આપણા ગુજરાતી રસોડામાં મોટા ભાગે દરરોજ દાળભાત બનાવવામાં આવે છે. અને દાળ ભાત બનાવવા માટે આપણે કુકરનો ઉપયોગ કરીએ છીએ. કુકરમાં દાળ-ભાત મૂકતી વખતે પાણીનું પ્રમાણ યોગ્ય રહે તે ખુબ જ જરૂરી છે. કેટલીક વાર પાણી વધારે પડી જવાથી કુકરમાં સીટી થયા પછી સાઈડ માંથી દાળ ભાત નું પાણી બહાર નીકળી જાય છે, અને અંદર દાળ અને ભાત કોરા રહી જાય છે.
એવામાં કુકર તો ગંદુ થાય જ છે સાથે ગેસ, સ્ટવ અને પ્લેટફોર્મ પણ ગંદુ થાય છે. તો આજે અમે તમને એક રહસ્ય જણાવીશું જેથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો. તો જાણવા માટે આગળ વાંચતા રહો.
કેટલીકવાર કુકરની રિંગ પણ ખરાબ થઈ જવાના કારણે દાળ ભાતનું પાણી કુકરમાંથી બહાર આવી જાય છે. એવામાં આનાથી બચવા માટે રિંગને ચેક કરી લેવી રીંગ કટ થઈ હોય કે ઢીલી થઈ ગઈ હોય છે જેના કારણે સીટી વખતે પાણી બહાર નીકળવા લાગે છે.
જો રીંગ પણ સારી હોવા છતાં કુકરમાંથી પાણી બહાર નીકળે છે તો તમે કુકરના ઢાંકણા ની કિનારી પર તેલ લગાવી દો. આનાથી દાળ અને ભાતનું વધુ પડતું પાણી ઘરની બહાર નહીં આવે અને દાળ અને ભાત કોરા નહિ રહે અને ચડી જશે સારી રીતે.
દાળ અને ભાત બનાવતા પહેલાં કુકરમાંથી સિટીને સરસ રીતે સાફ કરી લો. તેમાં કોઈ અનાજનો દાણો અટકી નથી ગયોને તે જોઈ લેવું અથવા કોઈ વસ્તુ ફસાઈ ગઈ છે કે કેમ તે પણ જોઈ લેવું. કારણ કે કેટલીક વાર વરાળ ન બનવાના કારણે પણ કુકરના સાઈડ માંથી પાણી નીકળે છે.
ભાત બનાવતી વખતે પાણીની માત્રા યોગ્ય હોવી અત્યંત જરૂરી છે કારણ કે જો પાણીની માત્રા ઓછી હોય તો ચોખા કાચા રહી જશે, અને જો પાણી વધુ પડતું હોય તો તે ઢીલા અને ચિપચીપા થઈ જાય છે. એવામાં પાણીની યોગ્ય માત્રા ચોખા થી બે ઘણી હોય છે. એટલે કે જો તમે એક ગ્લાસ ચોખા લઇ રહ્યા હોવ તો તેમાં બે ગ્લાસ પાણી નો ઉપયોગ કરવો.
પરફેક્ટ દાળ બનાવવા માટે તમારે યોગ્ય માત્રામાં પાણીની સાથે સાથે પંદરથી વીસ મિનિટ સુધી દાળને રહેવા દો, કારણ કે દાળને થોડીવાર પાણીમાં રાખવાથી તે સારી રીતે રંધાય છે અને તેનો સ્વાદ પણ વધી જાય છે.