આપણે સૌ જાણીએ છીએ કે માત્ર સ્વસ્થ શરીર જ નહીં પણ સારી રોગપ્રતિકારક શક્તિ જ આપણને સુરક્ષિત રાખી શકે છે. શિયાળાની ઋતુ દરમિયાન શરદી ઉધરસ થી બચવા અને કોરોના વાયરસથી બચવા માટે જેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મળે છે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. શું તમે જાણ્યું છે કે શિયાળામાં વિશેષરૂપે ખાવામાં આવતી વસ્તુઓ માં પોતાનું અલગ જ મહત્વ અને સ્વાદ હોય છે. શિયાળામાં જ્યાં એક તરફ લીલી શાકભાજી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે ત્યાં બીજી તરફ આપણે મુખ્ય રૂપથી ખાવામાં તલ અને ગોળ નો પણ સમાવેશ કરી શકીએ છીએ.
જો તમે શિયાળામાં ડાયટમાં થોડું સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરવા ઈચ્છતા હોવ તો ગોળની સાથે તલનું સેવન તમારા માટે ફાયદાકારક બની શકે છે. કેટલાય પ્રકારની વાનગીઓ માં તલ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. શિયાળામાં જ્યાં એક તરફ આ બંને વસ્તુઓ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે ત્યાંજ આ બંને વસ્તુઓનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે બીજા કેટલાય ફાયદા પ્રદાન કરે છે. આપણા હૃદયને સ્વસ્થ રાખવાથી માંડીને શરીરને ઊર્જા પ્રદાન કરવા સુધી તલ અને ગોળનો શિયાળામાં ઉપયોગ કરવો ફાયદાકારક ગણાય છે .
ભારતમાં તલ અને ગોળના લાડુ તથા તલ પાપડી સુધી કેટલીય વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. આ પ્રકારની ખાદ્ય-સામગ્રી ને હંમેશા આયુર્વેદના જ્ઞાન સાથે જોડવામાં આવે છે. આને ડાયટમાં કેવી રીતે સામેલ કરવું તે જોઈએ.
1) ડાયાબિટીસના દર્દી કરી શકે છે સેવન:- ડાયાબિટીસ વાળા લોકો માટે તલ અને ગોળનું સેવન ફાયદાકારક બની શકે છે. આમાં વધુ પ્રમાણમાં સુગર હોતી નથી. એટલે ડાયાબિટીસના દર્દી પણ થોડી માત્રામાં આનુ સેવન કરી શકે છે. જોકે આનું વધારે પડતું સેવન પણ ન કરવું જોઈએ નહિતર સુગર લેવલ વધારી શકે છે.
2) અસંતૃપ્ત ચરબી નો સારો સ્ત્રોત:- શિયાળામાં તલમાં ભરપૂર માત્રામાં અસંતૃપ્ત ચરબી ઉપલબ્ધ થાય છે. આ પ્રકારની ચરબીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે. આ પ્રકારની ખાદ્ય-સામગ્રીનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્યને કેટલાય પ્રકારના ફાયદા થાય છે. આના ઉપયોગથી શરીરની સાથે હૃદયને પણ સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. જ્યારે લોકો તલ અને ગોળનું સેવન એકસાથે કરે છે ત્યારે હૃદય થી જોડાયેલી બીમારીઓનું જોખમ ઓછું રહે છે.
3) કોલેસ્ટ્રોલ ઓછું કરે છે:- જે લોકોને કોલેસ્ટ્રોલનું લેવલ વધુ હોય છે તેઓ પોતાના ડાયટમાં તલ અને ગોળ નો સમાવેશ અવશ્ય કરે. આ પ્રકારની ડાયટ શરીરમાં કોલેસ્ટેરોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જોકે તેને એક ઔષધિ ના રૂપે ન જોઈ શકાય, પરંતુ આના ઉપયોગથી મહદંશે વજન નિયંત્રિત કરી શકાય છે.
4) આયર્ન નો સારો સ્ત્રોત:- ગોળ અને તલનું મિશ્રણ એ લોકો માટે પણ ઉપયોગી છે જેમના શરીરમાં લોહીની ઉણપ કે એનિમિયાની સમસ્યા છે. આ આયર્ન નો સારો એવો સ્ત્રોત છે એટલે તેને પોતાના ડાયટમાં જરૂર સામેલ કરો. જેનાથી શરીરમાં હિમોગ્લોબિન વધારી શકાય છે. અને એનીમિયા થી છુટકારો મેળવી શકાય છે. આ શરીરમાં ઓક્સિજનની માત્રા ને પણ જાળવી રાખવામાં મદદ કરે છે.
5) વજન નિયંત્રિત કરવામાં સહાયકારી:- ગોળ અને તલનું એકસાથે સેવન કરવું સ્વાસ્થ્ય માટે અને વજન નિયંત્રણ કરવામાં ઉપયોગી થાય છે. આનાથી બનેલા નાસ્તાનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેના કારણે તમે વધુ ખાવાથી બચી શકો છો અને વજન નિયંત્રિત કરવામાં સહાયતા મળે છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો આને તમારા ડાયટ નો ભાગ જરૂરથી બનાવો.
6) બાળકો માટે ફાયદાકારક:- આ બંને વસ્તુઓનું સેવન બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે અને શિયાળાની ઋતુમાં બાળકો પણ આનુ સેવન મર્યાદિત માત્રામાં કરી શકે છે. જો કે આનુ વધારે પડતું સેવન કરતાં પહેલાં વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી. કેટલાય વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર ગોળ અને તલનું સંયોજન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત બની શકે છે પરંતુ અનું વધુ પડતું સેવન કરતાં પહેલાં વિશેષજ્ઞ ની સલાહ જરૂર લેવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay