સુંદર દેખાવું એ દરેક મહિલાનું સપનું હોય છે. પોતાની સુંદરતા જળવાઈ રહે તે માટે મહિલાઓ અનેક પ્રયત્ન કરતી હોય છે.અને તેમાંય ખાસ કરીને પોતાના ચહેરાની સુંદરતા માટે વિશેષ કાળજી રાખે છે.પરંતુ ક્યારેક અમુક ભૂલોના કારણે આંખો નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. આંખો નીચે ડાર્ક સર્કલ થવા એ સામાન્ય રીતે ઊંઘની કમી અને થાકના કારણે માનવામાં આવે છે. ડાર્ક સર્કલ કોઈ પણ ઉંમરમાં અનેક કારણોસર થઇ શકે છે. કેટલાક લોકોને સ્વાસ્થ્યની સ્થિતિ કે નુટ્રીશન ની ઊણપના કારણે પણ ચહેરા પર ડાર્ક સર્કલની સમસ્યા થાય છે. એવામાં તમે સારી જીવનશૈલી, સારુ ડાયટ અને સારી ઊંઘ લો તો ડાર્ક સર્કલ થી છુટકારો મેળવી શકો છો.
એક માહિતી પ્રમાણે ડાર્ક સર્કલની સમસ્યા આનુવંશિક કે એજિંગ ના કારણે પણ થઈ શકે છે. એવામાં તમને ડોક્ટરની સલાહ લેવાથી અમુક ફાયદા થઈ શકે છે. તેના સિવાય સૂરજના કિરણોથી નીકળતા યૂવી કિરણો પણ આંખની નીચેની કોમળ ત્વચાને ડેમેજ કરવાનું કારણ બની શકે છે. આંખોની નીચે જો કાળા ઘેરા કે સોજાના કારણે ચહેરો પાંચ વરસ વધુ મોટો દેખાય તો આવો જાણીએ કે કયા કારણોસર આંખની નીચે ડાર્ક સર્કલ આવે છે.
ડાર્ક સર્કલ ના કારણો:-
થાક અને ઊંઘની કમી:- જો રાત્રે પૂરતી ઊંઘ ન લીધી હોય અને વધુ દિવસ સુધી કંઈક વધુ પડતું જ કામ કરી રહ્યા હોવ તો તેના થાકના કારણે ચહેરાની નાની નાની નસો ડાર્ક થવા લાગે છે અને આંખની નીચે પર્પલ બ્લ્યૂ સર્કલ દેખાય છે.
એનિમિયા:- શરીરમાં આયર્નની કમી થી પણ ડાર્ક સર્કલ્સ થાય છે, અને એનિમિયાનું આ પહેલું લક્ષણ માનવામાં આવે છે. આયર્નની કમી થી શરીરમાં ઓક્સિજનની કમી થઈ શકે છે અને જેના કારણે ડાર્ક સર્કલ અને કરચલીઓ વધે છે તેને દૂર કરવા માટે બેલેન્સ ડાયટ લેવો ખૂબ જ જરૂરી છે.
એલર્જી:- કેટલીકવાર આંખોમાં ધૂળ જવાના કે કોઈ પ્રકારની એલર્જી થી ડાર્ક સર્કલ થઈ શકે છે. આંખોમાં વારંવાર ખંજવાળ થવાના કારણે આંખની નીચેની સ્કીનને પણ આપણે નુકસાન પહોંચાડીએ છીએ. બાળકોમાં ડાર્ક સર્કલનું આ સૌથી મોટું કારણ હોય છે.
નુટ્રીશન ની કમી:- જ્યારે શરીરમાં નુટ્રીશન ની કમી મસલન આયર્ન, વિટામીન એ, સી, કે અને ઈ વગેરેની ઉણપ થી પણ સર્કલ થઈ શકે છે. એવામાં તમે ડોક્ટરની સલાહ પર સપ્લિમેન્ટ પણ લઈ શકો છો.
સ્મોકિંગ અને ડ્રિન્કીંગ:- સ્મોકિંગ અને ડ્રિન્કીંગ ની આદતના કારણે પણ શરીરમાં પાણી ની ઉણપ થાય છે અને ડીહાઇડ્રેશનને કારણે ડાર્ક સર્કલ બનવા લાગે છે. એવામાં વધુ પડતું સ્મોકિંગ અને ડ્રિન્કીંગ થી બચવું જોઈએ.
યૂવી કિરણો:- જો તમે વધુ તાપ માં રહેતા હોય તો સ્કિન પર પીગમેંટેશન બને છે અને આંખોની આસપાસ કાળા ઘેરા ડાર્ક સર્કલ બની જાય છે. આંખોની આસપાસ મેલાનિન વધુ હોય છે અને તે ટેનિંગનું કારણ બને છે.
હોર્મોન્સમાં બદલાવ:- હોર્મોનલ ફેરફારોને કારણે ત્વચા અને શરીરમાં ઘણા ફેરફારો થાય છે, જેમાંથી એક છે ડાર્ક સર્કલની સમસ્યા. પ્રેગ્નન્સી ટેસ્ટથી લઈને હોર્મોન ટેસ્ટ સુધી ઘણું બધું બદલાઈ શકે છે. ઘણીવાર વાદળી અને ઘેરા બદામી રંગના ડાર્ક સર્કલ આ પ્રકારની સમસ્યા દર્શાવે છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)