મિત્રો શિયાળાની ઋતુનું આગમન થઈ ચૂક્યું છે આ ઋતુમાં શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી પડી જાય છે. તેના કારણે લોકો ને અવારનવાર શરદી, ઉધરસ, કફ,તાવ, ગળામાં ખરાશ અને ઇન્ફેક્શન વગેરેનો સામનો વધારે કરવો પડે છે. પરંતુ જો તમે શિયાળાની ઋતુમાં પણ તમારે ખાણી પીણી નું ધ્યાન રાખશો તો આ સમસ્યાઓથી મહદ અંશે બચી શકશો.
મિત્રો શિયાળાનો સમય ખાણીપીણી માટે ખૂબ જ વધારે વિશેષ હોય છે. સ્વાસ્થ્યવર્ધક આહાર લેવાથી તમારી ઇમ્યુનિટી વધે છે સાથે જ શરીરને ગરમાવો પણ મળે છે અને તમે શિયાળામાં થતી સમસ્યાઓથી બચી શકો છો. તેથી તમે પણ વિચારી રહ્યા હશો કે શિયાળામાં આખરે શું ખાવું જોઈએ કે પછી આયુર્વેદ પ્રમાણે શિયાળામાં શું ખાવું જોઈએ ? તો આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું કે આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે શિયાળામાં શું ખાવું જોઈએ.
1) ગોળ:- મિત્રો આયુર્વેદ માં જણાવ્યા પ્રમાણે ગોળની તાસીર ગરમ હોય છે તેથી તમારે શિયાળામાં ગોળનું સેવન જરૂર કરવું જોઈએ. ગોળ ખાવાથી શરીરને ગરમી મળે છે, સાથે જ લોહીની કમી પણ દૂર થાય છે. જો તમે શિયાળામાં દરરોજ ગોળ ખાશો તો તેનાથી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બનશે. ગોળ ખાવાથી પાંચ ઉત્સેચકો નું ઉત્પાદન થશે, તેનાથી તમારું પાચન તંદુરસ્ત બને છે.
2) હળદર વાળું દૂધ:- આયુર્વેદમાં હળદરવાળા દૂધને ખૂબ જ ફાયદાકારક જણાવવામાં આવ્યું છે. આમ તો તમે હળદર વાળું દૂધ દરેક ઋતુમાં પી શકો છો. પરંતુ શિયાળામાં હળદર વાળું દૂધ જરૂર પીવું જોઈએ. તમે રાત્રે સુતા સમયે હળદર વાળુ દૂધ પી શકો છો. હળદર વાળું દૂધ પીવાથી તમારી ઈમ્યુનિટી બુસ્ટ થશે. તમે જલ્દીથી બીમાર નહીં પડો. સાથે જ હળદર વાળું દૂધ પીવાથી તમારા શરીરને ગરમાવો પણ મળે છે.
3) લીલા પાનવાળા શાકભાજી:- શિયાળામાં વિવિધ પ્રકારના રંગબેરંગી શાકભાજી મળવા લાગે છે. શિયાળામાં તમારે તમારા ડાયટમાં લીલા પાનવાળા શાકભાજી ને જરૂર સામેલ કરવા જોઈએ. લીલા પાનવાળા શાકભાજીમાં વિટામીન, મિનરલ અને એન્ટિઓક્સિડેન્ટ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. જો તમે શિયાળામાં દરરોજ લીલા શાકભાજી ખાશો તો હંમેશા તંદુરસ્ત અને સ્વસ્થ રહેશો. તમે શિયાળામાં પાલકની ભાજી, સરસવ, મેથી ની ભાજી અને ચીલ ની ભાજી નું સેવન કરી શકો છો. તેનાથી તમારી ઇમ્યુનિટી બુસ્ટ થશે સાથે જ તમારા શરીરમાં પોષક તત્વોની પૂરતી પણ થશે.
4) તલ:- મિત્રો આયુર્વેદમાં તલને ખૂબ જ મહત્વની વસ્તુ માનવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે તલનો ઉપયોગ અનેક સમસ્યાઓ દૂર કરવા માટે કરી શકાય છે. તલની તાસીર અત્યંત ગરમ હોય છે તેથી તમારે શિયાળામાં તલનું સેવન જરૂર કરવું જોઈએ. સાથે જ તલ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તમે શિયાળામાં સ્વસ્થ રહેવા માટે તલના લાડુ બનાવીને ખાઈ શકો છો.
5) સૂપ:- શિયાળામાં સૂપ નું સેવન ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં તમે ટામેટા, વેજીટેબલ, સૂપ પી શકો છો. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા માટે તેમાં ગરમ મસાલા જરૂર નાખો. તમે તેમાં કાળા મરી, લવિંગ અને તજ વગેરે સામેલ કરી શકો છો. સૂપ પીવાથી તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન થશે. સાથે જ ઇમ્યુનિટી વધશે અને તમે શરદી કફ જેવી મોસમી બીમારીઓથી બચી શકશો.
6) આદુ અને તુલસી:- આયુર્વેદ પ્રમાણે તમારે વિન્ટર ડાયટમાં આદુ અને તુલસીને જરૂર શામેલ કરવા જોઈએ. આદુ અને તુલસી ની તાસીર ગરમ હોય છે. આ બંનેવને ખાવાથી તમને ગરમાવો મળશે અને તમારી રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધશે. તમે આદુ અને તુલસીની ચા કે ઉકાળો બનાવીને પી શકો છો. જો તમે ઈચ્છો તો શિયાળામાં હર્બલ ટી પણ પી શકો છો. આયુર્વેદમાં હર્બલ ટી પીવાની સલાહ આપવામાં આવે છે.
ઉપરોક્ત જણાવેલ વસ્તુઓ સિવાય તમે શિયાળામાં લસણ, ખીચડી, દાળ, મોસમી ફળ, ગળો, એલોવેરા જ્યુસ, આમળાનું જ્યુસ વગેરેનું પણ સેવન કરી શકો છો. જો તમે આયુર્વેદ પ્રમાણે આ વસ્તુનું સેવન કરશો તો આખું વર્ષ રહેશો એકદમ ફીટ અને સ્વસ્થ. નહિ ખાવી પડે મોંઘી દવાઓ. અનેક બીમારીઓનો કરી દેશે સફાયો…
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay