આપણને નાની સરખી સમસ્યા થઈ હોય તો આપણે દવાઓનો સહારો લઈએ છીએ. અને આવી દવાઓ લાંબા ગાળે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. પરંતુ શું તમે જાણો છો? આપણી આસપાસ જ સરળતાથી મળી રહેતી એવી કેટલીક વસ્તુઓ છે કે જે સ્વાસ્થ્યવર્ધક અસર કરે છે. આ વસ્તુઓમાં હળદર, મેથી અને સૂંઠ નો સમાવેશ થાય છે. આ ત્રણેય વસ્તુ ભારતીય ઘરોમાં મસાલાના રૂપમાં અવશ્ય જોવા મળે છે.
આ ત્રણેયની તાસીર ગરમ હોવાથી તેનું સેવન કરવાથી શરીરને ગરમી મળે છે. તેથી આનુ સેવન સીમિત માત્રામાં જ કરવું હિતાવહ છે. હળદર, મેથી અને સૂંઠ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી છે તમે પાવડરના રૂપમાં પણ આ ત્રણેયનું સેવન કરી શકો છો. આયુર્વેદમાં આ ત્રણેય નો ઉપયોગ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આવો વિસ્તારપૂર્વક જાણીએ હળદર, મેથીના દાણા અને સૂંઠને એક સાથે લેવાથી સ્વાસ્થ્ય ને કયા કયા લાભ થાય છે
હળદર, મેથી દાણા અને સૂંઠમાં પોષક તત્વો:- હળદરમાં એંટી બેક્ટેરિયલ,એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીફંગલ તત્વ હજાર હોય છે. તેના સિવાય હળદરમાં કોપર, ઝિંક, ફોસ્ફરસ,વિટામિન બી-6 હોય છે. જ્યારે મેથીના દાણામાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, વિટામિન સી,પોટેશિયમ,વિટામિન એ,અને વિટામીન કે,પણ હોય છે. તેવી જ રીતે સૂંઠ પણ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. સૂંઠમાં કાર્બોહાઇડ્રેડ પ્રોટીન કેલ્શિયમ સેલેનિયમ મેગ્નેશિયમ થાયમીન, ફોસ્ફરસ,વિટામિન બી 6,વિટામીન સી, વિટામીન બી12, લિપિડ એસિડ જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. આ દરેક પોષક તત્વો અનેક બીમારીઓથી આપણું રક્ષણ કરે છે.
હળદર મેથી અને સૂંઠ ના ફાયદા:-
1. રોગ પ્રતિકારક ક્ષમતા વધારે:- હળદર મેથી અને સૂંઠના મિશ્રણમાં વિટામિન સી, ઝીંક અને પ્રોટીન હોય છે જેનાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે. હવે વિવિધ પ્રકારના વાઈરસ બેક્ટેરિયા થી લડવા માટે શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. જેમાં આ ત્રણેયનું મિશ્રણ ફાયદાકારક છે.
2. સાંધાના દુખાવાથી રાહત:- જો તમને સાંધાનો દુખાવો રહેતો હોય તો હળદર મેથી અને સૂંઠના મિશ્રણનું સેવન તમારા માટે ફાયદાકારી બને છે. આનાથી તમારા સાંધાના દુખાવામાં આરામ મળશે. હળદર, મેથી અને સૂંઠના પાવડર માં ઝિંક, પ્રોટીન અને કેટલાય વિટામિન હોય છે. જેનાથી માંસપેશીઓ મજબૂત બને છે. સાથે માસપેશીઓનો વિકાસ પણ થાય છે.
3. હાડકા મજબુત બનાવે:- હળદર, મેથી અને સૂંઠ વિટામીનથી ભરપૂર હોય છે. આ મિશ્રણ મા કેલ્શિયમ ઘણી સારી માત્રામાં હોય છે. એવામાં આ મિશ્રણ હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ અસરકારક બને છે.
4. વાયુ કફ દોષને દૂર કરે:- જ્યારે શરીરમાં વાયુ કે કફ દોષ વધે છે ત્યારે અનેક પ્રકારની બીમારીઓ ઊભી થાય છે. એવામાં હળદર, મેથી અને સૂંઠ ના મિશ્રણ દ્વારા વાયુ અને કફને સંતુલન કરી શકાય છે. હળદર મેથી અને સૂંઠ ની તાસીર ગરમ હોવાથી આ વાયુ અને કફ દોષને દૂર કરે છે.
5. ઝાડા ઉલટી થી રાહત:- હળદર, મેથી અને સૂંઠના પાવડર ના સેવન થી વારંવાર થતી ઝાડા-ઊલટીની સમસ્યા ઠીક થાય છે. તમે આ મીશ્રણનો ઉકાળો બનાવીને પી શકો છો તેનાથી તમને ઘણો આરામ થશે. ગેસ અને અપચાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ તમે આ મિશ્રણનું સેવન કરી શકો છો.
કેવી રીતે કરવું હળદર મેથી અને સૂંઠનું સેવન:- સૌપ્રથમ તમારે હળદર, મેથી અને સૂંઠનો પાવડર તૈયાર કરી લેવો. તેના માટે તમારે હળદર, મેથી અને સૂંઠ ને અલગ-અલગ ખાંડી લેવા અને પાવડર તૈયાર કરવો. હવે આ ત્રણેયને એક સાથે મેળવી લો. આમાં હળદર નું પ્રમાણ ઓછું રાખવું આ મિશ્રણને તમે ગરમ પાણી સાથે લઈ શકો છો. આનાથી તમારી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. પરંતુ આને લેતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી .
વાયુ અને કફ ની પ્રકૃતિ વાળા લોકો એ હળદર, મેથી અને સૂંઠનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ. આ ત્રણેય ના મિશ્રણ ની તાસીર ગરમ હોવાથી આયુર્વેદ પ્રમાણે પિત્ત પ્રકૃતિના લોકો એ આનુ સેવન ન કરવું જોઈએ.