બીલીપત્રનું નામ સાંભળતા જ શિવરાત્રીના દિવસની યાદ આવી જાય છે. મોટાભાગના લોકો શિવજીની પૂજા કરતી વખતે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવે છે. એટલે આપણા માંથી કેટલાક લોકો બીલીપત્રને માત્ર પૂજા માટે ઉપયોગી પાનના સ્વરૂપે જ જોવે છે. પરંતુ શું તમે જાણો છો બિલિપત્ર આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે? સ્વાસ્થ્ય જ નહીં પરંતુ આપણા ચહેરાની સુંદરતા વધારવા માટે પણ ઉપયોગી છે. બીલીપત્રમાં વિટામીન એ, વિટામીનબી, પ્રોટીન, કેલ્શિમ,આયર્ન, બીટા કેરોટીન, થાયમિન જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે તમારા વાળ અને ત્વચાને પોષણ પ્રદાન કરવામાં સહાયક થાય છે. આના ઉપયોગથી નિસ્તેજ વાળ અને ત્વચા માં જાન આવી જાય છે. જો તમે શુષ્ક ત્વચાથી પરેશાન છો તો બિલિપત્ર નો રસ પણ તમારા ચહેરા પર લગાવી શકો છો. એનાથી શુષ્ક ત્વચામાં રાહત મળે છે. તેના સિવાય બિલિપત્ર કેટલીય પરેશાનીઓ દૂર કરવામાં અસરકારક છે. આવો જાણીએ બીલીપત્રથી ત્વચા અને વાળને થતા ફાયદા અને ઉપયોગ કરવાની રીત.
1. ત્વચામાં નિખાર લાવે:- ત્વચામાં નિખાર મેળવવા માટે તમે બીલીપત્ર ના રસ ને પોતાના ચહેરા પર લગાવી શકો છો, આનાથી તમને ઘણો ફાયદો થશે. બીલીના પાન માં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ હોય છે, જે ત્વચામાં નિખાર લાવવા માટે તમારી મદદ કરે છે. સાથે જ તેમાં એન્ટિ એજિંગ ગુણ પણ હાજર હોય છે જે ત્વચાની કરચલીઓને દૂર કરે છે. ત્વચામાં નિખાર લાવવા માટે બીલીપત્ર ના પાનનો રસ કાઢીને થોડા નવશેકા પાણીમાં નાખી દો. ત્યારબાદ તેમાં મધ ના થોડા ટીપા નાખીને આ પાણીથી તમારું મોઢું ધુઓ. તમે આ પાણીનું સેવન પણ કરી શકો છો. આ પાણીને પીવાથી તમારું લોહી ચોખ્ખું થાય છે, જેથી ચહેરા પર નિખાર આવી શકે છે.
2. શરીરની દુર્ગંધ દૂર કરે:- શરીરની દુર્ગંધ દૂર કરવા માટે તમે બીલીપત્રનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે બીલીપત્રના રસને પોતાના શરીર પર થોડાક કલાકો માટે લગાવી દો. ત્યાર બાદ સાદા પાણીથી નાહિ લ્યો. આમ કરવાથી તમારા શરીરની દુર્ગંધ દૂર થશે.
3. સફેદ ડાઘની પરેશાનીથી રાહત:- સફેદ ડાઘની સમસ્યાને દૂર કરવા માટે બીલીપત્રનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બીલીના પાંદડાની પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને તમારા દાગ વાળી જગ્યા પર લગાવીને થોડા સમય માટે છોડી દો. અઠવાડિયામાં થોડા દિવસો સુધી આમ કરવાથી ત્વચાના રંગમાં ફરક જોવા મળશે.
4. ડાઘ ધબ્બા અને ખંજવાળથી આરામ:- ત્વચાના ડાઘ ધબ્બા અને ખંજવાળ ની પરેશાનીને દૂર કરવા માટે તમે બીલીપત્રનો ઉપયોગ કરી શકો છો. તેના માટે બીલીપત્રના રસમાં જીરુ પાવડર મેળવીને તેનું સેવન કરો આનાથી ત્વચા પર થતી ખંજવાળ શાંત થશે. સાથે જ તમને ડાઘ ધબ્બા થી છુટકારો મળશે.
5. ખરતા વાળની સમસ્યા દૂર કરે:- ખરતા વાળની સમસ્યાને દૂર કરવા માટે તમે બીલીપત્રનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે દરરોજ સવારમાં બીલીપત્ર ની નરમ પાંદડીઓને ધોઈને ખાવી જોઈએ. દરરોજ થોડા સપ્તાહ સુધી બીલીપત્રની નરમ પાંદડીઓને ખાવાથી ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મળશે.
6. જૂ થી છુટકારો:- જો તમારા માથામાં જૂ ની સમસ્યા છે, તો બિલિપત્ર તમારા માટે લાભદાયક બની શકે છે. તેના માટે બીલીપત્રો ને સુકવીને તેને પીસી લો. આમાં તલનું તેલ અને કપૂર નુ તેલ મિક્સ કરીને તમારા વાળ પર લગાવો. નિયમિત રૂપે આ તેલનો ઉપયોગ કરવાથી માથામાં જૂ થી છુટકારો મળી જશે. સાથે જ ખરતા વાળની સમસ્યા પણ દૂર થશે.
ત્વચા અને વાળ ની પરેશાની થી રાહત મેળવવા માટે તમે બીલીપત્રનો ઉપયોગ કરી શકો છો. આનાથી તમને ઘણો ફાયદો થશે. પરંતુ ધ્યાન રાખો કે કોઈપણ વસ્તુનુ વધુ પડતું સેવન ન કરવું, આનાથી તમને કોઈ આડઅસર પણ થઈ શકે છે. વળી, જો તમે કોઈ ગંભીર બિમારીથી ગ્રસ્ત હોવ તો, આનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.