મિત્રો હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે તેમાં ગરમા ગરમા તીખી અને તળેલી વસ્તુ ખાવાની મજા પડી જાય પણ તે બધી વસ્તુ સાથે આપણે બજારમાં મળતા ટમેટો સોસ હોય તો જ જમવાની મજા આવે છે પણ આજે અમે અહિયાં જણાવીશું કે બજારના મોંઘા અને કેમિકલ્સ વાળા સોસ કરતા ઘરે જ બનાવો બજાર કરતા એકદમ સ્વાદિષ્ઠ ટામેટાની ચટણી. મોટાભાગના બેહનો વિચારે છે કે આવી ટેસ્ટી ચટણી ઘરે કેમ બનાવવી તો આવો જાણીએ સંપૂર્ણ માહિતી તમે પણ હવે સરળ રરીતે ઘરે ચટણી બનાવી શકશો.
મોટાભાગની મહિલાઓ ઘરે મેહમાન હોય ત્યારે જમવામાં અથવા બાળકોને નાસ્તા માં પરાઠા સાથે ટીફીનમાં ટામેટાની ચટણી ખાવા માટે આપતા હોય છે પણ તે દર મહીને ટમેટો સોસ ખરીદવો મોઘો પડે કરિયાણાનું બીલ પણ વધે આવી સ્થિતિમાં તમે ટામેટાની ચટણી ઘરે બનાવવા માટે તમારે નીચે મુજબની આ સામગ્રી જોશે.
ટમેટાની ચટણી બનાવવા માટેની સામગ્રી:- ચટણીની જરૂર મુજબ 2 અથવા 4 ટામેટા, સ્વાદ મુજબ સંચળ, વિનેગર એક ટેબલસ્પૂન, અડધી વાટકી ખાંડ, એક ચમચી મરચું પાવડર, એક ચમચી સૂકું આદુ, બજાર જેવી ટામેટાની ચટણી બનાવવા માટે તમારે આ બધી સામગ્રીની જરૂર પડશે.
ટોમેટો સોસ બનાવવાની રીત:- ટોમેટો સોસ બનાવવા માટે પેહલા પાકેલા 2 ટામેટાને ધોઈને કાપી લેવાના છે, ત્યાર પછી એક વાસણમાં થોડું પાણી લો અને ધીમી આંચ પર રાખો. પાણી થોડું ગરમ થાય એટલે તેમાં ટામેટાં ઉમેરો ત્યાર બાદ ટામેટાંને બરાબર ઉકળવા દો. તમારે વચ્ચે થોડું પાણી હલાવતા રહેવાનું છે જેથી કરીને ટામેટાં ચોંટી ન જાય. ટામેટાં બરાબર ઉકળી જાય પછી ટામેટાંને મોટી ચાળણીની મદદથી ગાળી લો.
હવે ટામેટાના ટુકડા કરીને મિક્સરમાં મૂકો અને સારી રીતે પીસી લો, પછી તેને ફરીથી ચાળણી થી ગાળી લો, આ રસને એક વાસણમાં કાઢીને મધ્યમ તાપ પર રાખો. ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ ખાંડ, સુકું આદું, મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરો. આ બધી વસ્તુ મિક્સ કરી ને મધ્યમ આંચ પર ઉકળવા દો.
હવે ચટણીની જેમ ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરો અને આ સોસને ઠંડો થવા મૂકી દો. પછી તેમાં વિનેગર ઉમેરીને મિક્સ. હવે તમે જોશો તો તમારો સોસ સંપૂર્ણપણે તૈયાર છે, તમે તેને કાચની બરણીમાં ભરી શકો છો અથવા ફ્રિજમાં બે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.
મિત્રો કેવી લાગી તમને આ ટમેટાની ચટણી બનાવવા સરળ રીત.. જો પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આ માહિતી આગળ બેહનોને જરૂર શેર કરજો.. રોજ આવી બેસ્ટ સરળ ટીપ્સ મેળવવા માટે જોડાઈ જાવ અમારી સાથે…તમે આગળ કઈ રેસિપી શીખવા માંગો છો તે કોમેન્ટ માં જણાવજો જેથી કરી અમે તમને તેના વિશે બેસ્ટ સરળ રેસિપી વિશે આર્ટીકલ લખીને લાવીશું..આભાર…