બદલાતા સમયની સાથે આપણી ખાણી-પીણીમાં પણ પરિવર્તન આવી ગયું છે. આજના ખાદ્ય પદાર્થો પહેલાં જેટલા સ્વાસ્થ્યવર્ધક અને પોષક તત્વોથી ભરપુર રહ્યા નથી. તેથી આપણા શરીરમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ થાય છે. કિડનીમાં પથરી થાય એ પણ ઘણી મોટી સમસ્યા છે. પથરીથી જો પરેશાન હોવ તો નિયમિત રૂપે ગરમ પાણીનું સેવન કરવાથી તમને લાભ થઈ શકે છે. પથરીનો દુખાવો અતિ પીડાદાયક હોય છે. મુખ્ય રૂપે જો કિડનીમાં પથરી હોય તો સર્જરી કરીને કાઢવી પણ મુશ્કેલ થઈ જાય છે. એવામાં કેટલાક લોકો કિડનીમાં પથરીની સમસ્યા ને ઘરગથ્થુ ઉપચારો અને ખાણી પીણીથી દૂર કરવાની કોશિશ કરે છે.
કિડની માં પથરી હોય તો કેટલાય સ્વાસ્થ્ય ચિકિત્સકો વધુ ને વધુ માત્રામાં પાણી પીવાની સલાહ આપે છે. જેથી કરીને પથરીમાં થતી તકલીફ ને ઓછી કરી શકાય. પથરીમાં થતી તકલીફને ઓછી કરવા માટે તમે ગરમ પાણીનું સેવન કરી શકો છો. ગરમ પાણી સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. આ ગરમ પાણી કિડનીમાં પથરીની સમસ્યાને દૂર કરવા માટે લાભકારી નીવડી શકે છે. તો આજે આ લેખમાં જાણીએ કે કિડનીમાં પથરીની સમસ્યાને દૂર કરવામાં ગરમ પાણી કેવી રીતે કારગત નીવડે છે.
પથરીમાં ગરમ પાણી પીવાના ફાયદા:- કેટલાય લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું ગરમ પાણી કિડનીમાં પથરીની સમસ્યાને દૂર કરી શકે છે? તેના જવાબમાં એક ડાયટિશિયનનું કહેવું છે કે કિડનીમાં પથરીની સમસ્યા દૂર કરવા માટે ગરમ પાણી લાભકારી બની શકે છે. ગરમ પાણી તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક છે. ખાસ કરીને તમે જો શિયાળાની ઋતુમાં નવશેકુ ગરમ પાણીનું સેવન કરો છો તો તેનાથી તમને ઘણો ફાયદો થશે, સાથે જ કિડનીમાં પથરી ની સમસ્યામાં પણ ફાયદો થશે. પુરા દિવસ દરમિયાન પથરીના દર્દીઓએ ત્રણ થી ચાર લિટર પાણીનું સેવન કરવું જોઈએ. આવો જોઈએ કિડનીમાં પથરી પર ગરમ પાણી કેવી રીતે અસરકારક છે?
1. શરીરને કરે સક્રિય:- પથરીની સમસ્યા થવા પર તમને ઘણો જ થાકનો અહેસાસ થાય છે. એવામાં નવશેકુ ગરમ પાણી તમારા માટે લાભદાયી નીવડી શકે છે. નવશેકા ગરમ પાણીના સેવનથી તમારા સેલ્સ માં હાજર એન્ટી ઓક્સીડંટ સક્રિય થાય છે જે શરીરની અંદર થતી પરેશાનીની ને દૂર કરવામાં મદદરૂપ થાય છે. એવામાં તમારું શરીર સક્રિય બની જાય છે.
2. ગરમ પાણી કિડનીને કરી શકે છે નબળી:- કિડનીમાં પથરીની સમસ્યા થવાથી શરીરમાં પાણીનો વહાવ ઓછો થઈ જાય છે અથવા રોકાઈ જાય છે. એવામાં જો તમે શરીરમાં પાણીનો વહાવ શ્રેષ્ઠ કરીને પથરીને નબળી કરવા માંગતા હોવ તો સામાન્ય પાણીની જગ્યાએ નવશેકા ગરમ પાણીનું સેવન કરો. આનાથી તમારા શરીરમાં પાણીનો વહાવ સારો એવો થશે. જેનાથી પથરી પેશાબ દ્વારા બહાર નીકળી શકે છે.
3. ધીમે ધીમે પથરી નષ્ટ થઇ જવાની સંભાવના:- નવશેકું ગરમ પાણી સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારી હોય છે. જો તમને પથરીની સમસ્યા હોય તો તમે નવશેકા ગરમ પાણીનું સેવન કરો. વિશેષરૂપે કિડનીમાં પથરી ની સમસ્યા હોય તો અચૂક પણે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી ધીમે ધીમે પથરી નષ્ટ થઈ શકે છે.
4. પથરીમાં પાચનથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરે:- પેટમાં પથરી થવાથી તમને અપચાની સમસ્યા ની ફરિયાદ વધારે રહે છે. આવી સ્થિતિમાં ગરમ પાણીનું સેવન તમારા માટે અસરકારક નીવડે છે. નિયમિત રૂપે ગરમ પાણી પીવાથી પેટમાં અપચો અને ગેસની સમસ્યા નહીં થાય. સાથે જ કેટલાક લોકોને પથરીના કારણે પેટ ફૂલી જવાની ફરિયાદ રહે છે. એવામાં ગરમ પાણી ઘણું ઉપયોગી થાય છે.
5. પેટના દુખાવાને દૂર કરે :- પથરીની સમસ્યા થવાથી કેટલાય લોકોને પેટ ના દુખાવા અને કબજિયાતની સમસ્યા ની ફરિયાદ રહે છે. એવા લોકોને સવારમાં નરણાં કોઠે ગરમ પાણી પીવું જોઈએ. પથરીમાં થતી આ સમસ્યાને દૂર કરવા માટે ગરમ પાણી તમારા માટે અસરકારક બની શકે છે.
ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો અને પથરીને બહાર કાઢવામાં અસરકારક બની શકે છે. પરંતુ,ધ્યાન રાખજો કે વધુ પડતું ગરમ પાણીનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારી સમસ્યા વધી શકે છે.વળી,જો તમને પથરીની ફરિયાદ હોય તો તમારુ નિયમિત રૂપથી ચેકપ કરાવવુ જોઈએ. જેથી કરીને પથરીની સ્થિતિમાં જે પણ બદલાવ આવ્યા હોય તે જાણવા મળે.
Most important
Good