મોટાભાગના લોકો ઉંમર વધવાની સાથે વધતા વજનની સમસ્યાથી પરેશાન છે. ખાસ કરીને 40 ઉંમર થયા બાદ લોકોનું વજન વધવા લાગે છે. વધતી ઉંમરની સાથે વજન વધવું સામાન્ય છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો જણાવે છે કે જેમ તમારી ઉંમર વધે છે, તમારું મેટાબોલિઝમ ધીમું થવા લાગે છે. તો એવામાં જ્યારે તમે એક ઉંમરના મધ્યભાગમાં પહોંચો છો તો તમારું વજન વધવા લાગે છે. તેના અનેક કારણો જવાબદાર હોઈ શકે છે.
જેમકે ધીમું મેટાબોલિઝ્મ, શારીરિક ગતિવિધિઓ માં ઉણપ, હાનિકારક ખોરાકનું સેવન. આ દરેક મધ્ય ઉંમરના વર્ગના લોકોમાં વજન વધવા અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તો એવામાં શરીરના સ્વસ્થ વજન ને જાળવી રાખવા માટે મેટાબોલિઝ્મને બુસ્ટ કરવું મહત્વપૂર્ણ છે.
હવે પ્રશ્ન એ છે કે વધતી ઉંમર સાથે તમારાં વજનને કંટ્રોલ રાખવા માટે તમે શું કરી શકો? જેવી રીતે આપણે જાણીએ છીએ કે શરીરનું સ્વસ્થ વજન જાળવી રાખવા માટે નિયમિત રૂપે ડાયટ ફોલો અને એક્સરસાઇઝ કરવી જરૂરી છે. પરંતુ તમારા મેટાબોલિઝ્મને બુસ્ટ કરવું પણ એટલું જ જરૂરી છે. આ લેખમાં અમે તમને વધતી ઉંમર સાથે વધતા વજનને કંટ્રોલ રાખવા માટે 5 ટેકનીક જણાવીશું.
40 ની ઉંમર પછી વજન નિયંત્રિત કરવાના ઉપાય:-
1. એવો ખોરાક ખાવ જે તમારા મેટાબોલિઝ્મને ઝડપી બનાવે:- ધીમા મેટાબોલિઝ્મને બુસ્ટ કરવા માટે ગ્રીન ટી ફાયદાકારક સાબિત થઈ શકે છે. અધ્યયન પ્રમાણે જાણવા મળ્યું છે કે દિવસમાં ચાર કપ ગ્રીન ટી પીવાથી શરીરનું વજન અને સિસ્ટોલિક બ્લડપ્રેશર ને ઓછું કરવામાં મદદ મળે છે ગ્રીન ટીથી ઉપલબ્ધ એપિગૈલોકૈટેચિન ગૈલેટ ચરબીનું ઓક્સિકરણ વધારવામાં મદદ કરે છે અને અને ખર્ચ થવા વાળી ચરબી માં લગભગ ચાર ટકાની વૃદ્ધિ કરે છે.
તેના સિવાય કાળા મરીમાં પણ તમને શરીરમાંથી વધુ પડતી ચરબીને બાળવામાં મદદ મળે છે. માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે ભુખને ઓછી કરવામાં મદદ કરે છે. જ્યારે સીમલા મરચું, હૈબનેરોસ અને જલેપીન જેવા ગરમ મરચામાં ઉપલબ્ધ થતાં કેપ્સાઇસીન શરીરમાં વધુ ગરમી ઉત્પન્ન કરે છે અને વધુ પડતી કેલરી ને બાળવામાં મદદ કરે છે
2. પાણી :- આપણામાંથી મોટાભાગના લોકો એ નથી જાણતા કે પાણી આપણા મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. સાથે જ ભોજન કરવાના થોડા સમય પહેલા પાણી પીવાથી તમને ભૂખ ઓછી લાગે છે, અને તમે ઓછું ખાવ છો. એક શોધ પ્રમાણે અડધો લીટર પાણી પીવાથી એક કલાક સુધી તમારાં મેટાબોલિઝ્મને 25% સુધી બુસ્ટ કરી શકાય છે. જે કેલેરી ને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે.
3. તમારા રૂટિનનું ચુસ્તપણે પાલન કરો:- જ્યારે તમે પૂરતી ઊંઘ નથી લેતા તો તેનાથી પણ તમારું વજન વધી શકે છે. સાથે જ વધારે ખાવાથી પણ તમારું વજન વધી શકે છે. જો તમે સારી ઊંઘ નથી લેતા તો તમારું શરીર સમયની સાથે જાગવાનું અને ભૂખનો અહેસાસ કરાવતું રહેશે. જેનાથી તમે જરૂરત કરતા વધારે ખાવ છો અને તમારું વજન વધે છે. તો એવામાં નિશ્ચિત કરો કે તમે બ્રેકફાસ્ટ સ્કિપ નહીં કરો.
આ દિવસનું મહત્વ પૂર્ણ ભોજન હોય છે કારણ કે આ તમારા મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે અને તેને સંપૂર્ણ દિવસ દરમિયાન સક્રિય રાખે છે. સાથે જ નાસ્તામાં વિટામીન અને ફાઈબરથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જેમ કે, નટ્સ અને ફળો. આ રૂટીન ફોલો કરવાથી તમારું વજન પણ કંટ્રોલમાં રાખી શકાય છે.
4. એક્ટિવ રહો:- એક ગતિહીન જીવનશૈલી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને જન્મ આપે છે. સાથે જ તેનાથી તમારા શરીરનું વજન પણ વધી શકે છે. લાંબા સમય સુધી બેસવું કે આડુ પડી રહેવું, એક્સરસાઇઝ ન કરવી તમારા સ્વાસ્થ્ય માટે જોખમરૂપ હોય છે. તમારી દિનચર્યા માં દરરોજ ચાલવાનું સુનિશ્ચિત કરવું. સાથે જ તમારા શરીરને સારા આકારમાં રાખવું, સ્વસ્થ રહેવું અને શરીરમાં ફેટ જમા થવાના કારણે વધતા જોખમને દૂર કરવા માટે સપ્તાહમાં ઓછામાં ઓછી ત્રણ વાર એક્સરસાઇઝ અવશ્ય કરવી .
5. ડોક્ટર સાથે સલાહ સૂચન કરવું:- ઉંમરના મધ્ય ભાગમાં વજન વધવું એ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત છે. જેમકે થાઈરોઈડ એડ્રેનલ ગ્લેન્ડ ડિસઓર્ડર ને ધીમું કરી શકે છે. જેનાથી વજન વધે છે. જો તમે સ્વસ્થ રહેવા ઇચ્છતા હોવ અને એવું ઈચ્છું કે તમારું મેટાબોલિઝમ સારી રીતે કામ કરે તો વર્ષમાં એકવાર તમારા એન્ડોક્રિનોલોજિસ્ટ કે ફેમિલી ડોક્ટર ને જરૂરથી મળો અને તમારા એન્ડોક્રાઇન સિસ્ટમનો ટેસ્ટ કરાવો. આમ આ 5 ઉપાયોનો મદદથી તમે 40 ની ઉંમરે પણ તમારું મેટાબોલોઝ્મ બુસ્ટ કરી શકો છે અને તમારું વધતું વજન પણ સરળતાથી કંટ્રોલ કરી શકો છો.