બદલાતી ઋતુ, હવામાન અને ખરાબ ખાનપાન ના લીધે શરદી કફ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. આ ભલે સામાન્ય સમસ્યા કહેવાતી હોય પરંતુ, તેનાથી નિરંતર પરેશાની થયાં કરે છે. તેથી આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આપણે દવાઓ નો સહારો લેતા હોઈએ છે. પરંતુ વારંવાર આવી દવાઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પરંતુ શું તમે જાણો છો આપણી આસપાસ જ સરળતાથી મળી રહેતી એવી કેટલીક વસ્તુઓ છે કે જે સ્વાસ્થ્યવર્ધક અસર કરે છે. આ વસ્તુઓમાં હળદર તુલસી અને કાળા મરી છે જેના ઘણા જ ઔષધીય ગુણો છે.
શરદી કફ ઉધરસ તાવ અને સંક્રમણને દૂર કરવા માટે તુલસી કાળા મરી અને હળદર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર આ મસાલા અને જડીબુટ્ટી ના સેવન થી કોવીડ ના લક્ષણો થી બચવા માટે પણ કરી શકાય છે. સામાન્ય રીતે એક્સપર્ટ શિયાળામાં લોકોને આ ત્રણ વસ્તુનું સેવન કરવાની સલાહ આપે છે.
શિયાળો આવતા જ શરદી ઉધરસ કફ અને ફલૂ ની સમસ્યા શરૂ થઈ જાય છે. ઋતુના બદલાવની સાથે તેની અસર સ્વાસ્થ્ય પર પણ થાય છે.સામાન્ય રીતે કોરોના મહામારી દરમિયાન જો કોઈને સહેજ પણ ઉધરસ કે કફ થાય તો મનમાં કોરોના ના લક્ષણ નો ડર બનેલો રહે છે તેથી આયુર્વેદ પ્રમાણે મસાલા અને જડીબુટ્ટીઓના સેવનથી જમવાનો સ્વાદ તો વધે જ છે સાથે-સાથે સ્વાસ્થ્ય વર્ધક અસર પણ થાય છે.
હળદર, તુલસી અને કાળા મરી થી ઠંડીમાં થતી બીમારીઓ કુદરતી રીતે ઠીક થઈ જાય છે. એટલું જ નહીં આ ત્રણે વસ્તુઓ તમને ઠંડીમાં ગરમાવો આપે છે અને શરીરને સ્વસ્થ પણ રાખે છે. સરળતાથી મળતી આ વસ્તુઓ ઇમ્યુનિટી વધારે છે, ચયાપચન અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માં સુધારો કરવામાં અસરદાયક છે. વિશેષરૂપે આ ઘરેલૂ નુસખા છે, જે શરદી ઉધરસ ની શરૂઆત થતાં જ ત્રણ-ચાર દિવસમાં આનાથી રાહત થઇ જાય છે. આવો વિસ્તારપૂર્વક જાણીએ તુલસી હળદર અને કાળા મરી ના ફાયદા.
ઠંડીમાં તુલસી હળદર અને કાળા મરીનું સેવન:- હળદર તુલસી અને કાળા મરી મસાલા અને જડીબુટ્ટી એન્ટીવાયરલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે જે દુખાવાને સારું કરવાની મદદ તો કરે જ છે,પરંતુ પાચનની ક્રિયાને પણ ગતિવાન બનાવે છે, વિશેષજ્ઞ પ્રમાણે આ ત્રણેય વસ્તુઓ માં એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વોની ઉપસ્થિતિ હોય છે જે મોસમી બીમારીઓથી લડવાની તાકાત આપે છે. શિયાળાના સમયમાં જ્યારે શરીરને હાડકામાં ઠંડક, શરદી, ઉધરસ, તાવ, ખરાબ પાચન, શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓથી લડવા માટે જરૂરી ઉર્જા પ્રદાન કરે છે.
તુલસીના પાન શિયાળામાં કેમ સારા છે:- તુલસીના પાનને પવિત્ર માનવામાં આવે છે. આની પૂજા લગભગ દરેક ભારતીય ઘરમાં કરવામાં આવે છે.તુલસીના પાનમાં કૈમફિન, સિનેઓલ અને યુજેનોલ ના ઉપલબ્ધ હોવા ના કારણે વિશેષરૂપે તુલસીના પાન સામાન્ય શરદી, તાવ, વાઇરલ થી લડવાની તાકાત આપે છે. આ નાનકડો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે. આપણા સમગ્ર સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે બેક્ટેરીયા વાયરસ સંક્રમણથી લઈને ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવા માટે આ પાનના ઘરેલુ ઉપચારમાં ચા અને ઉકાળો બનાવીને તેનું સેવન કરી શકાય છે.
દરેક બિમારીનો ઇલાજ કાળા મરી:- કાળા મરી “મસાલા ના રાજા” તરીકે ઓળખાય છે તેના ચમત્કારિક સ્વાસ્થ્ય લાભો છે. મરી માં હાજર કેન્સર વિરોધી ગુણ કેન્સરને વિકાસ થતા અટકાવે છે. એટલું જ નહીં મરી માં કેટલાક એવા પણ ગુણો છે જે આંતરડાના સ્વાસ્થ્ય, ચયાપચન અને મગજની કામ કરવાની ક્ષમતાને સુધારે છે. શરીર ની સિસ્ટમ સાફ કરવાથી લઈને ડીટોક્સીફાઈ કરવા સુધી કાળા મરી કારગત છે. કાળા મરી માં પોષક તત્વોની ઉપલબ્ઘી છાતીમાં જામેલો કફ, શરદી, ઉધરસ,તાવ અને સંક્રમણને દૂર કરવા માટે અસરકારક છે. વિશેષરૂપે હળદર અને કાળા મરીનું મિશ્રણ સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં અતિ ઉપયોગી છે.
મોસમી એલર્જીથી છૂટકારો અપાવે હળદર:- હળદરમાં કરક્યુમિન નામનું એક એક્ટિવ કમ્પોનન્ટ હોય છે જે દુખાવો અને ઘાવ ચપટી માં જ ભરી દે છે. ચયાપચન અને રોગ પ્રતિરક્ષા માં સુધારા કરવામાં પણ કરક્યુમિન ની સારી ભૂમિકા છે. હળદર એક એવો મસાલો કે જડીબુટ્ટી છે જેના ઉપયોગથી ઠંડીના કેટલાય રોગો દૂર કરી શકાય છે. હળદરને તમે ઈચ્છો તો દૂધ સાથે લઈ શકો છો. આનાથી ફ્લુ અને અનિદ્રાની સમસ્યાઓ પણ મહદઅંશે દૂર થાય છે. જાણકાર કહે છે કે શિયાળાના દિવસોમાં હળદરને કાચી અથવા પાવડરના રૂપમાં સેવન કરવાથી મોસમી એલર્જી તાવ, શરદી અને કફ થી લડવામાં મદદ મળે છે.
શરદી માં કેવી રીતે કરવું તુલસીનું સેવન:- ગળામાં ખરાશ, શરદી, ઉધરસ અને તાવ આવવાની સ્થિતિમાં તુલસીના પાંચ છ પાનમાં એક ચપટી કાળા મરી અને મધ મેળવીને તુલસીની ચા બનાવી તેનું સેવન કરવું. તુલસી ને તમે ચા અથવા ઉકાળામાં મેળવીને પણ તેનું સેવન કરી શકો છો.
હળદર અને કાળા મરીનું કેવી રીતે કરવું સેવન:- હળદર અને કાળા મરીનું સેવન એક સાથે કરી શકાય છે. તમે કાળા મરીને પીસીને તેમાં એક ચપટી હળદર મેળવીને તેનું સેવન કરી શકો છો. જો આ શક્ય ન હોય તો હળદર વાળા દૂધ માં કાળા મરી મેળવીને પી શકો છો. શરીરમાં ખૂબ જ આરામ મળશે. હળદરમાં કરક્યુમિન નામનું યૌગિક હોય છે, તેને જ્યારે કાળા મરીમાં એક્ટિવ કમ્પોનન્ટ પીપરીન ની સાથે મેળવીએ છીએ ત્યારે શરીરમાં કરક્યુમિન નું અવશોષણ મા સુધારો કરવાની મદદ મળે છે.
શરદી કફ ઉધરસ કે તાવ આવવાની આશંકા હોય તો આ મસાલા કે જડીબુટ્ટીઓનું સેવન શરૂ કરી દેવું જોઈએ. આ શરદી ઉધરસ ને ઓછા કરીને સાથે જ પ્રાકૃતિક રૂપથી તમને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની પણ મદદ કરે છે. વિશ્વમાં વધતા કોવીડ ના મામલાને નજરમાં રાખીને આપણે શિયાળામાં હળદર તુલસી અને કાળા મરી દ્વારા પોતાનો ખ્યાલ રાખી શકીએ છીએ.
નોંધ – આ લેખ સામાન્ય જાણકારી માટે જ છે. આ કોઈપણ પ્રકારે કોઇ દવા કે ઈલાજ નો વિકલ્પ ન હોઈ શકે. વધુ જાણકારી માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો.