પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે દરેક માતા-પિતા ચિંતિત રહે છે. આ કોમ્પિટિશન વાળા જમાનામાં દરેક માતા-પિતા એવું વિચારે છે કે પોતાનું બાળક આમાં પાછું ન પડી જાય. દરેક માતા-પિતાનું એવું સપનું હોય છે કે પોતાનું બાળક જમાનાની સાથે નહીં પરંતુ તેનાથી બે ડગલા આગળ ચાલે , પોતાનું બાળક ભણી ગણીને એટલું આગળ વધે કે આકાશને આંબી લે. તેથી બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેના ડાયટ પર પૂરતું ધ્યાન આપવું પડે.
ખાવાપીવા માટે બાળકો નો મૂડ હંમેશા અલગ રહે છે. બાળકોને એ જ ખાવાનું પસંદ હોય છે જે તેમને ગમતું હોય. આમ તો તેમને દરેક પ્રકારની સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખવડાવવાની જરૂર હોય છે, જેથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય. આજે આપણે એવા જ સ્વાસ્થ્યવર્ધક બીજો ની વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં પ્રોટીન, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે.
આ ચાર બીજો મગજના સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પરંતુ ઈમ્યૂનિટી વધારવા અને કેટલાય રોગો થી લડવા માટે મદદરૂપ છે.આજે આપણે આ લેખ દ્વારા એવા ચાર બીજો ની વાત કરીશું જે બાળકના મગજ માટે અત્યંત ઉપયોગી છે.
બાળકો નું મગજ તેજસ્વી બનાવે આ બીજ:-
1. શક્કરટેટીના બીજ:- શક્કરટેટીના બીજનો એમિનો એસિડ બિલ્ડીંગ બ્લોકની રીતે કામ કરે છે અને મગજના પેશીઓ અને કોષોને સુધારવામાં મદદ કરે છે. શક્કરટેટીના બીજને મિલ્કશેકમાં મેળવી ને તમારા બાળકને આપી શકો છો. આ બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે ડીએચએ ને વધારે છે. તેના સિવાય આમાં ઓમેગા-6 પણ હોય છે જે તમારા મગજની કોશિકાઓના સ્વાસ્થ્યને ઓક્સિડેટીવ નુકસાન થી બચાવે છે, અને સોજાને નિયંત્રિત કરે છે. આ માઇક્રોનુટ્રીન્ટ થી ભરપૂર હોય છે. જે મગજને એનર્જી આપવાનું કામ કરે છે.
2. કોળાના બીજ:- કોળાના બીજ ઝીંક, મેગ્નેશિયમ, કોપર અને આયર્નનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. અને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી છે. મગજના કોષો વચ્ચેના સંચારને નિયંત્રિત કરવામાં ઝિંક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લાંબા સમય માટે મગજને સ્વસ્થ રાખવા માટે મેગ્નેશિયમ નું સેવન અતિ ફાયદાકારી છે. આમ કોળાના બીજ તમારા બાળકને ભવિષ્ય માં કેટલાય રોગોથી બચાવી શકશે. કોળા ના બીજ ને સ્મુદી માં મેળવીને તેનું સેવન કરી શકાય છે. કોળાના બીજ બ્રેન ફૂડ છે.
3. સૂરજમુખીના બીજ:- સૂરજમુખીના બીજ ના સેવન થી ચહેરા પર નિખાર આવી જાય છે. તમે આને સલાડ ઉપર નાખીને પણ ખાઈ શકો છો. તેના સિવાય શાકભાજીમાં પણ મેળવીને આનું સેવન કરી શકાય છે. આ બીજ તમારા મગજને બૂસ્ટ કરે છે. સૂરજમુખીના બીજમાં કોલીન પણ હોય છે જે તમારા મગજના મુખ્ય ન્યુરોટ્રાન્સમીટર ને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે. આ મગજના કાર્યોને વધારો આપે છે અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.
4. અળસીના બીજ:- અળસીના બીજમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે જે માઇક્રોબીઓમ ને સારું રાખે છે. અદ્રાવ્ય ફાઇબર હોર્મોનલ સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવે છે અને ઓક્સિડેટિવે તણાવને ઓછો કરે છે. આમ મગજના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવે છે. અળસીના બીજને સ્મુદી માં મેળવીને બાળકોને આપી શકાય છે. અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જેને આલ્ફા લીપોઈક એસિડ કહેવામાં આવે છે. આ મગજને તેજ કરવા માટે ઓળખાય છે.
નોંધ – પ્રસ્તુત માહિતી સામાન્ય જાણકારી માટે જ છે. આ કોઈપણ પ્રકારે કોઈ પણ દવા નો વિકલ્પ ના હોઈ શકે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો.