કેરી એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે. કેરી પોષક તત્વોથી ભરપુર હોય છે. કેરી ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારો મળે છે. પાચન અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તેના સિવાય કેરી આંખ, વાળ અને ત્વચા માટે પણ અત્યંત ફાયદાકારક હોય છે. કેરીના દરેક લાભ લેવા માટે તેને ખાતા પહેલાં થોડીવાર માટે પાણીમાં પલાળી રાખવી જરૂરી છે. કેરીને પાણીમાં પલાળી રાખવાથી કયા ફાયદા થાય છે તે વિસ્તારપૂર્વક જાણીએ.
શું કહે છે વિશેષજ્ઞ:- ડાઇટીંગ વિશેષજ્ઞ કેરી ખાતા પહેલા પાણીમાં થોડીક વાર માટે પલાળી રાખવાની સલાહ આપે છે. કારણ કે કેરીની તાસીર ગરમ હોય છે, થોડીક વાર પાણીમાં પલાળી રાખવાથી તેની તાસીર સામાન્ય થઈ જાય છે. એવામાં પિત્ત પ્રકૃતિના લોકો પણ સીમિત માત્રામાં કેરીનું સેવન કરી શકે છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે કેરીને ખાતા પહેલાં એક-બે કલાક સુધી પાણીમાં પલાળી રાખવી જોઈએ ત્યાર બાદ જ તેને ખાવી જોઈએ. આયુર્વેદ પ્રમાણે દરેક પ્રકૃતિના લોકો એ કેરી ને હંમેશા પલાળીને જ ખાવી જોઈએ.
કેરી ખાતા પહેલાં પાણીમાં કેમ પલાળવી જોઈએ:-
1) કેરી પોષક તત્વોથી ભરપુર હોય છે તેમાં હાજર તત્વ પાચનમાં સુધારો કરે છે. આંતરડાના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. કેરીમાં ફાઈટિક એસિડ નામનું એક પ્રાકૃતિક પરમાણું હોય છે. જે કેટલીક બદામમાં પણ હાજર હોય છે. કેરીને પાણીમાં પલાળી રાખવાથી એક્સ્ટ્રા ફાઈટિક એસિડ ને બહાર નીકળવામાં મદદ મળે છે. કેરી ને પલાળ્યા વગર ખાવાથી શરીરમાંથી વધુ પડતી ગરમી ઉત્પન્ન થઇ શકે છે અને નુકશાન પણ કરી શકે છે.
2) કેરી માં વિટામિન સી, બીટા કેરોટીન અને ફાઇબર વધુ પ્રમાણમાં હાજર હોય છે. તેથી ડાયાબિટીસ કે વજનને ધ્યાનમાં રાખતા લોકો પણ કેરી ખાઈ શકે છે. કેરીને પલાળીને ખાવાથી શરીરને કોઈ પ્રકારનું નુકશાન થતું નથી. સાથે જ દરેક લોકો આનું સેવન કરી શકે છે. કેરી ફળોનો રાજા છે અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.
3) કેરી ની તાસીર અત્યંત ગરમ હોય છે આ શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકે છે. આનું વધુ પડતું સેવન કરવાથી ત્રણ દોષ છે જે વાત, પિત્ત અને કફ એમાં મુખ્ય રૂપે પિત્તમાં અસંતુલન થઈ શકે છે. કેરી ખાવાથી પિત્ત પ્રકૃતિના લોકો ને ચીડિયાપણું, તણાવ અને ચહેરા પર ફોલ્લીઓ વગેરે લક્ષણ નજર આવે છે. આનાથી બચવા માટે કેરીને પાણીમાં પલાળીને જરૂર રાખવી. કેરીને પલાળ્યા બાદ જ તેનું સેવન કરવું જોઈએ.
4) કેરીને પાણીમાં પલાળીને રાખવા થી દરેક કીટાણુઓ,અવાંછિત રસાયણ નીકળી જાય છે. સાથે જ કેરી પર જામેલી ગંદકી, ધૂળ, માટી પણ સરસ રીતે નીકળી જાય છે. આનાથી તમે અનેક રોગોથી પોતાનો બચાવ કરી શકો છો.
5) કેરીમાં થર્મોજેનિક તત્વ હોય છે, જે શરીરના તાપમાનને વધારે છે. કેરીને પાણીમાં પલાળી રાખવાથી આ તત્વ દૂર થઈ જાય છે. જો તમે કેરીને પાણીમાં ન પાલાળો તો ખીલ, ફોલ્લીઓ, કબજિયાત અને માથાનો દુખાવો થઇ શકે છે. તેની સાથે જ આંતરડા સંબંધી સમસ્યાઓનું પણ કારણ બની શકે છે.
આયુર્વેદ પ્રમાણે તમારી કોઈ પણ પ્રકૃતિ હોય, કેરી ને હંમેશા પલાળીને જ રાખવી જોઈએ. કેરી ને ઓછામાં ઓછી 20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખવી જોઈએ ત્યારબાદ જ ખાવી. તમે બે કલાક સુધી પણ કેરીને પાણીમાં પલાળી ને રાખી શકો છો. તેનાથી કેરી ની તાસીર સામાન્ય થઈ જશે અને શરીરને કોઈ જ નુકસાન નહીં થાય.