આજની ખાણીપીણી અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલના કારણે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાતી નથી. આપણા આહારમાં અતિશય તૈલીય પદાર્થોનું સેવન કરવાથી શરીરને કેટલાય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવી એક સમસ્યા કોલેસ્ટ્રોલ છે. એ વાત સાચી છે કે તેલના વધુ પડતા ઉપયોગથી કોલેસ્ટ્રોલ જ નહીં પરંતુ બીજી અન્ય સમસ્યાઓનું પણ જોખમ વધે છે. જો તમે કોલેસ્ટ્રોલ ઓછું કરવા વાળા ડાયટ પ્લાન ફોલો કરી રહ્યા હોવ તો તેનો મતલબ એ નથી કે તમે તેલનો બિલકુલ જ ઉપયોગ ન કરો પરંતુ, જો તમે સારું તેલ પસંદ કરો અને સાચી રીતે ઉપયોગ કરો તો ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ મળે છે.
સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે કોલેસ્ટ્રોલ શુ છે અને તે વધવાથી સ્વાસ્થ્ય માટે કેમ જોખમકારક છે? કોલેસ્ટ્રોલ લોહીની નસોમાં એક મીણ જેવો પદાર્થ હોય છે. તેના ઓછા પ્રમાણથી કોઈ નુકસાન નથી પરંતુ આને વધવાથી નસો બ્લોકેજ થઈ શકે છે. જેનાથી હૃદયના રોગો, સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ વધી જાય છે. કારણ કે તેનાથી નસોમાં લોહીનો પ્રવાહ અટકી જાય છે.
કેટલીક શોધ એ વાત પર દબાણ આપે છે કે તમે જે તેલનો ઉપયોગ કરો છો તેમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ હોવું જોઈએ. આ એલડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલ વધારે છે. તો ચાલો જાણીએ કયા કયા તેલ માં આ ગુણ ઉપલબ્ધ હોય છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ.
અળસીનું તેલ:- આ તેલમાં 65% મોનો અનસેચ્યુરેટેડ ફૈટ અને 28% પોલીઅનસેચ્યુરેટેડ ફૈટ હોય છે. તેનો સ્મોક પોઈન્ટ 225°F છે. આ તેલને ગરમ ન કરો. તે ગરમી વિના રસોઈ બનાવવા માટે સારુ છે. તમે તેને સલાડ ડ્રેસિંગ, ડીપ્સ, મરીનેડ અને સ્મૂધી વગેરેમાં ઉમેરી શકો છો.
જૈતુન નું તેલ:- આ તેલમાં 78% મોનોઅનસેચ્યુરેટેડ ફૈટ અને 8% પોલીઅનસેચ્યુરેટેડ હોય છે. તેનો સ્મોક પોઇન્ટ 320°F થી 400°F છે. જૈતુનના તેલનો ઉપયોગ શાકભાજીને ને શેકવા માટે મધ્યમથી ઉંચી આંચ પર ગરમ કરો. વર્ઝીન ઓલિવ તેલનો ઉપયોગ માત્ર મધ્યમ થી ઓછી ગરમી પર જ ઉપયોગ કરવો જોઈએ.
ચોખા બ્રાન તેલ:- આ તેલમાં 44% મોનોઅનસેચ્યુરેટેડ અને 34% પોલીઅનસેચ્યુરેટેડ ફૈટ હોય છે. આનો સ્મોક પોઇન્ટ 450°F છે. આ તેલ તળવાની ઉચ્ચ ગરમીનો સામનો કરી શકે છે અને આનો ઓછા તાપમાન પર કે વગર ગરમીએ વાનગીઓ બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય છે.
સોયાબીન તેલ:- આ તેલમાં 25% મોનોઅનસેચ્યુરેટેડ અને 60% પોલીઅનસેચ્યુરેટેડ ફૈટ હોય છે. આનો સ્મોક પોઇન્ટ 450 °F છે. આ તેલ ડિપ ફ્રાય માટે ઉચ્ચ ગરમીનો સામનો કરી શકે છે. તેના સિવાય આ સલાડ ડ્રેસિંગ સાથે કોઈપણ તાપમાન પર રસોઈ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે.
તલનું તેલ:- આ તેલમાં 41% મોનોઅનસેચ્યુરેટેડ ફૈટ અને 44% પોલીઅનસેચ્યુરેટેડ ફૈટ હોય છે. આનો સ્મોક પોઇન્ટ 350°F થી 450°F હોય છે તલનું તેલ હીટ ફ્રાંઈંગ અને ડિપ ફ્રાંઈંગ જેવા ઉચ્ચ ગરમીવાળી વાનગીઓ બનાવવામાં ઉપયોગ કરી શકાય છે.
આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે જ છે આ કોઈપણ પ્રકાર થી કોઈપણ દવા કે ઈલાજ નો વિકલ્પ ન હોઈ શકે. વધુ જાણકારી માટે હંમેશા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો.