એવી ઘણી વસ્તુઓ હોય છે જે આપણા ઘરમાંથીજ સહેલાઇ થી મળી રહે છે. એમાંની એક આદુ છે. આદુ નો ઉપયોગ કેટલાય પ્રકારે થાય છે. ચા બનાવવમાં કે ભોજન માં અથવા કોઈ ઈલાજ માટે પણ આદુ નો ઉપયોગ થાય છે. ગળાની ખરાશને દૂર કરવા માટે આદુ ખુબ જ ઉપયોગી છે. પરંતુ આદુ થી ગળાની ખરાશ નો ઈલાજ કેવી રીતે થાય તે જાણવું જરૂરી છે. આનું સેવન કરવાની કેટલીય રીતો છે એ તમને જણાવીએ. આદુ નો એક ઇંચ નો ટુકડો તૈયારીમાં તમારું બંધ નાખી ખોલી દેશે. તમે નઈ જાણતા હોય કે આદુ એક જડીબુટ્ટી છે
તે ઔષધિય લાભ માટે પણ જાણીતું છે. વધુ પડતા લોકો આદુ નો ઉપયોગ શરદી અને ગળાની ખરાશ દૂર કરવા માટે ઘરગથું ઉપચાર ના રૂપ માં કરે છે. ભારતીય લોકો આનો ઉપયોગ વાનગીઓ બનાવવામાં કરે છે. જરાક ઉધરસ કે શરદી થાય ત્યારે લોકો આજે પણ આદુનો જ ઉપયોગ કરે છે. સદીઓથી આદુ નો ઉપયોગ હર્બલ ઉપચાર ના રૂપમાં કરવામાં આવે છે. એમાં ગઠીયો વા હોય કે પેટનો દુખાવો હોય તો તેના ઈલાજ માટે આદુ નો ઉપયોગ થાય છે. આદુ બે રીતે ગળામાં ખરાશ નો ઈલાજ કરે છે. એક તો જો એનું સેવન કરવામાં આવે તો, આ દુખાવાથી રાહત આપે છે. અને બીજુ સંક્રમણથી લડવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિક શોધ દ્વારા જાણવા મળ્યું છે કે આદુમાં હાજર ઔષધીય ગુણો ગળામાં ખરાશ ના લક્ષણોને ઓછા કરવામાં મદદ કરે છે. તો ચાલો જોઈએ આદું ગળાની ખરાશ દૂર કરવા માટે કેવી રીતે ઉપયોગી છે અને તેનું સેવન કેવી રીતે કરી શકાય.
રોગ પ્રતિકારક શક્તિ વધારે:- તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે આદુ ધાર્યું પરિણામ લાવી શકે છે. એક લેબોરેટરી રિસર્ચ દ્વારા જાણવા મળે છે કે આદુ વાયરસ ને મારવા માટે રોગ પ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરીને તમને દુખાવાથી મુક્ત બનાવે છે. ગળામાં ખરાશ વાયરસની લીધે થાય છે દવા ઓ તેને મારી નથી શકતી પરંતુ આદું તેને નષ્ટ કરવામાં શ્રેષ્ઠ ઉપાય છે.
આદુ એન્ટીવાયરલ છે:- લેબોરેટરી રિસર્ચમાં સામે આવ્યું છે કે તાજા આદુ માં શ્વસન સંક્રમણના મોડલ માં એન્ટીવાયરલ ની અસર હતી જ્યારે સૂકા આદુ માં કોઇ જ અસર ના થઈ. ટેસ્ટ ટ્યુબ અભ્યાસ મુજબ આદુ એન્ટીવાયરલ ગુણોને દર્શાવે છે. સૂકા આદુ ની જગ્યાએ તાજું આદું સ્વસન વાયરસમાં લડવા માટે ફાયદારૂપ છે.
આદુના ઔષધિય ગુણો:- આ જડીબુટ્ટી માં હાજર એન્ટિ ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ બેક્ટેરિયાના સંક્રમણને લડવામાં મદદ કરે છે. એક ટેસ્ટ ટ્યુબ અધ્યયન મુજબ 10% આદુ નો અર્ક સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ ના વિકાસ ને રોકે છે. આ એક ઓરલ ઇન્ફેક્શન માટે જવાબદાર સૂક્ષ્મ જીવો છે આદુમાં ફાઈટોન્યુટ્રિયન્ટ્સ મેળવી શકાય છે જે સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે. આદુ પોતાના એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો માટે જાણીતું છે. ગળામાં ખરાશ થવાથી ગળામાં દુખાવો થાય છે અને સોજો કે ખંજવાળ પણ આવી શકે છે આવું આદુ દ્વારા શરીરમાં પ્રો-ઇન્ફ્લેમેટરી પ્રોટીન અને પ્રોટીન ને રોકવાથી થાય છે. આ સંબંધમાં બે અલગ અલગ રિસર્ચ કરવામાં આવી છે એમાં જાણવા મળે છે કે આદુ કાકડા ના દુખાવા માટે શ્રેષ્ઠ દેશી ઉપચાર છે. અભ્યાસ દરમિયાન કાકડાના દર્દીઓએ આદુનું સેવન કર્યું તો કાકડા ના દુખાવા માં ઘણો જ આરામ મળ્યો.
ગળામાં ખરાશ ને ઠીક કરવા માટે આદુનું સેવન કરવાની રીત:-
આદુની ચા:- એક કપ પાણીમાં ૨ ચમચી સૂકું આદુ ઉકાળવું અને આવી રીતે આદુની ચા બનાવી શકો છો. ગળાની ખરાશ માં આદુની ચા એ અસરકારક ઉપાય છે. ખરાશ ના લીધે ગળામાં સોજો આવી જાય છે અને તેને દૂર કરવા માટે આ ચા ઘણી ફાયદાકારક સાબિત થાય છે. જો ખરાશ થાય ત્યારે દિવસમાં બે થી ત્રણ વાર તમે આ આ ચા પી શકો છો. ઔષધીય ગુણો અને ચાનો સ્વાદ વધારવા માટે તમે એક ચમચી મધ પણ મેળવી શકો છો.
કાચું આદું ખાઓ:- કાચું આદું શાકભાજી વાળા ને ત્યાં સરળતાથી મળી જાય છે. આદુનો 1 ઈંચનો ટુકડો ચાવવાથી પણ ગળાની ખરાશ માં રાહત મળે છે. તેના સિવાય તમે આની ઉપર ની છાલ કાઢીને તેનો ઉપયોગ ચા માં કે શાક બનાવવા માટે કરી શકો છો.
ગોળીના રૂપમાં:- ગળાની ખરાશ માટે દવાઓની દુકાનમાં કેટલીય આદુ યુક્ત ગોળીઓ મળે છે. તેને ખરીદતાં પહેલા લેબલ પર આપેલા સલાહસૂચનો અવશ્ય વાંચી લેવા જેથી જાણ થાય કે જે વસ્તુ તમે ખરીદી રહ્યા છો તેમાં ખરેખર આદુ છે કે નહીં.
કોણ આ ચા નું સેવન ન કરી શકે:- ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન નું કહેવું છે કે આદુ ખાદ્ય પદાર્થો અને પીણાં માં તેનો ઉપયોગ કરવાથી તે પૂર્ણ રીતે સુરક્ષિત છે. આદુની જડો નું સેવન બધા માટે ફાયદાકારક અને સુરક્ષિત છે પરંતુ કેટલાક લોકો માટે આ એલર્જીનું કારણ બની શકે છે. તો તેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવું હિતાવહ રહેશે.