બદલાતા સમયની સાથે આપણી ખાણી-પીણીમાં પણ પરિવર્તન આવી ગયું છે. આજના ખાદ્ય પદાર્થો પહેલાં જેટલા સ્વાસ્થ્યવર્ધક અને પોષક તત્વોથી ભરપુર રહ્યા નથી. તેથી આપણા શરીરમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ થાય છે. તેમાં પથરી થાય એ પણ ઘણી મોટી સમસ્યા છે. પથરી થાય ત્યારે એવો પ્રશ્ન થાય છે એ કઈ વસ્તુ ખાવી જોઈએ અને કંઈ નહીં. તો આ વિષયમાં જાણતા પહેલાં આપણે પથરી કયા કારણોથી થાય છે તે જોઈશું. કિડનીમાં પથરી ત્યારે બને છે જ્યારે વ્યક્તિને મૂત્ર ઉત્પાદન ઓછું થાય છે. એવામાં કેટલીકવાર આપણી ખરાબ લાઇફ સ્ટાઇલ અને ડાયટ આ સમસ્યાને વધારે છે.
જ્યારે કિડનીમાં મોટી સંખ્યામાં કેટલાક ખનીજ હોય છે જે એકબીજા સાથે ચોંટી જાય છે અને પથરી બની જાય છે. જેમ કે કેલ્શિયમ ઓક્ષાલેટ સ્ટોન્સ, કેલ્શિયમ ફોસ્ફેટ, યુરિક એસિડ સ્ટોન્સ અને સિસ્ટીન સ્ટોન્સ. જે ખાદ્ય પદાર્થોમાં ઓક્ષાલેટની માત્રા વધારે હોય તેને ખાવાથી બચવું જોઈએ અથવા પ્રોટીનની માત્રા વધુ હોય, તેના સિવાય પાણીની કમી પણ પથરીનું કારણ બની શકે છે. પથરીની સમસ્યા માં શું ખાવું અને શું ન ખાવું તે વિશે વધુ જાણીએ.
પથરીની સમસ્યા માં આ ફળોનું સેવન કરવું:-
1. પાણીવાળા ફળ ખાવા:- પાણીથી ભરપૂર ફળો જેમ કે નારિયેળ પાણી, તરબૂચ અને શક્કરટેટી વગેરે ખાવા. આ પથરીને ઓગાળીને છે તેને પેશાબ વાટે બહાર કાઢવામાં મદદ કરે છે. તેથી તમારે વધુમાં વધુ પાણી વાળા ફળનું સેવન કરવું જોઈએ. તમે આ ફળ સીધા જ ખાઈ શકો છો અથવા તેનું જ્યૂસ પણ પીય શકો છો.
2. ખાટા ફળોનું સેવન : ખાટા ફળો વિટામીન સી થી ભરપૂર હોય છે જે પથરીને ઓગાળવામાં મદદ કરે છે. ખાટા ફળોના જ્યૂસમાં સાઈટ્રિક એસિડ હોય છે. તેનું સાઇટ્રેટ કેલ્શિયમને બંધ કરીને પથરીનું નિર્માણ કરતાં અટકાવે છે જેનાથી આ ઓકસોલેટથી બંધાઈ નથી શકતું અને પથરી બની જાય છે. એવામાં તમે સાઈટ્રિક એસિડથી ભરપૂર ફળ સંતરા, મોસંબી, જામફળ અને દ્રાક્ષનું સેવન પથરીને દૂર કરવામાં મદદરૂપ બને છે.
3. કેલ્શિયમથી ભરપૂર ફળોનું સેવન : કેલ્શિયમથી ભરપૂર ફળોનું સેવન પથરી મા લાભદાયક છે. એવામાં કેટલાક કેલ્શિયમ વાળા ખાદ્ય પદાર્થો અને સામાન્ય ડેરી સેવનથી કેલ્શિયમ પથરી બનવાના જોખમને ઓછું કરે છે. તેના સિવાય તમે કેલ્શિયમથી ભરપૂર ફળ ખાઈ શકો છો જેમ કે જાંબુ, કીવી, અંજીર અને કાળી દ્રાક્ષ વગેરે.
પથરી થવા થી કયા ફળ ન ખાવા:- પથરી થવાથી એવા ફળોનું સેવન કરવાથી બચવું જે પચવામાં થોડા મુશ્કેલ હોય જેમકે, શક્કરિયા, રફેજ થી ભરપુર ફૂડ, દાડમ, ડ્રાયફ્રૂટ્સ, વગેરે. આના સિવાય પથરીમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમકે પ્રસંસ્કૃત અને પેકેટ વાળી વસ્તુઓનું સેવન ન કરવું સાથે જ બહારના પેક્ડ ફ્રુટ જ્યુસનું સેવન ન કરવું. જો તમે સક્રિય રીતે તેને રોકવાની કોશિશ નહીં કરો તો કિડનીમાં પથરી થવાનું જોખમ ફરીથી વધી જશે.
જો તમને પથરી હોય તો બીજી કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઇએ જેમ કે દરરોજ ઓછામાં ઓછા 12 ગ્લાસ પાણી પીવું, સંતરા જેવા ખાટા ફળનું સેવન કરવું. પ્રત્યેક ભોજનમાં કેલ્શિયમ યુક્ત ખોરાક લેવો. તેની સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું કે જો શરીરમાં કેલ્શિયમનું સેવન ઓછું થાય છે તો ઓકસોલેટ નું સ્તર વધી જાય છે. તમારા કેલ્શિયમને પૂરક આહારની જગ્યાએ ભોજનથી પ્રાપ્ત કરવો શ્રેષ્ઠ છે કારણકે તે કિડનીની પથરી સાથે જોડાયેલા રહે છે.
કેલ્શિયમના સારા સ્ત્રોત માં દૂધ, દહીં અને પનીરનો સમાવેશ થાય છે. કેલ્શિયમના શાકાહારી સ્ત્રોતોમાં કઠોળ, ટોફુ, ઘેરા લીલા રંગની શાકભાજી, બદામ બીજ અને ગોળનો સમાવેશ થાય છે. સાથે જ તમે વિટામિન ડી લઈ શકો છો. જે શરીરને વધુ કેલ્શિયમ અવશોષિત કરવામાં મદદ કરે છે.
એ ધ્યાન રાખવું કે મીઠું, ખાંડ અને હાઈ ફ્રૂક્ટોઝ વાળી વસ્તુઓના સેવનથી બચવું. એવી દરેક વસ્તુઓના સેવનથી બચવું જે તમને નિર્જળીત કરે છે જેમકે દારૂ. કિડનીમાં પથરી હોવી સામાન્ય રીતે અત્યંત દુઃખદાયક સ્થિતિ હોય છે. એવામાં હાયડ્રેટ રહેવું અને હેલ્ધી ખાવાનું ખૂબ જરૂરી છે.