માતા બનવું દરેક સ્ત્રી માટે વિશેષ અનુભવ હોય છે. દરમિયાન તમારે ખાનપાનનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન ખાનપાન ખૂબ જ મહત્વ રાખે છે. તમે જેવુ ખાવ છો તેવી જ અસર બાળક પર પડે છે. અને આની મદદ દ્વારા જ બાળકનો વિકાસ થાય છે. તેના માટે તમે દૈનિક આહાર માં શું લો છો. એ વાત પણ ખૂબ જ મહત્વ રાખે છે. ગર્ભાવસ્થામાં સવાર નો આહાર હલકો અને સ્વસ્થ હોય, તો ખૂબ જ સારું. જેથી આખો દિવસ સ્ફૂર્તિલા હોવાનો અહેસાસ થાય છે. સાથે જ એસીડીટી અને પેટમાં બળતરા ની સમસ્યા નથી થતી. સાથે જ તમે આ અવસ્થામાં ખાલી પેટે પાણી પણ પી શકો છો. આનાથી પણ તમને કોઈ પરેશાની નથી થતી. પરંતુ, જો તમે કોઇ ખાસ પ્રકારનું પાણી જેમ કે જીરા વાળું, અજમાનું પાણી કે મેથી વાળું પાણી સવારે ખાલી પેટે પી શકો છો. જોકે આનુ સેવન ડોક્ટરની સલાહ લીધા બાદ જ કરવું, કારણ કે આનાથી કોઈ અલગ અસર પણ થઈ શકે છે. આના સિવાય તમારે આ અવસ્થા માં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે વિસ્તારપૂર્વક જાણવા માટે આગળ વાંચતા રહો.
સવારમાં ખાલી પેટે શું ખાવું:-
1. ફળ:- ગર્ભાવસ્થામાં સવારમાં ખાલી પેટે તમે ફળ ખાઈ શકો છો. સવારમાં ખાલી પેટે ફળ ખાવાથી ગર્ભવતી મહિલાઓને વિટામીન એ, બી, સી અને કેલ્સિયમ, ફાઈબર જેવા જરૂરી પોષક તત્વો મળે છે જે બાળક અને માતા બંને માટે ફાયદાકારક હોય છે. જોકે એક વાતનું ધ્યાન રાખવું કે સવારમાં ખાલી પેટે સાઇટ્રસ ફળો એટલે કે નારંગી, કીવી, લીંબુ અને આમળા આ વસ્તુઓનું સેવન ન કરવું. આનાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.અને તમને આખો દિવસ પેટનો દુખાવો અને બળતરા ની ફરિયાદ થઇ શકે છે. તમે ફળોનો રસ પણ લઈ શકો છો.
2. નટ્સ:- નટ્સ તંદુરસ્તી થી ભરપૂર હોય છે. સવારમાં ખાલી પેટે ગર્ભવતી મહિલાઓ બદામ, કાજુ, મગફળી અને અખરોટ ખાઈ શકે છે. આના સેવનથી શરીરને પ્રોટીન અને એમીનો એસિડ, કેલ્શિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં મળે છે, જેનાથી તમારા પુરા શરીરમાં આખો દિવસ એનર્જી નો અહેસાસ થશે. જો તમે આને આખી રાત પલાળીને ખાવ તો, વધારે ફાયદા કારક બને છે.
3. આખું અનાજ:- આખું અનાજ ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં વિટામિન, પ્રોટીન અને ફાઇબર સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે જે, શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આના માટે તમે સવારમાં ખાલી પેટે દલિયા, ઓટ્સ અને બ્રાઉન બ્રેડ ખાઈ શકો છો. આનાથી તમે આખો દિવસ ભરેલાપણા નો એનો અહેસાસ કરશો. સાથે જ પાચન ક્રિયા પણ સારી રહે છે.
4. પૌવા અને ઉપમા:- સવારના નાસ્તા ની શરૂઆત હંમેશા હળવું ખાવાથી કરવી. તેનાથી તમારો આખો દિવસ સારો જાય છે. સાથે જ તમારું શરીર અને મન બન્ને હળવાશ અનુભવે છે. તેના માટે તમે સવારમાં પૌવા અને ઉપમા ખાઈ શકો છો. આ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો નાસ્તો છે. તમે ઈચ્છો તો નાસ્તામાં મગની દાળ કે બેસનના ચિલ્લા પણ ખાઈ શકો છો. જેની સાથે ફ્રૂટ સ્મુધી પણ લઈ શકો છો અને સ્મુધી માં તમે ચિયા બીજ, કોળાના બીજ, અને અળસી ના બીજ પણ મેળવી શકો છો.
5. ઈડલી:- જો તમે સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીન હોવ તો તમે સવારના નાસ્તામાં ઈડલી અને સંભાર પણ ખાઈ શકો છો. આ પણ એક સારો વિકલ્પ છે. આનાથી તમારા સ્વાસ્થ્યને પણ અનેક લાભ મળે છે.
6. દૂધ:- દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે આના સેવનથી તમને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળે છે. તમે સવારમાં દૂધ બદામ કે અખરોટ સાથે લઈ શકો છો. જો તમને સવારમાં દૂધ પીવાનું પસંદ ન હોય તો તમે દહીં પણ ખાઈ શકો છો.
સવારમાં ખાલી પેટે આ વસ્તુઓનું સેવન ન કરવું:-
1. કોફી:- કોફીમાં કેફીન ની માત્રા ઉપલબ્ધ હોય છે, જેનુ ખાલી પેટે સેવન કરવાથી તમને નુકસાન થઈ શકે છે. ખાલી પેટે કેફીનની માત્રા લેવાથી બાળક પર પણ અસર પડી શકે છે.
2. ઠંડા ફળોનું સેવન:- જો તમને સામાન્ય રીતે શરદી કફ ની ફરિયાદ રહેતી હોય તો સવારમાં ખાલી પેટે ઠંડા ફળોનું સેવન ન કરવું. તમે ઈચ્છો તો સવારમાં 11 વાગ્યા બાદ ઠંડા ફળોનું સેવન કરી શકો છો. તમે ફ્રુટ સલાડ બનાવીને પણ ખાઈ શકો છો. તેનાથી પણ તમને સારો ફાયદો થશે.
3. તેલીય પદાર્થ:- ગર્ભાવસ્થામાં સવારમાં ખાલી પેટે તેલીય પદાર્થો અને ભોજનનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમને ઘણું નુકસાન થઈ શકે છે. આનાથી શરીરમાં કેલરીની માત્રા વધે છે અને તમને જરૂરી પોષણ પણ નથી મળતું. આ પ્રકારની વસ્તુઓ ના સેવન થી અનેક પ્રકારની બીમારીઓ અને સંક્રમણ નું જોખમ પણ રહે છે.
4. બંધ ડબ્બાના ખોરાક:- સવારમાં ખાલી પેટે ગર્ભવતી મહિલાઓએ બંધ ડબ્બાના ખોરાકનું સેવન ન કરવું, કારણ કે આ પદાર્થો ને વધુ દિવસ સુધી સારા રાખવા માટે તેમાં અનેક પ્રકારના રસાયણો મેળવેલા હોય છે. જેનાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. બંધ ડબ્બાના અથવા કેન વાળા પદાર્થો સવારે ખાલી પેટે જ નહીં પરંતુ કોઈપણ સમયે તેનું સેવન ન કરવું જોઈએ.
5. કાચું માંસ કે ઈંડુ:- ગર્ભાવસ્થામાં સવાર માં કાચું માંસ કે ઈંડુ નું સેવન કરવાથી બચવું. વળી ઘણા લોકોને માછલી કે લાલ માંસ ખૂબ જ પસંદ હોય છે પરંતુ આ વસ્તુઓનું સેવન સવારમાં ખાલી પેટે ન કરવું જોઈએ. બપોરના ભોજનમાં આને પકાવીને તમે સંતુલિત માત્રામાં લઈ શકો છો, નહિતર આનાથી તમને અને બાળકને નુકસાન થઈ શકે છે.
સાથે જ કોઈ પણ પદાર્થનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. ડોક્ટરની સલાહ લીધા વગર કોઇપણ વસ્તુઓનું સેવન ન કરવું. તમે સવારમાં કંઈક ખાતા પહેલા યોગ અને ધ્યાન કરી શકો છો પરંતુ તે પણ એક્સપર્ટની સલાહ પ્રમાણે કરવું. તેનાથી તમારુ અને બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે. સાથે જ ધૂમ્રપાન અને દારૂનું સેવન બિલકુલ ન કરવું. આ તમારા માટે જોખમકારક સાબિત થઈ શકે છે.