આજના સમયમાં વજન ઉતારવું એ એક પડકાર સમાન છે. તેમાંયે ખાસ કરીને મહિલાઓને વજન ઓછું ન થવાની ફરિયાદ હંમેશા રહેતી હોય છે. ગૃહિણીઓ દિવસભર કેટલું પણ કામ કરી લે તે છતાં પણ તેમનું વજન ઓછું નથી થતું. વર્કઆઉટ ના નામ પર વોક કરી લે છે. પરંતુ બસ એટલું જ પૂરતું નથી. તેની સાથે જ જરૂરી છે કે તમે યોગ્ય ડાયટ પણ અપનાવો. ડાયટની સાથે સાથે નિયમિત એક્સરસાઇઝ પણ અત્યંત જરૂરી છે.
ઘણા લોકો ઝડપથી પોતાનું વજન ઓછું કરવા ઇચ્છે છે પરંતુ તેઓ પોતાનું મનચાહ્યું શરીર મેળવવા અને જાળવી રાખવા માટે કઠોર મહેનત કરવા તૈયાર નથી હોતા. જો તમે ઇચ્છતા હો કે તમારું વજન 15 દિવસમાં જ ઓછું થાય તો એ ત્યારે જ સંભવ થાય જો તમે યોગ્ય ડાયટ અને એક્સરસાઇઝ ને ફોલો કરશો.
ન્યુટ્રીશિયન મુજબ 15 દિવસનું ડાયટ પ્લાન એવું છે જેનો ઉદ્દેશ્ય તમારું વજન ઓછું કરવા અને બોડીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તમારા આહારમાં જંકફૂડ અને ગળ્યું ખાવાથી બચો અને હાઈ પ્રોટીન ડાયટ ને ફોલો કરો. આ પ્લાન તમને વજન ઘટડાવામાં મદદ કરશે અને તમારા શરીરને સંપૂર્ણ દિવસ દરમિયાન હેલ્ધી ન્યુટ્રિયન્ટ્સ પણ મળશે.
1) અર્લી મોર્નિંગ – વરિયાળીનું પાણી:- સવારમાં 6 થી 7 વાગ્યાની વચ્ચે તમારે સવારની શરૂઆત વરિયાળીના પાણીથી કરવાની છે તેના માટે 2 ચમચી વરિયાળીને આખી રાત એક ગ્લાસ પાણી માં પલાળીને રાખી દો. સવારમાં ઉઠીને તેને ગાળીને તેમાં નાનો ટુકડો તજનો નાખીને પી લો. વરિયાળીનું પાણી પીવાથી વજન ઘટવામાં મદદ મળશે અને તેનાથી તમારું પાચનતંત્ર પણ મજબૂત થશે. જો તમને એસીડીટીની પ્રોબ્લેમ રહેતી હોય તો વરીયાળીનું પાણી પીવાથી તમને ફાયદો થશે.
2) બ્રેકફાસ્ટ- મગદાળ ના બે પુડલા :- સવારમાં 7:30 થી 8:30 વાગ્યાની વચ્ચે બ્રેકફાસ્ટમાં હાઈ પ્રોટીન ડાયટ લેવાના અનેક ફાયદા છે આ તમારી ભૂખને નિયંત્રિત કરે છે અને મોટાબેલીઝમને બૂસ્ટ કરીને વજન ઓછું કરવામાં મદદ કરશે. તેથી તમે બ્રેકફાસ્ટમાં મગની દાળના બે પુડલા સાથે એક કપ ગ્રીન ટી અને 4 બદામ અવશ્ય ખાવી.
3) મિડ મોર્નિંગ- મસાલા ચા:- 11 વગ્યાની આસપાસ મસાલેદાર ચા અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. મસાલેદાર ચા પીવાથી તેમાં હાજર વિભિન્ન મસાલાઓનો લાભ પણ મળે છે. આ એન્ટીઓક્સીડેન્ટ નો સ્ત્રોત છે જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને માસિક ખેંચાણ તેમજ વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે.
4) લંચ- ઓટ્સ રોટલી અને શાક:- 1 વાગ્યાની આસપાસ તમારા આહારને ગ્લુટેન મુક્ત રાખો અને તેમાં ઓટ્સનો સમાવેશ કરો. તેમાં લો કોલેસ્ટ્રોલ અને કેલરી હોય છે જેનાથી આ વજન ઓછું કરવામાં અસરકારક સાબિત થાય છે. તમારા લંચમાં એક વાડકી વેજીટેબલ શાક અને એક ઓટ્સની રોટલીનો સમાવેશ કરવો.
5) પોસ્ટ લંચ- નારિયેળ પાણી અને ચેસ્ટનટ્સ:- 4 વાગ્યાની આસપાસ પોસ્ટ લંચ એક ગ્લાસ નારિયેળ પાણી સાથે અડધો કપ ચેસ્ટનટ્સ અવશ્ય લો. શિંઘોડા માં પણ કેલ્શિયમ, વિટામિન- એ,સી, કાર્બોહાઈડ્રેટ પ્રોટીન જેવા તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી આનુ સેવન કરવું તમારા માટે ફાયદાકારક છે.
6) ડિનર- ક્વિનોવા અને બાફેલી દાળ:- 7 થી 7:30 વાગ્યાની આસપાસ તમારે રાતનું ભોજન એકદમ હળવું રાખવું અને એ જરૂરી છે કે તમે સમયસર જમી લો. રાતનું ખાવાનું મોડેથી ખાશો તો તમને પચવામાં પણ સમય લાગશે. તમારા રાતના ભોજન માં એક કપ કિવનોવા અને બાફેલી દાળ સાથે અડધો કપ સલાડ રાખવું. અને રાત્રે સુતા પહેલા નવશેકા પાણીમાં લીંબુ, તજનો પાવડર અને એક લવિંગ નાખીને પીવું.
આ ડાયટ સાથે એક્સરસાઇઝ પણ ફોલો કરવી. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ વોક કરવું અને એક કલાક ની એક્સરસાઇઝ જરૂર કરવી. આ ડાયટ પ્લાન ફોલો કરવાથી અવશ્ય રીતે લાભ થશે જ, પરંતુ જો તમે કોઇ ગંભીર બીમારીથી ગ્રસ્ત હોવ તો આને તમારા ડાયટમાં સામેલ કરતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay