વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે સ્થૂળતા આજે વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. જેની અસર વિકાસશીલ દેશો પર પડે છે. એક્સપર્ટ માને છે કે આજના સમયમાં સામાન્ય ગણાતી આ સમસ્યા શરીરમાં લગભગ 200 જેટલી અન્ય બીમારીઓ પેદા કરી શકે છે. જોકે એ વાત અલગ છે કે ભારતમાં સ્થૂળતાને બીમારીના રૂપે નથી જોવામાં આવતી. સ્થૂળતાના કારણે થતી દરેક બીમારીઓમાં કેટલીક તો એવી બમારી છે જે વ્યક્તિને મોતના મુખમાં ધકેલી શકે છે.
સ્થૂળતાના મોટા કારણોમાં આજકાલની ખરાબ લાઈફસ્ટીલ, ખોટી ખાણી પીણી અને શારીરિક પ્રવૃત્તિ ન કરવાની આદત જવાબદાર છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તમારે તમારી લાઈફ સ્ટાઈલ અને ખાવાપીવાની આદતોમાં સુધારો કરવો પડશે. જો તમે સાચે જ તમને પોતાને સ્વસ્થ રાખવા ઇચ્છતા હોવ તો સ્થૂળતાને નિયંત્રિત કરવું અત્યંત જરૂરી છે. તમે તમારા ડાયટમાં કેટલાક એવા પીણાંને સામેલ કરી શકો છો જે તમને વેઈટ લોસ કરવામાં મદદ કરી શકે છે.1) લીંબુ અને પાણી:- વેઈટ લોસ કરવા માટે તમારે તમારા દિવસની શરૂઆત ગરમ પાણીથી કરવી જોઈએ. એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નિચોવીને પાણી પીવો. આ પાણી તમારા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે, સાથે જ તમારા શરીરના મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવાનું કામ કરે છે આ પાણીમાં વિટામીન સી અને ફ્લેવોનોઈડ્સ, પોટેશિયમ, ફોલેટ, વિટામીન બી જેવા તત્વો હોય છે જે તમારા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે.
2) નારિયેળ પાણી:- તમારા ડાયટમાં નારિયેળ પાણી અવશ્ય સામેલ કરો. દિવસમાં ઓછામાં ઓછું એકવાર તો દરરોજ નારિયેળ પાણી પીવું જ જોઈએ. આ તમારા શરીરને હાઈડ્રેટ રાખે છે અને શરીરમાં દરેક પોષક તત્ત્વોની પૂર્તિ કરે છે. તેના સિવાય તમારા મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે. વજન ઘટાડવા વાળા લોકો માટે મેટાબોલિઝ્મ બૂસ્ટ થવું અત્યંત જરૂરી છે જેટલું સારું તમારું મેટાબોલિઝ્મ બૂસ્ટ થશે એટલું જ ઝડપથી તમારું ફેટ બર્ન થશે.
3) મેથીનું પાણી:- રાત્રે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી લો અને સવારે ઊઠીને આ પાણીને ગાળીને પી લો. નિયમિત રૂપે મેથીના પાણીને સવારમાં ખાલી પેટે પીવાથી તમને ઘણો લાભ થશે. આ ઝડપથી તમારા શરીરની ચરબીને બર્ન કરવાનું કામ કરે છે.
4) ધાણાનું પાણી:- વજન ઘટાડવા માટે ધાણાના બીજનું પાણી અત્યંત ઉપયોગી માનવામાં આવે છે સવારમાં એક ચમચી ધાણાને એક ગ્લાસ પાણીમાં નાખીને આ પાણીને ઉકાળો. જ્યારે પાણી સરસ રીતે ઉકેલી જાય તો તેને ગાળીને આ પાણીને નવશેકુ ગરમ જ પી લેવું. ધાણાનું પાણી તમારા વજનને ઝડપથી ઘટાડે છે. મેટાબોલિઝ્મને સારું કરે છે અને થાઈરોઈડની સમસ્યા ને નિયંત્રિત કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)