આપણી આસપાસ કુદરતી સંપત્તિનો ખજાનો છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. એવું જ એક શિરીષ વૃક્ષ ઔષધિના રૂપે શરીરની કેટલીય સમસ્યાઓ દૂર કરે છે. જેમ કે માથાનો દુખાવો, દાંત નો દુખાવો, વગેરે બીજા અન્ય લાભ અને ઉપયોગની રીત જાણવા માટે પૂરો લેખ વાંચો.
શિરીષ એક એવું વૃક્ષ છે જેના ફળ, પાન, બીજ અને છાલ માં ઔષધીય ગુણો હોય છે, જેનાથી શરીરની કેટલીય સમસ્યાઓ દૂર કરી શકાય છે. શિરીષ ઔષધિ ના શું લાભ હોય છે? તેના જવાબમાં જાણવા મળે છે કે, શિરીષ ના ઉપયોગથી માથાનો દુખાવો, માઈગ્રેન, દાંત નો દુખાવો, ઉધરસ, ત્વચા સંબંધી સમસ્યાઓ, કમળો, બવાસીર વગેરે સમસ્યાઓમાં રાહત મળે છે. શિરીષ ની દાંડી ભૂરા રંગની હોય છે, તેની છાલ ખરબચડી હોય છે, તેના બીજ બહારથી ભૂરા હોય છે જ્યારે તેના પાંદડાનો દેખાવ આમલી ના પાન જેવો હોય છે. આ ઝાડ પર ઉગતા ફુલ પીળા અને સફેદ હોય છે. આ લેખમાં અમે શિરીષ ઔષધિ ના ફાયદા અને તેના ઉપયોગ કરવાની રીત વિશે ચર્ચા કરીશું.
1. દાંત નો દુખાવો દુર કરે છે:- જો તમને દાંત મા દુખાવો હોય તો તમે શિરીષ ઓષધી નો લાભ લઇ શકો છો. શિરીષ ના બીજથી દાંતનો દુખાવો દૂર થઇ જાય છે. શિરીષ ના બીજ નો ઉપયોગ કરવા માટે તમે આ બીજને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે તેમાં લવિંગ નું તેલ મેળવો. અને એ દાંત પર લગાવો જેમાં દુખાવો હોય. પછી 20 મિનિટ બાદ કોગળા કરી લો. તેનાથી દાંત નો દુખાવો ઠીક થઈ જશે. આ પાવડર તમે તમારા ટૂથપેસ્ટમાં પણ મેળવીને પણ લગાવી શકો છો,જેનાથી દાંત માં સડો થતો નથી. પરંતુ જો તમને પાયેરિયા ના લક્ષણ, મોઢુ કે દાંતને લગતી કોઈપણ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઈને જ આનો ઉપયોગ કરવો.
2. માથાનો દુખાવો દૂર કરે:- જો તમને માથાનો દુખાવો કે માઈગ્રેન જેવી બીમારીના લક્ષણ હોય તો તમે શિરીષ ના ફૂલનો ઉપયોગ કરી શકો છો. શિરીષ ના તાજા ફૂલોની સુગંધથી માથાનો દુખાવો ઠીક થઈ જાય છે. તમારે માત્ર શિરીષ નુ ફૂલ સૂંઘવાનું છે. ફૂલ ને સૂંઘવા માટે તમે ફૂલને સીધા હાથમાં લેવાની જગ્યાએ કાણા વાળા ડબ્બામાં પીસીને નાખી દો. ત્યારબાદ તેની સુગંધ લો. અથવા શિરીષ ના ફૂલ ને એક રૂમાલમાં લપેટીને પણ તેની સુગંધ લઈ શકો છો.
3. ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરે:- જો તમને શરીરમાં ખંજવાળ આવતી હોય તો શિરીષ ઔષધીનો ઉપયોગ કરી શકો છો. શિરીષ બીજ ને પીસી લો અને તેમાં એલોવેરા જેલ મેળવીને ત્વચા પર લગાવી લો. આમ કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થશે. શિરીષ પાન ને દાઝેલી કે કપાઈ ગયેલી ત્વચા પર લગાવવાથી ત્વચામાં બળતરા ઓછી થાય છે. શિરીષ ની છાલમાં પણ ઔષધીય ગુણ હોય છે, તેને પીસીને તમે ખંજવાળ વાળી જગ્યા પર લગાવશો તો ત્વચા માં આરામ મળશે. તેના સિવાય કેટલાક લોકો શિરીષ ના ફૂલના રસનું સેવન પણ કરે છે. જેનાથી લોહી સાફ થાય છે. આ રસનું સેવન કરતા પહેલા તમારે આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી. ચહેરા પર ડાઘ ધબ્બા અને ખીલને દૂર કરવા માટે પણ શિરીષ ના ફૂલ ના રસ નો ઉપયોગ કરી શકાય છે.
4. ઉધરસની સમસ્યા દૂર કરે:- ઉધરસની સમસ્યા દૂર કરવા માટે તમે શિરીષ ના બીજનો ઉકાળો બનાવી લો. આ ઉકાળો પીવાથી ઉધરસની સમસ્યા દૂર થશે. ઉકાળો બનાવવા માટે તમે શિરીષ ના બીજને પીસીને પાવડર બનાવી લો. હવે તમે બે ગ્લાસ પાણી લો અને તેમાં મરી, મધ, શિરીષ ના બીજનો પાવડર નાખીને ઉકાળો. જ્યારે પાણી અડધુ રહી જાય પછી તેનું સેવન કરો. આમ કરવાથી ખાંસીની સમસ્યા દૂર થાય છે.
5. શરીરની કમજોરી દૂર કરે છે શિરીષ ની છાલ:- શિરીષ ની છાલમાં પણ ઔષધીય ગુણ હોય છે. જો તમે શરીરની થકાવટ અને કમજોરી દૂર કરવાનો ઉપાય શોધી રહ્યા હોય તો તમે શિરીષ નો ઉપયોગ કરી શકો છો. આ ઝાડની છાલ ને પીસી લો અને પાવડર બનાવી લો. આ પાવડરમાં ઘી મેળવીને ખાઓ. તેનાથી શરીરની કમજોરી દૂર થશે. જે લોકોને કમળાના લક્ષણો નજર આવે છે તેમના માટે પણ શિરીષ ખૂબ જ ઉપયોગી છે. કમળો થયો હોય ત્યારે શિરીષ ના છાલ નું પાણી પીવાથી ફાયદો થાય છે. શિરીષ ની છાલને આખી રાત પલાળી દેવી અને સવારે ખાલી પેટે તેનું પાણી પી જવાથી કમળા માં રાહત મળે છે. કેટલાક લોકોને કુદરતી ઔષધિ થી એલર્જી થઈ શકે છે એટલા માટે આયુર્વેદિક ડોક્ટર નો સંપર્ક કરીને કોઈ પણ ઔષધિ નો ઉપયોગ કરવો જોઈએ.