બીલીપત્ર ના મૂળિયાં અને પાંદડા માંથી બનતો આ લેપ શરીર પર કેવી રીતે ઉપયોગ થાય તે જાણીશુ. વળી, આ લેપ ઘણી સમસ્યાઓ દૂર કરવામાં ઉપયોગી છે. અત્યારે વાત થઇ રહી છે, બીલીપત્ર ના મૂળિયાં અને પાંદડા ના લેપ ની. પણ તેનું નામ સાંભળતા જ પહેલો ખ્યાલ તેના જ્યુસ નો જ આવી જાય. બીલીપત્ર ના ઉપયોગ થી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.બીલી માં પોટેશીયમ, મિનરલ, પ્રોટીન, ફોસ્ફરસ, ફાઈબર, વિટામિન સી અને કેલ્શિયમ જેવા તત્વો હાજર હોય છે. આને પલ્પના રૂપ માં,જ્યુસ ના રૂપ માં કે શરબત ના રૂપમાં પણ લઇ શકાય છે. બીલી ના લેપ થી સ્વાસ્થ્ય ને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. તો ચાલો આ લેખ દ્વારા તમને જણાવી દઈએ કે બીલીના પાંદડા અને મૂળિયા ના લેપ ના ઉપયોગ થી સ્વાસ્થ્યને કયા કયા ફાયદા થાય છે. આ લેપ નો ઉપયોગ કરવાની રીત પણ જાણીએ.
1. આંખો ની સમસ્યા માં ઉપયોગી:- આંખોની તકલીફ દૂર કરવા માટે બીલી તમારા માટે અત્યંત ફાયદાકારક રહે છે. બીલીના પાંદડા પર ઘી લગાવીને આંખો પર રાખવાથી આંખોને શેક મળે છે. તમારે તમારી આંખો પર પાટો બાંધી દેવો કે જેથી પાન ખસી ના જાય. આનાથી વિશેષ,બીલીના પાંદડા નો લેપ જો આંખો પર લગાવો અથવા પાંદડાનો રસ આંખોમાં નાંખો તો પણ આંખોની તકલીફ દૂર થવામાં મદદરૂપ થાય છે. જોકે,આમ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.
2. માથાના દુખાવામાં ઉપયોગી:- માથાના દુખાવાને દૂર કરવા માટે બીલી તમારા માટે ઘણુ ઉપયોગી બની રહે છે. 1 સુતરાઉ કપડાં ને બીલીના પાંદડાના રસમાં ડુબાડીને રાખવામાં આવે અને એને માથા પર રાખવાથી માથાના દુખાવામાં ઘણો આરામ મળે છે. તેના સિવાય બીલીના સુકા મૂળિયાને સરસ ધોઈને તેની જાડી પેસ્ટ બનાવો, આ પેસ્ટને માથા પર લગાવો. આ પેસ્ટ સુકાઈ ગયા બાદ પાણીથી ધોઈ લો તેનાથી દુખાવામાં રાહત મળશે.
3. ખોડાની સમસ્યામાં ઉપયોગી:- ખોડાની સમસ્યા દૂર કરવા માટે બીલી અત્યંત કામ આવે છે. આજના સમયમાં લોકો ખોડાની સમસ્યાથી ઘણા પરેશાન રહે છે તો તમને જણાવીએ કે ખોડો દૂર કરવા માટે બીલી અત્યંત ઉપયોગી છે. બિલી ની અંદર ઝીંક તત્વ હોય છે જે તમને ખોડાની સમસ્યાથી છુટકારો આપી શકે છે. જ્યાં ખોડો થયો હોય ત્યાં બીલીના પલ્પમાં મધ કે લીંબુ મેળવીને લગાવો. આ પેસ્ટ સુકાયા બાદ માઇલ્ડ શેમ્પૂથી ધોઇ લો. આમ કરવાથી ખોડાની સમસ્યા દૂર થશે.
4. સોજાની સમસ્યા માં ઉપયોગી:- સોજાની સમસ્યા દૂર કરવા માટે બીલીનાં પાંદડાં ઘણાં લાભદાયક નીવડે છે. જ્યાં સોજો આવ્યો હોય તે જગ્યા પર બીલીના પાંદડા નો રસ ગરમ કરીને લગાવો. આમ કરવાથી સોજાની સમસ્યા માં રાહત થશે અને સાથે સાથે સોજાના કારણે દુખાવો થતો હશે તેમાં પણ આરામ મળશે.
5.પાંડુરોગની સમસ્યાઓમાં ઉપયોગી:- પાંડુરોગ એ ચામડીથી સંબંધિત સમસ્યા છે. પાંડુ રોગ થાય ત્યારે અમુક જગ્યાએ થી ચામડીનો રંગ ઉડવા લાગે છે. આવામાં અસરગ્રસ્ત જગ્યા પર બીલી નું જ્યુસ લગાવો. તેનાથી પાંડુરોગની સમસ્યા તો દૂર થશે જ પણ સાથે સાથે ચામડીના રોગો ની કેટલીય સમસ્યાઓ માં પણ ઉપયોગી બની રહેશે.
ઉપરોક્ત માહિતી થી જણાય છે કે બીલી નો ઉપયોગ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. જોકે આ લેપ લગાવવાથી ચામડી લાલ જોવાય અથવા કોઈપણ પ્રકારની એલર્જી જેવું લાગે તો તૈયારીમાં જ તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. જો બીલીના ઉપયોગથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરતા પહેલા વિશેષજ્ઞ ની સલાહ લેવી જરૂરી છે.