બદલાતી ઋતુ, હવામાન અને ખરાબ ખાનપાન ના લીધે શરદી, કફ જેવી અનેક સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે આપણી આસપાસ જ સરળતાથી મળી રહેતી એવી કેટલીક વસ્તુઓ છે કે જે સ્વાસ્થ્યવર્ધક અસર કરે છે. આ વસ્તુઓમાં હળદર અને કાળા મરી છે જેના ઘણા જ ઔષધીય ગુણો છે.
હળદર સ્વાસ્થ્યને ખૂબ જ લાભ પહોંચાડે છે તેવી જ રીતે કાળા મરી માં પણ અનેક ઔષધીઓ ગુણ ઉપલબ્ધ હોય છે. પરંતુ શું તમે ક્યારેય હળદર અને કાળા મરીની ચા નું સેવન કર્યું છે? હળદર અને કાળા મરીની ચા નું સેવન સ્વાસ્થ્યને ઘણા જ લાભ પહોંચાડે છે.
આ ચા નુ સેવન કરવાથી અનેક ગંભીર બીમારીઓથી બચાવ થાય છે કારણ કે હળદર અને કાળા મરી એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. જે તમને અનેક રોગોથી બચવામાં મદદ કરે છે. તો આવો જાણીએ કે દરરોજ હળદર અને કાળા મરીની ચા પીવાથી કયા-કયા ફાયદા થાય છે.
1) વજન ઘટાડવામાં ફાયદાકારક:- વધતું વજન અનેક બીમારીઓને જન્મ આપી શકે છે તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી હોય છે. વજનને નિયંત્રિત કરવા માટે તમે દરરોજ એક કપ હળદર અને કાળા મરીની ચા નું સેવન કરો છો તો તેમાં હાજર ગુણ વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
2) ડાયાબિટીસમાં ફાયદાકારક:- ડાયાબિટીસના દર્દીઓ માટે હળદર અને કાળા મરીની ચા નું સેવન ફાયદાકારક હોય છે. કારણ કે તેમાં હાજર ગુણ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેના માટે ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ એક કપ આ ચા નું સેવન કરવું જોઈએ.3) સાંધાના દુખાવામાં ફાયદા કારક:- સાંધામાં દુખાવો કે સોજો આવવાની સમસ્યા પર જો તમે દરરોજ હળદર અને કાળા મરીની ચા નું સેવન કરો છો તો આ ફાયદાકારક છે. કારણ કે તેમાં હાજર એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ સાંધામાં થતા દુખાવા અને સોજાને દૂર કરવામાં મદદ કરે છે.
4) કેન્સરનું જોખમ ઘટાડે:- કેન્સર એક જીવલેણ બીમારી છે. તેથી તેને અટકાવવા માટે જો તમે હળદર અને કાળા મરીની ચા નું સેવન કરો છો તો આ ફાયદાકારક છે કારણ કે તેમાં હાજર એન્ટિ ઓક્સિડન્ટ ગુણ કેન્સરના સેલ્સને વિકસતા અટકાવવામાં મદદ કરે છે.
5) શરદી-કફ માં ફાયદાકારક:- શરદી અને કફની સમસ્યા થવા પર હળદર કાળા મરી ની ચા નું સેવન ફાયદા કારક હોય છે. કારણ કે તેમાં હાજર એન્ટી બેકટેરિયલ ગુણ શરદી-ઉધરસની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે સાથે જ તેના સેવનથી ઇમ્યુનિટી પણ મજબૂત બને છે.
6) માંસપેશીઓના દુખાવામાં ફાયદાકારક:- માસપેશીઓમાં દુખાવાની ફરિયાદ હોય તો તમારે હળદર અને કાળા મરીની ચા નું સેવન કરવું જોઈએ. કારણકે તેમાં હાજર ગુણ માંસપેશીઓમાં થતા દુખાવાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay