબ્ધ હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે.
આંખો માટે:- દરરોજ ગરમીમાં તમારા ડાયટમાં કાચી કેરીને સામેલ કરવાથી તમારી આંખોની રોશની પણ તેજ થાય છે, કારણ કે આમાં વિટામીન એ હાજર હોય છે જે આંખો માટે અત્યંત જરૂરી હોય છે.
વજન:- કાચી કેરીનું સલાડ, ચટણી કે જ્યુસ રૂપે સેવન કરવાથી તમારું વજન પણ ઓછું થઈ શકે છે આમાં રેશા ઉપલબ્ધ હોય છે. તે શરીરમાં હાજર એકસ્ટ્રા ફેટને ઓછું કરવામાં અત્યંત અસરકારક હોય છે. જો તમે આખા ઉનાળા માં કાચી કેરીનું સેવન કરતા રહો તો તમારું વજન બે થી પાંચ કિલો સુધી ઓછું થઈ શકે છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)